કવડ

બોલિવૂડ એક્ટર આદિત્ય સીલના પિતા રવિ સીલનું કોવિડ 19ને કારણે અવસાન, હોસ્પિટલમાં દાખલ હતા

www.divyabhaskar.co.in |

'તુમ બિન 2' તથા 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2'માં જોવા મળેલો આદિત્ય સીલના પિતા રવિ સીલનું 18 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. રવિ સીલ છેલ્લાં કેટલાંક સમયથી હોસ્પિટલમાં એડમિટ હતા. છ સપ્ટેમ્બરના રોજ તેમનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમની સારવાર ચાલતી હતી. જોકે, કોવિડ 19ને કારણે તેમનું અવસાન થયું હતું.

નિકટના મિત્રે કન્ફર્મ કર્યું
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં આદિત્ય સીલના નિકટના મિત્રે આ વાતને કન્ફર્મ કરતા કહ્યું હતું, 'રવિ અંકલનો કોરોના રિપોર્ટ છ સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ બાદ 8 સપ્ટેમ્બરના રોજ નર્સિં હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અંધેરીમાં કોવિડ 19ના એક સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. 18 સપ્ટેમ્બરે સવારે રવિ અંકલનું અવસાન થયું હતું. પરિવાર હાલમાં ઘણો જ દુઃખી છે.'

રવિ સીલ ફિલ્મ પ્રોડ્યૂસ કરવા ઉપરાંત ફિલ્મ 'ગઢવાલી'માં એક્ટર તરીકે જોવા મળ્યા હતા. આદિત્ય છેલ્લાં કેટલાંક દિવસથી પિતાની દેખરેખ તથા કામમાં વ્યસ્ત હતો. કોવિડ 19ને કારણે મોત થતાં માત્ર જૂજ લોકોની હાજરીમાં સાવધાની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વર્ષ 2002માં આદિત્યે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'એક છોટી સી લવસ્ટોરી'થી કરી હતી. ત્યારબાદ તે ઘણી ફિલ્મમાં જોવા મળ્યો હતો. જોકે, 2016માં ફિલ્મ 'તુમ બિન 2'ને કારણે ઓળખ મળી હતી. ત્યારબાદ તે 'નમસ્તે ઈંગ્લેન્ડ', 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. કિઆરા અડવાણીની ફિલ્મ 'ઈન્દુ કી જવાની'માં પણ આદિત્ય જોવા મળશે.

View this post on Instagram

Happy Fathers Day Paa ♥️♥️♥️

A post shared by Aditya Seal (@adityaseal) on Jun 21, 2020 at 4:43am PDT

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bollywood actor Aditya Seal’s father Ravi Seal dies due to covid 19

Source

error:
Scroll to Top