કલકમ

રાજકુમાર-નુસરત સ્ટારર ‘છલાંગ’ ટ્રેલરના 4 કલાકમાં જ 16 લાખથી વધારે વ્યૂઝ, યુટ્યુબ યુઝરે કહ્યું, ‘ફાઈનલી અશ્લીલતા અને નેપોટિઝ્મ વગરની ફિલ્મ આવી’

www.divyabhaskar.co.in |

રાજકુમાર રાવ, નુસરત ભરૂચા અને મોહમ્મદ જીશાન અયુબ સ્ટારર ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર શનિવારે રિલીઝ થયું. આ ટ્રેલરને યુટ્યુબ પર લોકો પસંદ કરી રહ્યા છે, માત્ર 4 કલાકની અંદર 16 લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. ઘણા લાંબા સમય પછી કોઈ ફિલ્મના ટ્રેલરને લાઈક કરનારાની સંખ્યા ડિસલાઈક કરનારાથી વધારે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે યુટ્યુબ પર ટ્રેલરના 70 ;લાખથી વધારે વ્યૂઝ છે.

શનિવારે સાંજે 6:50 સુધી ટ્રેલરનો રિપોર્ટ

વ્યૂ 1,632,286
લાઈક 99, 941
ડિસલાઈક 2310
કમેન્ટ 4236

યુટ્યુબ યુઝર્સે પોઝિટિવ રિવ્યૂ આપ્યા
મોટાભાગના યુટ્યુબ યુઝર્સ ‘છલાંગ’ના ટ્રેલર પર પોઝિટિવ રિવ્યૂ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ફાઈનલી કોઈ એવું મૂવી બન્યું જેમાં અશ્લીલતા અને નેપોટિઝ્મ નથી. આશા છે કે આ ફિલ્મમાં કોઈ આઈટમ સોંગ કે રીમિક્સ નહિ હોય. ટ્રેલર ઘણું સારું છે.

અન્ય યુઝરે કમેન્ટ કરી કે, હંસલ મહેતાનું ડિરેક્શન, 2. 0% નેપોટિઝ્મ, 100% ટેલેન્ટેડ એક્ટર્સ-આ ફિલ્મ જોવાના ત્રણ કારણ કાફી છે. બીજા યુઝરે લખ્યું કે, આ બોલિવૂડમાં અત્યાર સુધીની સૌથી રિયાલિસ્ટિક ફિલ્મ છે.

ફિલ્મની સ્ટોરી આવી છે
ટ્રેલર જોયા પછી ખબર પડે છે કે મોન્ટુ (રાજકુમાર રાવ) એક સ્કૂલમાં PT ટીચર છે, જેના માટે નોકરી જ બધું છે. તે સ્કૂલની ટીચર નીલુ (નુસરત ભરૂચા)ને પ્રેમ કરવા લાગે છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે સ્કૂલમાં બીજા એક PT ટીચર સિંહ (મોહમ્મદ જીશાન અયુબ)ની એન્ટ્રી થાય છે, તે મોન્ટુ અને નીલુની લવ સ્ટોરીમાં વિલન બની જાય છે.

સિંહ મોન્ટુને નીચા દેખાડવાની કોશિશ કરતો રહે છે. એ પછી મોન્ટુ નોકરી છોડવાનું પસંદ કરે છે, પરંતુ તે પહેલાં તે સિંહને ચેલેન્જ કરે છે કે બંને એક-એક ટીમ બનાવીને સ્પર્ધા કરીને સાબિત કરવું જોઈએ કે કોણ સારો PT ટીચર છે.

હંસલ મહેતાનું નિર્દેશન
ફિલ્મના ડિરેક્ટર હંસલ મહેતા છે. લવ રંજનની સાથે અજય દેવગણ, અંકુર ગર્ગ અને ભૂષણ કુમારે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. સ્ટાર કાસ્ટમાં રાજકુમાર રાવ, નુસરત ભરૂચા અને મોહમ્મદ જીશાન અયુબની સાથે ઈલા અરુણ, સૌરભ શુક્લાઅને સતીશ કૌશિક પણ દેખાશે. ફિલ્મ 13 નવેમ્બરે એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rajkumar Rao, Mohammed Zeeshan Ayyub And Nushrat Bharucha Starrer ‘Chhalaang’ Trailer Got More Than 16 Lakh Views In Just 4 Hours

Source

અમદાવાદ : ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ચાંગોદર પોલીસ, 2 ઝડપાયા

gujarati.oneindia.com |
અમદાવાદ : ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ચાંગોદર પોલીસ, 2 ઝડપાયા

Source

17 કલાકમાં 55 સવાલોના ચક્રવ્યૂહમાં રિયા ચક્રવર્તી ફસાઈ, NCBએ પૂછેલા સવાલોનું લિસ્ટ સામે આવ્યુંસુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી પર ગાળિયો મજબૂત કરવા માટે NCBએ 55 સવાલોની યાદી તૈયાર કરી હતી. આ સવાલોના ચક્રવ્યૂહમાં રિયા ફસાઈ ગઈ અને હાલમાં જેલમાં બંધ છે. NCBએ સતત ત્રણ દિવસ રિયાની પૂછપરછ કરી હતી.

NCBએ રિયાને પૂછેલા 55 સવાલો

 1. રિયા તમારા તથા તમારા પરિવાર અંગે જણાવો?
 2. તમારો મોબાઈલ નંબર કહો અને તમે કેટલા સમયથી આ ફોનનો ઉપયોગ કરો છો?
 3. શું તમે જૈદ વિલાત્રાને ઓળખો છો? જો હા તો વિસ્તાર સાથે પૂરી માહિતી આપો.
 4. શું તમે કૈઝાનને ઓળખો છો? જો હા તો વિસ્તાર સાથે પૂરી માહિતી આપો.
 5. શું તમે અબ્દુલ બાસિત પરિહારને ઓળખો છો? જો હા તો વિસ્તાર સાથે પૂરી માહિતી આપો.
 6. તમે સેમ્યુઅલ મિરાન્ડાને ઓળખો છો, તેના વિશે વિગતવાર વાત કરો?
 7. મતે દીપેશ સાવંતને ઓળખો છો, તો તેના વિશે જણાવો?
 8. શોવિક સાથે તમારે કેવું બનતું? તમે શોવિકના અંગત જીવન અંગે કેટલું જાણતાં હતાં?
 9. શોવિકની સુશાંત સાથે કોણે મુલાકાત કરાવી હતી અને કેમ?
 10. શું તમે, તમારા પિતા, શોવિક તથા સુશાંત ડ્રગ્સનું સેવન કરતા હતા, જેમ કે બડ?
 11. તમારી પાવના ટ્રિપ અંગે જણાવો, તમે અનેકવાર સુશાંત સાથે ત્યાં ગયા છો. ત્યાં ડ્રગ્સ પાર્ટીનો પૂરો ઘટનાક્રમ શું હતો, તે જણાવો?
 12. ડ્રગ્સની ખરીદી કોણ-કોણ કરતું હતું? તમને કોણ વ્યવસ્થા કરી આપતું હતું, ડ્રગ્સ અંગેની તમામ માહિતી આપો?
 13. પહેલીવાર સેમ્યુઅલ મિરાન્ડાને ક્યાં અને કેવી રીતે મળ્યા?
 14. તમે કેટલીવાર સુશાંતના ફ્લેટ કેપ્રી હાઈટ્સમાં ગયા હતા અને કેટલીવાર ત્યાં રોકાયા હતા? તમે ત્યાં ડ્રગ્સ સંબંધિત કંઈક જોયું હતું? તો તેના વિશે જણાવો.
 15. સેમ્યુઅલ મિરાન્ડાના નિવેદન પ્રમાણે, રિયા જ સુશાંતના ઘરનો તમામ ખર્ચ જોતી હતી. આ અંગે વિગતવાર જણાવો.
 16. જો તમે કહો છો કે સુશાંત ડ્રગ્સ લેતો હતો તો તમે કેમ સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરી આપતા હતા? કેમ ડ્રગ્સની ખરીદીમાં સામેલ થયાં?
 17. એવું ઘણીવાર બન્યું છે કે ડ્રગ્સની ખરીદીમાં તમે પોતાના કાર્ડનો ઉપયોગ કર્યો હોય. આ વાત સમજાવો અને કાર્ડની ડિટેલ્સ આપો.
 18. સુશાંત સિંહના કહેવાથી તમે સેમ્યુઅલ મિરાન્ડાને નોકરીમાંથી કેમ કાઢી મૂક્યો હતો?
 19. તમારા વિશે સેમ્યુઅલ મિરાન્ડાએ નિવેદન આપ્યું છે. મિરાન્ડાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે તેણે રિયાને સુશાંતના કુક અશોક અંગે વાત કરી કે તે સસ્તી ક્વોલિટીનું ડ્રગ્સ વધુ પૈસા આપીને ખરીદી રહ્યો છે તો રિયાએ આ વાત સુશાંતને કહી હતી. ત્યારબાદ રિયાએ અશોકને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ડ્રગ્સ ખરીદીનો તમામ કંટ્રોલ રિયાએ પોતાના હાથમાં લઈ લીધો હતો?
 20. તમે તમારી તથા સુશાંતની સાથે શોવિકને ગોવા, લદ્દાખ, દિલ્હી તથા યુરોપ ટૂર પર કેમ લઈ ગયાં હતાં? શું શોવિક આ ટ્રિપમાં એક અઠવાડિયા પછી અને એક અઠવાડિયા પહેલા જ જતો રહ્યો હતો?
 21. શોવિકના નિવેદન પ્રમાણે, તમે સુશાંતને ડ્રગ્સ ઉપલબ્ધ કરાવવા માટે શોવિકને આદેશ આપતા હતા? તમે કહો કે આવું કેમ અને કેવી રીતે કરતાં હતાં?
 22. રિયાને 15 એપ્રિલ, 2020થી 17 એપ્રિલ, 2020 દરમિયાનની સેમ્યુઅલ મિરાન્ડા તથા શોવિકની વ્હોટ્સએપ ચેટ્સ રેકોર્ડ બતાવવામાં આવ્યો હતો અને સવાલ કરવામાં આવ્યો હતો કે આ ચેટ્સ અંગે વાત કરો કે આ બંનેના ઈરાદાઓ શું હતાં?
 23. એક ચેટમાં તમે શોવિકને સલાહ આપી હતી કે ડ્રગ્સ ખરીદવામાં શોવિકે પોતાની રીતે થોડાં પૈસા આપે, આવું કેમ કહ્યું?
 24. તમે ડ્રગ્સ ખરીદવા માટે મિરાન્ડાને કેમ પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા દીધો?
 25. શું તમે બડ, હૈશ, વીડનું સેવન કરતાં હતાં?
 26. તમારી ચેટ્સ પ્રમાણે, તમે સુશાંત માટે ડ્રગ્સનો સ્ટોક મેનેજ કરતાં હતાં, આ વાતને વિસ્તારથી જણાવો.
 27. એપ્રિલમાં વીડનો સ્ટોક જૈદની મદદથી મિરાન્ડાએ ખરીદ્યો અને મિરાન્ડાએ શોવિકને આ સ્ટોક લેવા માટે કહ્યું હતું?
 28. પોતાના બેંક અકાઉન્ટ અંગે જણાવો અને તમારી આવકના સ્ત્રોત અંગે જણાવો?
 29. 16 એપ્રિલ, 2020થી લઈ 17 એપ્રિલ, 2020 સુધી તમારી તથા શોવિકની વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ્સને એક્સપ્લેન કરો?
 30. સુશાંતે કેટલીવાર ડ્રગ્સનું સેવન કર્યુ અને તમે સુશાંત માટે ડ્રગ્સ મગાવવામાં કેટલીવાર મદદ કરી હતી?
 31. 17 એપ્રિલ, 2020ના રોજ સુશાંત માટે શોવિક તથા બાસિતની મદદથી ડ્રગ્સ હૈશ ખરીદવામાં આવ્યું હતું. આ અંગે તમારા શોવિક સાથેના વ્હોટ્સએપ ચેટ બતાવું છું, તમે આને એક્સપ્લેન કરો?
 32. 16, 17 એપ્રિલ, 2020ની ચેટ્સ પ્રમાણે, તમે શોવિકને સૂચના આપી હતી કે ડ્રગ્સના સ્ટોક અંગે માહિતી મેળવે. પછી મિરાન્ડા તથા દીપેશ સાથે વાત કરીને તેમને મળીને બાસિત-કૈઝાન દ્વારા હૈશ અરેન્જ થયું હતું. ત્યારબાદ જ્યારે ડ્રગ્સની ડિલિવરી થઈ ત્યારે દિપેશે તમારા કહેવા પર તે કલેક્ટ કર્યું હતું. આના વિગતે સમજાવો. તમે હૈશ માટે કેમ તૈયાર થયા, કારણ કે સુશાંત તો માત્ર બડ્સ તથા વીડ લેતો હતો?
 33. આ તમામ ડ્રગ્સ ખરીદવાના પૈસા કોણે અને કેવી રીતે આપ્યા? કેશ, કાર્ડ કે UPI?
 34. શું તમે ક્યારેય બાસિતને બડ, હૈશ તથા વીડ ડ્રગ્સ લેતા જોયો હતો? તે કેટલીવાર તમારા ઘરે આવ્યો હતો?
 35. વર્ષ 2019ના પહેલા તથા છેલ્લા અઠવાડિયામાં જ્યારે સુશાંત તમારા ઘરમાં રોકાયો હતો ત્યારે સુશાંતને કેટલીવાર ડ્રગ્સની વ્યવસ્થા કરી આપી હતી? તમે આ સમય દરમિયાન ખરીદી કરી હતી? કોણે તમારા ઘર સુધી ડ્રગ્સ પહોંચાડ્યું હતું?
 36. યુરોપ ટૂરથી પરત આવ્યા બાદ સુશાંત રિયાના ઘરમાં જ રોકાયો હતો. રિયાના ઘરેથી પછી સુશાંત વોટર સ્ટોન ક્લબમાં શિફ્ટ થયો હતો. પછી ત્યાંથી હિંદુજા હોસ્પિટલ અને પછી તમારા ઘરે શિફ્ટ થયો હતો. આ તમામ માહિતી સુશાંતના પરિવારને આપવામાં આવી હતી? કારણ કે આ સમય દરમિયાન બહુ બધી વાર ડ્રગ્સની ડિલિવરી તમારા ઘર પર થઈ હતી, જવાબ આપો?
 37. એવું ઘણીવાર બન્યું છે કે મિરાન્ડાએ સુશાંત માટે ડ્રગ્સની ડિલિવરી તમારા ઘરે કરી હતી તો તમે કેમ તમારા ઘરે ડ્રગ્સની ડિલિવરી કરવાની પરવાનગી આપી?
 38. સપ્ટેમ્બર, 2019 તથા નવેમ્બર, 2019માં જ્યારે તમે સુશાંત સાથે વોટર સ્ટોન ક્લબમાં રોકાયા હતા ત્યારે ક્લબમાં ડ્રગ્સની ડિલિવરી થઈ હતી. આ ડિલિવરી મિરાન્ડાને કરમજીતની મદદથી કરવામાં આવી હતી અને પછી મિરાન્ડાએ જ આ ડ્રગ્સ ફરી રિયાને આપ્યું અને પછી તે ક્લબમાં પહોંચડવામાં આવ્યું હતું, આનો જવાબ આપો?
 39. શું આ વાત સાચી છે કે સુશાંત પોતાની કારમાં ડ્રગ્સ JOINTS રાખતો હતો અને તમે પણ તમારી સાથે ડ્રગ્સ JOINTS રાખતા હતા?
 40. શું તમે જયા સાહા અંગે જાણો છો, કારણ કે તમારી જયા સાહા સાથે BUD સંબંધિત કેટલીક ચેટ્સ છે, તેને સમજાવો?
 41. જયા સાહાના ઈમેલ ID તથા કમર્શિયલ શોપિંગ વેબસાઈટ અંગે જણાવો?
 42. તમારી પાસે કેટલા બેંક અકાઉન્ટ છે? ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ કેટલા છે? કેટલા ઈમેલ ID છે?
 43. સુશાંત માટે તમે કઈ રીતે અને કેવી રીતે ડ્રગ્સ ખરીદતા હતા?
 44. જ્યારે તમે તથા સુશાંત યુરોપ ટ્રિપથી ભરાત પરત આવ્યા ત્યારે એરપોર્ટ પર તમને જે વાહન પિક કરવા આવ્યું હતું, તેમાં વીડ JOINTS હતા. સુશાંતે એરપોર્ટથી તમારા ઘરે ગયા ત્યારે રસ્તામાં ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ અંગે વિગતે કહો?
 45. યુરોપ ટ્રિપ બાદ જ્યારે સુશાંત તમારા ઘરે રોકાયો હતો ત્યારે સેમ્યુઅલ મિરાન્ડા તમારા ઘરે કેમ આવ્યો હતો?
 46. તમે તમારા ભાઈ શોવિકની સાથે ડ્રગ્સની ખરીદી શરૂ કરી, જેથી તમારે ભાઈને ડ્રગ્સ ડીલિંગમાં ફાયદો થાય?
 47. સુશાંત જ્યારે તમારા ઘરે રોકાયો હતો ત્યારે સૂર્યદીપ મલ્હોત્રા કેમ તમારા ઘરે આવ્યો હત?
 48. KJ ઉર્ફે કરમજીતે જે BUD મિરાન્ડાને ડિલિવર કર્યું હતું. રિયાના અપાર્ટમેન્ટની સામે આવેલી BANANA LEAF રેસ્ટોરાંમાં પછી આ જ BUD મિરાન્ડાએ શોવિકને આપ્યું હતું. આ બધું જે થયું તેની તમને જાણ હતી? શું તમે શોવિકને આની પરવાનગી આપી હતી? જો હા તો કેમ આપી હતી?
 49. દીપેશ સાવંતના નિવેદન પ્રમાણે, ડ્રગ્સની જે પણ ડિલિવરી થઈ તે અંગે તમને ખબર હતી? જો હા તો કહો
 50. શું તમે સેમ્યુઅલ મિરાન્ડા તથા નીરજ સિંહને ઓળખો છો અને તે સુશાંત સિંહના ઘરમાં શું કરતા હતા?
 51. શું તમે સિદ્ધાર્થ પિઠાણી, આયુષ શર્મા, આનંદી ધવન, રોહિણી અય્યર, શ્રુતિ મોદી, રજત મેવાતી, સાહિલ સાગર, કેશવ તથા અશોક અંગે શું જાણો છો?
 52. તમે WEED, BUD અને HASHના ઉપયોગ અંગે શું કહેશો? સુશાંત તથા તેના મિત્રો અંગે વિસ્તારથી જણાવો?
 53. શું તમને ખ્યાલ હતો કે સુશાંત પાર્ટી ઓર્ગેનાઈઝ કરતો હતો? ત્યાં ઉપયોગ કરવામાં આવતા ડ્રગ્સ અંગે તમે શું જાણો છો?
 54. શું તમને ખ્યાલ નથી કે ડ્રગ્સની ખરીદી કરવી ગેરકાયદેસર છે?
 55. તમે તપાસ એજન્સીને તમારી તરફથી કંઈક કહેવા માગો છો?

17 કલાકમાં રિયાને 55 સવાલ પૂછવામાં આવ્યા
NCBએ રિયા ચક્રવર્તીની પહેલા દિવસ અંદાજે 6 કલાક, બીજા દિવસે 8 કલાક તથા ત્રીજા દિવસે 3 કલાક એટલે કે કુલ 17 કલાકમાં 55 સવાલ પૂછ્યા હતા. આ સવાલોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ અને તેની ધરપકડ કરી હતી. હાલમાં રિયા મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. કોર્ટે બે વાર રિયાની જામીન અરજી નામંજૂર કરી હતી. માનવામાં આવે છે કે રિયાના વકીલ હવે હાઈકોર્ટમાં અરજી કરશે.

રિયાના નિવેદનથી NCB સંતુષ્ટ હતી
રિયાની ધરપકડ બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં NCBએ ડેપ્યુટી ડિરેક્ટર એમ એ જૈને કહ્યું હતું, 'અમે પૂછપરછ દરમિયાન રિયાએ આપેલા જવાબોથી સંતુષ્ટ છીએ. જો રિયાના વકીલ જામીનની અરજી કરે છે તો અમે જામીનનો વિરોધ કરીશું. અમે જ્યુડિશિયલ કસ્ટડીની માગ કરીશું.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rhea Chakraborty trapped in a maze of 55 questions in 17 hours, NCB came up with a list of questions to ask

Source

error:
Scroll to Top