કવર

પ્રિયંકા ચોપરાએ કમલા હેરિસનું વોગ કવર પેજ શૅર કરીને કહ્યું, 'મહિલા, એક ભારતીય મહિલા'

www.divyabhaskar.co.in |

અમેરિકન વોગ મેગેઝિનના કવર પેજ પર અમેરિકાનાં વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસને જોતાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણી જ ખુશ થઈ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં વોગનું કવર પેજ શૅર કરીને કહ્યું હતું કે એક ભારતીય મહિલા ટૂંક સમયમાં જ વ્હાઈટ હાઉસમાં જશે.

સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કર્યું
પ્રિયંકા ચોપરાએ મેગેઝિનનું કવર પેજ શૅર કરીને ગયા અઠવાડિયે અમેરિકામાં કેપિટલ હિલમાં જે હિંસા થઈ એનાથી પોતાના સ્પેશિયલ મેસેજની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, 'વોશિંગ્ટન DCમાં કેપિટલ હિલમાં આ અઠવાડિયે એવી વસ્તુઓ સામે આવી છે કે એની ભયાનકતા જોયા બાદ આ વચન આપી રહ્યું છે કે માત્ર 10 દિવસમાં અમેરિકાને નેતૃત્વનું આ પ્રકારનું હકારાત્મક ઉદાહરણ વારસામાં મળશે. એક મહિલા, એક મહિલાનો રંગ, એક ભારતીય મહિલા. એક બ્લેક વુમન. એક મહિલા જેનાં પેરન્ટ્સ અમેરિકાની બહાર જન્મ્યાં હતાં. બીજું કંઈ ખાસ હોઈ શકે છે, વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયાં બાદ નાનકડી છોકરી માત્ર એવી દુનિયા અંગે જાણે છે, જ્યાં એક મહિલા અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ છે. તે ભારતમાંથી આવે છે, એક દેશ (વિશ્વભરના અન્યની જેમ) જ્યાં ઘણી મહિલા નેતાઓ છે, અમેરિકામાં તે પહેલી મહિલા બનશે એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જોકે આ અંતિમ નહીં હોય એ વિશ્વાસ સાથે. '

આ પહેલાં પ્રિયંકા ચોપરા વોગના કવર પેજ પર જોવા મળી હતી
પ્રિયંકા ચોપરા વોગ અમેરિકાના કવર પેજ પર વર્ષ 2019ના જાન્યુઆરી અંકમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા પહેલી ભારતીય સેલેબ હતી, જે વોગ અમેરિકાના કવર પેજ પર આવી હતી.

વોગે પર કમલા હેરિસનો ફોટો શૅર કર્યો તો વિવાદ થયો
વોગના ફેબ્રુઆરી ઈસ્યુમાં કમલા હેરિસ કવર પેજ પર જોવા મળશે. વોગે પોતાના સોશિયલ મીડિયામાં કમલા હેરિસની તસવીરો શૅર કરી હતી. એક તસવીરમાં કમલા હેરિસ ગ્રીન-પિંક બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરમાં ગોલ્ડન બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. જોકે તસવીરો શૅર કર્યા બાદ જ વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયામાં યુઝર્સે વોગ પર એવો આક્ષેપ મૂક્યો છે કે તેણે મેગેઝિનના કવર પેજ પર કમલા હેરિસના સ્કીન ટોનને યોગ્ય રીતે બતાવવામાં આવ્યો નથી. યુઝર્સે 'વ્હાઈટવોશિંગ'નો આક્ષેપ પણ કર્યો છે. આ ઉપરાંત યુઝર્સે ફોટોઝને વ્યવસ્થિત રીતે એડિટ ના કર્યા હોવાની વાત પણ કરી હતી. યુઝર્સે આ અંગે પોતાના નારાજગી પ્રગટ કરીને સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રિયંકા ચોપરા તથા કમલા હેરિસ

Source

Vogueના કવર પર દેખાઇ કમલા હેરિસ, પ્રિયંકા ચોપડાએ જણાવ્યું ભારત માટે કેમ ખાસ છે તેમની સફળતા

gujarati.oneindia.com |
ગયા વર્ષે નવેમ્બરમાં યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જો બિડેન અને કમલા હેરિસની જોડીએ ટ્રમ્પને સત્તામાંથી બહાર કરી દીધા હતા. બંને જલ્દીથી શપથ લેશે. કમલા હેરિસના ઉપરાષ્ટ્રપતિ બનવાથી ભારતીય પણ ખુશ છે, કેમ કે તેના માતાપિતા ભારતીય મૂળના

Source

પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક 'અનફિનિશ્ડ'નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક

www.divyabhaskar.co.in |

પ્રિયંકા ચોપરા જોનસ તેની બુકને લઈને ઘણી ઉત્સુક છે. તેણે સોશિયલ મીડિયા પર આ બુકનું કવર શેર કર્યું છે. આ બુક આવતા વર્ષે જાન્યુઆરીમાં માર્કેટમાં આવી જશે. તેણે આ મેમોયરનું અનાઉન્સમેન્ટ 2018માં કર્યું હતું અને આ વર્ષે ઓક્ટોબરમાં તે પૂરી થઇ ગઈ છે.

પ્રિયંકાએ લખ્યું- બુક નથી, કવર છે
પ્રિયંકાએ લખ્યું, આ એ જ અવસર હશે, જ્યારે હું મારી પહેલી બુકની કોપી હાથમાં લઈશ, જોકે આ તો માત્ર કવર છે. મેં આને બુક પર કવર કરી દીધું જેથી ફીલ કરી શકું. હું આવતા મહિને આવનારી અનફિનિશ્ડની પહેલી કોપી માટે રાહ જોઈ શકું એમ નથી. પ્રિયંકાએ ઓક્ટોબરમાં બુક વિશે માહિતી શેર કરી હતી. પ્રિ-ઓર્ડરના આધારે તેણે કહ્યું હતું કે અનફિનિશ્ડ માર્કેટમાં આવ્યા પહેલાં 12 કલાકની અંદર એમેઝોન પર બેસ્ટ સેલિંગ બુક્સમાં સામેલ થઇ જશે. ત્યારે પ્રિયંકાએ લખ્યું હતું કે અમેરિકામાં અમને 12 કલાકમાં જ નંબર 1 બનાવવામાં માટે આભાર. આશા છે તમને બધાને આ બુક ગમશે.

અચીવમેન્ટ:પ્રિયંકા ચોપરાનું મેમોયર ‘અનફિનિશ્ડ’ 12 કલાકમાં અમેરિકાની બેસ્ટ સેલિંગ બુક બની, એક્ટ્રેસે લખ્યું, ‘આશા છે તમને બુક ગમશે’

બુક લખવાનો અનુભવ શેર કર્યો હતો
પ્રિયંકાએ બુક પૂરી કર્યા બાદ તેનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કઈ રીતે તેણે બધી માહિતી ભેગી કરી અને વિચાર્યું કે શું પાછળ છૂટી ગયું છે. હવે તેણે આ બુકનું કવર તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પણ, ફોટો જોઈને કોઈપણ એમ જ કહેશે કે આ કવર નહીં પરંતુ બુક છે. પ્રિયંકાની ખુશી જોઈને એવું જ લાગે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Priyanka Chopra Shared Cover Of Her Book Unfinished

Source

error:
Scroll to Top