કર

આ અભિનેત્રીએ ટ્વીટર પાસે કંગના રનોતની કરી ફરિયાદ, કહ્યું – નફરત ફેલાવી રહી છે, બંધ કરો એકાઉન્ટ

gujarati.oneindia.com |
કંગના રનોતે દરેક મુદ્દા પર ટ્વીટ કરી હંગામો મચાવી દીધો છે. તાજેતરમાં જ કંગના અને પંજાબી સિંગર અને અભિનેતા દલજીત દોસાંઝ સાથે ટ્વિટર પર ઉગ્ર ચર્ચા થઈ છે. કંગનાએ તો દલજીતને ‘કરણ જોહરનું પાલતુ’ પણ કહ્યા હતા. હવે બોમ્બે હાઈકોર્ટમાં કંગનાના

Source

NCB ભારતી-હર્ષને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા ઈચ્છે છે, NDPS કોર્ટમાં અરજી કરી

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરે છે. કોમેડિયન ભારતી સિંહ તથા તેના પતિ હર્ષ લિમ્બાચિયાના જામીન વિરુદ્ધ સ્પેશિયલ NDPS કોર્ટમાં ધા નાખી છે. NCBએ માત્ર ભારતી તથા હર્ષની જામીન અરજી રદ કરવાની માગણી જ નથી પરંતુ લોઅર કોર્ટના ઓર્ડરને કેન્સલ કરીને બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની પરવાનગી માગી છે. કોર્ટે મંગળવાર (પહેલી ડિસેમ્બર)ના રોજ બંનેને નોટિસ પાઠવી છે. આ કેસની સુનાવણી આવતા અઠવાડિયે કરવામાં આવશે.

23 નવેમ્બરે ભારતી-હર્ષને જામીન
ગાંજા લેવાના આક્ષેપમાં ભારતીને 22 નવેમ્બર તથા હર્ષને 23 નવેમ્બરના રોજ NCBએ અરેસ્ટ કર્યાં હતાં. NDPS કોર્ટે બંનેને ચાર ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. જોકે, 24 નવેમ્બરના રોજ લોઅર કોર્ટે 15-15 હજાર રૂપિયાના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા હતા. ધરપકડ પહેલા NCBએ દરોડા પાડીને ભારતીના ઘરમાં 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. પતિ હર્ષે ગાંજો લેવાની વાત કબૂલ કરી હતી.

કોર્ટે પોલીસ કસ્ટડી આપવાની ના પાડી હતી
23 નવેમ્બરના રોજ NCBએ ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી તથા હર્ષના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ભારતી તથા હર્ષના ઘર-ઓફિસમાંથી બહુ ઓછી માત્રામાં ગાંજો મળ્યો હતો. આ માત્ર વપરાશનો કેસ છે, આથી પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ બંનેની જે કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, તેમાં માત્ર એક વર્ષની સજાની જોગવાઈ છે. આથી રિમાન્ડની જરૂર નથી.

હર્ષ વિરુદ્ધ ડ્રગ્સ ફાઈનાન્સ-ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવવામાં આવી
હર્ષ પર નાર્કોટિક્સ એક્ટ 1986ની કલમ 27A લગાવી છે. એટલે કે ડ્રગ્સના ફાઈનાન્સ તથા ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB wants Bharti-Harsh in custody for questioning

Source

નેટફ્લિક્સ તથા હોટસ્ટાર સહિત 40 OTT પ્લેટફોર્મ દર્શકોનું મનોરંજન કરે છે, US પછી ભારતમાં દુનિયાનું સૌથી મોટું OTT માર્કેટ હશે

www.divyabhaskar.co.in |

મહામારી તથા લૉકડાઉનને કારણે એક બાજુ થિયેટર છ મહિના બંધ રહ્યાં હતા તો બીજી બાજુ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. એક બાજુ અનેક ફિલ્મનું શૂટિંગ ના થવાથી અટકી પડી છે તો કેટલીક ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. દેશમાં હાલમાં 40 OTT પ્લેટફોર્મ છે, જેમાંથી અનેક પ્લેટફોર્મ સતત દર્શકોને પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે.

ભારતમાં હાલ 40 OTT પ્લેટફોર્મ

નેટફ્લિક્સ ડિઝની પ્લસ હોટસ્ટાર એમેઝોન પ્રાઈમ વૂટ
અલ્ટ બાલાજી સોની લિવ TVF યપ્પ ટીવી
એશિયાનેટ મોબાઈલ ટીવી બિગ ફ્લિક્સ ડિઝી વાઈવ ડિટ્ટો ટીવી
અરે ઈરોઝ નાઉ હૂક હંગામા પ્લે
હોઈચોઈ સન નેકસ્ટ ઉલ્લુ એપ મૂબી
શેમારુ મી અહા કુઈ બી યુ ટ્યૂબ મ્યૂઝિક
એપલ મ્યૂઝિક સ્પોટીફાઈ ગાના ગૂગલ પ્લે મ્યૂઝિક
જિયો સાવન સાઉન્ડ ક્લાઉડ વિંક Viu
MX પ્લેયર ઝી 5 VU ક્લિપ જિયો સિનેમા
સ્પૂલ મનોરમા મેક્સ એમેઝોન મ્યૂઝિક હંગામા

એપ ઓરિજિનલ કન્ટેન્ટ

1. ડિઝ્ની પ્લસ હોટસ્ટાર દિલ બેચારા, સડક 2, લૂટકેસ, લક્ષ્મી, ખુદા હાફિઝ
2. નેટફ્લિક્સ નેટફ્લિક્સ સેક્રેડ ગેમ્સ, બેતાલ, બાર્ડ ઓફ બ્લડ, દિલ્હી ક્રાઈમ
3. એમેઝોન પ્રાઈમ મિર્ઝાપુર, પાતાલલોક, ધ ફેમિલી મેન, બંદિશ બેન્ડિટ્સ
4. ઝી5 રંગબાઝ, અભય, તૈશ, કાફિર
5. અલ્ટ બાલાજી બિચ્છૂ કા ખેલ, કરલે તૂ ભી મોહબ્બત, બેબાકી, મેન્ટલહુડ
6. MX પ્લેયર આશ્રમ, ક્વીન, ભૌકાલ, ડેન્જરસ, હાઈ, મસ્તરામ
7. સોની લિવ સ્કેમ 1992, અવરોધ, ગુલ્લક, JL 50, લઘુશંકા
8. TVF પ્લે પંચાયત, ટ્રિપલિંગ, કોટા ફેક્ટરી, ફ્લેમ
9. અરે પરિવૉર, ઓફિશિયલ CEO ગર્લફ્રેન્ડ, હો જા રી-જેન્ડર
10. ઈરોઝ નાઉ મેટ્રો પાર્ક, ઓપરેશન કોબ્રા, મોદીઃ જર્ની ઓફ અ કોમન મેન
11. વૂટ અસુર, ક્રેક ડાઉન, મર્જી
12. જિયો સિનેમા ટ્વિસ્ટેડ, માયા, ફેસલેસ, ઝખ્મી, જિંદાબાદ
13. હોઈચોઈ બંગાળી ફિલ્મ- તાશેર, ગવર, ડિટેક્ટિવ, સિન સિસ્ટર
14. અહા તેલુગુઃ ગીતા, સુબ્રહ્મણ્યમ, કોથા પોરાડુ

આ છે ભારતના ટોપ 10 OTT પ્લેટફોર્મ

 1. હોટસ્ટારઃ 2015માં શરૂ થયેલું આ પ્લેટફોર્મ ચાહકોમાં ઘણું જ લોકપ્રિય છે. ભારતમાં સૌથી વધું સબસ્ક્રાઈબર ધરાવતું પ્લેટફોર્મ છે. હાલમાં જ આ પ્લેટફોર્મને વોલ્ટ ડિઝ્ની સાથે ટાઈઅપ કરીને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર નામ રાખ્યું છે. હાલમાં આ પ્લેટફોર્મ પર 'દિલ બેચારા', 'સડક 2', 'લૂટકેસ', 'લક્ષ્મી', 'ખુદા હાફિઝ' જેવી ફિલ્મ સ્ટ્રીમ થઈ હતી.
 2. એમેઝોન પ્રાઈમઃ ભારતમાં 2016માં એમેઝોન પ્રાઈમ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ પર કુલ છ ભાષામાં ફિલ્મ તથા સીરિઝ આવે છે. લૉકડાઉન દરમિયાન થિયેટર બંધ હોવાને કારણે એમેઝોન પર જ 'ગુલાબો સિતાબો' ફિલ્મ બતાવવામાં આવી હતી.
 3. નેટફ્લિક્સઃ અમેરિકન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સે 2016માં ભારતમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. શરૂઆતની સાથે જ આ પ્લેટફોર્મને 2020,000 રૂપિયાનો નફો કર્યો હતો. 2018માં રેવન્યૂ 580 મિલિયન થઈ ગઈ હતી. નેટફ્લિક્સ પર અત્યાર સુધી 'સેક્રેડ ગેમ્સ', 'દિલ્હી ક્રાઈમ્સ', 'બેતાલ', 'ઘોલ', 'બાર્ડ ઓફ બ્લડ' જેવી ઓરિજિનલ સીરિઝ સ્ટ્રીમ કરવામાં આવી છે. 2018માં આવેલા એક રિપોર્ટ પ્રમાણે નેટફ્લિક્સના છ મિલિયન સબસ્ક્રાઈબર હતી, જે લૉકડાઉનમાં વધી ગયા હતા.
 4. વૂટઃ વૂટ એક ઈન્ડિયન સબસ્ક્રિપ્શન વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ છે. 2016માં લોન્ચ કરવામાં આવ્યું છે. આ વાયકોમ 18નો હિસ્સો છે. આ પ્લેટફોર્મ માત્ર ભારતમાં જ ઉપલબ્ધ છે. કલર્સ તથા MTv જેવા વાયકોમ 18ની અનેક ચેનલના શો આ પ્લેટફોર્મ પર જોવા મળે છે. ફિલ્મ તથા શોની સાથે આ પ્લેટફોર્મમાં વૂટ ઓરિજિનલ સીરિઝ પણ સ્ટ્રીમ થાય છે. ફેબ્રુઆરી, 2020માં વૂટ સિલેક્ટે પેડ સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી છે.
 5. ઝી 5: આ ઝી એન્ટરટેઈનમેન્ટના એસેલ ગ્રુપની ભારતીય વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ છે. 14 ફેબ્રુઆરી, 2018માં લોન્ચ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર યુઝર 12 અલગ અલગ ભાષાની ફિલ્મ તથા સીરિઝની મજા માણી શકે છે. ટૂંક સમયમાં ઝી 5 પેડ સબસ્ક્રાઈબર માટે ઝી 5 ક્લબ શરૂ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પર યુઝર ઝી ટીવીની તમામ ચેનલના પ્રોગ્રામ ટેલિકાસ્ટ થાય તેના એક દિવસ પહેલાં જોઈ શકશે. 'તૈશ', 'યારા', 'કોમેડી કપલ', 'ઘૂમકેતુ' જેવી ફિલ્મ સ્ટ્રીમ કરવામાં આવી છે.
 6. સોની લિવઃ આ સોની પિક્ચર નેટવર્ક ઈન્ડિયાની એન્ટરટેઈનમેન્ટ તથા વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ છે, જેમાં સોની નેટવર્કનો છેલ્લાં 18 વર્ષનો ડેટા છે. ભારતનું આ પહેલું એવું OTT પ્લેટફોર્મ છે, જે ભારતની સાથે હોલિવૂડ માટે પણ મ્યૂઝિક કન્ટેન્ટ પ્રોડ્યૂસ કરે છે.
 7. અલ્ટ બાલાજીઃ આ બાલાજી ટેલિફિલ્મનું સબસ્ક્રિપ્શન આધારિત વીડિયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ છે. આ વેબસાઈટે એવો દાવો કર્યો છે કે આ પ્લેટફોર્મ ભારતનું સૌથી મોટી કન્ટેન્ટ બેંક છે. અલ્ટ બાલાજીના અંદાજે 27 મિલિયન સબસ્ક્રાઈબર છે. આ પ્લેટફોર્મ પર અત્યાર સુધી 'મેન્ટલહૂડ', 'બેબાકી', 'મોમ', 'ફિતરત' જેવી ફિલ્મ તથા શો આવી ચૂક્યા છે.
 8. ઈરોઝ નાઉઃ આ પ્લેટફોર્મની શરૂઆત 2012માં થઈ હતી. આ પેડ OTT પ્લેટફોર્મ છે. ડિજિટલ મીડિયા મેનેજમેન્ટ ઈરોઝ ડિજિટલે આ પ્લેટફોર્મને કંટ્રોલ કરે છે. આ પ્લેટફોર્મ પર 'કોબરા', 'મેટ્રો પાર્ક', 'મોદીઃ જર્ની', 'ફ્લેશ' જેવું ઓરિજિનલ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે.
 9. MX પ્લેયરઃ MX મીડિયા એન્ડ એન્ટરટેઈમેન્ટે આ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. ગ્લોબલી 280 મિલિયન યુઝર છે. આ પ્લેટફોર્મ પોતાના ઓરિજિનલ મ્યૂઝિક, સીરિઝ તથા ફિલ્મ બતાવે છે. હાલમાં જ 'ડેન્જરસ' તથા 'આશ્રમ' સ્ટ્રીમ થઈ હતી.
 10. અરેઃ આ એક મુંબઈ આધારિત OTT પ્લેટફોર્મ છે, જેમાં દર્શકોને ફિલ્મ, વેબ સીરિઝ, શો તથા ઓનલાઈન બુક મળે છે. આ પ્લેટફોર્મમાં ઓરિજિનલ કન્ટેન્ટ પણ છે.

મ્યૂઝિક ઓરિજિનલ કન્ટેન્ટ આપનાર OTT પ્લેટફોર્મ

 1. એમેઝોન મ્યૂઝિક
 2. એપલ મ્યૂઝિક
 3. ગાના
 4. ગૂગલ પ્લે મ્યૂઝિક
 5. હંગામા
 6. જિયો સાવન
 7. સાઉન્ડ ક્લાઉડ
 8. સ્પોટીફાઈ
 9. વિંક
 10. યુટ્યૂબ મ્યૂઝિક

US પછી ભારત OTT યુઝરનો સૌથી મોટો દેશ બનશે
KBMJ મીડિયા તથા એન્ટરટેઈનમેન્ટ રિપોર્ટ 2018 પ્રમાણે, ભારતમાં OTT પ્લેટફોર્મ્સને જંગી નફો થશે. વર્ષ 2023 સુધી ભારતીય OTT માર્કેટમાં 45 ટકાનો વધારો થશે, જેમાં આ પ્લેટફોર્મનો ગ્રોથ 130 બિલિયન રૂપિયા સુધી પહોંચી જશે. હાલમાં ભારતમાં OTT પ્લેટફોર્મનું 250 કરોડ રૂપિયાનું માર્કેટ છે. અર્નેસ્ટ એન્ડ યંગના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 2020ના અંત સુધીમાં OTT યુઝરની સંખ્યા 500 મિલિયન થશે. US પછી ભારત બીજુ સૌથી મોટું OTT માર્કેટ હશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


With 40 OTT platforms entertaining viewers, including Netflix and Hotstar, India will be the world’s largest OTT market after the US

Source

રૂપિયા 5 હજારની લોન લઈ શો સુધી પહોંચ્યો કન્ટેસ્ટન્ટ, નેહા કક્કડે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી

www.divyabhaskar.co.in |

નેહા કક્કડ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી લગ્નને લઈ ચર્ચામાં રહ્યા હતા. પણ આ વખતે તેઓ દરિયાદિલીને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત આવી ગયા છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.

સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થઈ ગયું. ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે.

નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કડની તાજેતરમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન થયા છે. તેમના લગ્નને લઈ ફેન્સ ખૂબ જ સરપ્રાઈઝ હતા. લગ્ન બાદ તેમની વેડિંગ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Contestant reached the show with a loan of Rs 5,000, Neha Kakkade helped financially with Rs 1 lakh

Source

શ્વેતા નંદા અને વાઈફ જયા સાથે અમિતાભ બચ્ચને એડ શૂટ કરી, ફેમિલી ફોટો શેર કરી કહ્યું- 'ફેમિલી એટ વર્ક'

www.divyabhaskar.co.in |

બોલિવૂડના મહાનાયક કોરોના મહામારીની વચ્ચે બેક ટુ બેક શૂટિંગ કરી રહ્યા છે. ગેમ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 12' સિવાય બિગ બીએ એક નવી એડનું શૂટિંગ પૂરું કર્યું છે જેમાં તેમની સાથે તેની પત્ની જયા બચ્ચન અને દીકરી શ્વેતા નંદા પણ સામેલ છે.

અમિતાભ બચ્ચનના પરિવાર સાથે શૂટિંગ કરતા ફેમિલી ટાઈમ પણ એન્જોય કર્યો. હાલમાં જ બિગ બીએ સેટ પરથી એક ફેમિલી ગ્રુપ ફોટો શેર કર્યો છે જે તેમણે ક્લિક કર્યો છે. તેમાં દીકરી શ્વેતા માસ્ક લગાવીને મોબાઈલ પકડતી દેખાઈ છે. આ ફોટો શેર કરીને અમિતાભ બચ્ચને ઇન્સ્ટા પર લખ્યું કે, 'ફેમિલી એટ વર્ક.'

અન્ય એક ફોટો બિગ બીએ ટ્વિટર પર પણ શેર કર્યો છે. તેમાં પરિવારનો લુક અલગ છે. શ્વેતા અને જયા બચ્ચને હેવી જ્વેલરી પહેરેલી છે.

આ પહેલાં પણ બિગ બી અને જયા બચ્ચન ઘણી જ્વેલરી બ્રાન્ડની એડમાં સાથે દેખાયા છે. આ સિવાય એક બ્રાન્ડ શૂટ દરમ્યાન અમિતાભ અને જયા કેટરીના કૈફના પેરેન્ટ્સ પણ બની ચૂક્યા છે. બિગ બીનો આખો પરિવાર જુલાઈમાં કોરોનગ્રસ્ત હતો અને તેમાંથી સાજા થયા બાદ બિગ બીએ KBC 12નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ પહેલીવાર છે કે જ્યારે જયા અને શ્વેતાએ લોકડાઉન બાદ શૂટિંગ કર્યું હોય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Amitabh Bachchan Shoots Advertisement With Daughter Shweta Nanda And Wife Jaya, Shares Family Photo And Says ‘Family At Work’

Source

શાહરુખ ખાનની દીકરી સુહાનાએ મિરર સેલ્ફી શેર કરી, યૂઝર્સે કહ્યું કે…

gujarati.oneindia.com |
નવી દિલ્હીઃ અભિનેતા શાહરુખ ખાનની દીકરી સુહાના હજી ભણી રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર તે કોઈ સેલિબ્રિટિ જેટલી જ મશહૂર છે. તેમની તસવીર હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એકવાર ફરી તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

Source

અક્ષય અને શાહરુખથી વધુ ટ્વિટર યુઝ કરે છે સોનુ સૂદ, ટ્વિટિટના ટ્વિટર એન્ગેજમેન્ટ લિસ્ટમાં ચોથા નંબર પર, PM મોદી ટોપ પર

www.divyabhaskar.co.in |

બોલિવૂડ સ્ટાર્સ તેના ફેન્સના ટચમાં રહેવા માટે હાલ ટ્વિટરનો સૌથી વધુ યુઝ કરી રહ્યા છે. કોરોના મહામારી દરમ્યાન સૌથી વધુ ટ્વિટર યુઝ કરવાની બાબતમાં સોનુ સૂદનું નામ પહેલી હરોળમાં આવ્યું છે, જેણે શાહરુખ ખાન, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સને ટ્વિટર એન્ગેજમેન્ટમાં પાછળ રાખી દીધા છે. સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ 'ટ્વિટિટ' દ્વારા ઓક્ટોબરના એનાલિસિસનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં સોનુ સૂદ ચોથા નંબર પર છે.

આ કેટેગરીઝમાં થયું એનાલિસિસ
ટ્વિટિટ દ્વારા જે કેટેગરીઝની વચ્ચે આ એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં રાજકારણી, જર્નલિસ્ટ, બિઝનેસ લીડર્સ, ફાઉન્ડર અને ઇન્વેસ્ટર્સ, ખેલાડી, શેફ, લેખક, કોમેડિયન અને મૂવી સ્ટાર્સ સામેલ હતા. વડાપ્રધાન મોદી આ લિસ્ટમાં સૌથી ટોપ પર છે. બીજા નંબર પર રાહુલ ગાંધી છે. ત્રીજા પર વિરાટ કોહલી અને ચોથા નંબર પર સોનુ છે.

લોકડાઉનથી જ સોનુ સતત એક્ટિવ
શાહરુખ ખાનના ટ્વિટર પર 41.3 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે સોનુના માત્ર 4.6 મિલિયન એટલે કે શાહરુખના ફોલોઅર્સનો દસમો ભાગ. તેમ છતાં સોનુએ 2.4 મિલિયન એન્ગેજમેન્ટ સાથે બોલિવૂડ સ્ટાર્સના લિસ્ટમાં ટોપ પર છે. સોનુની વાત કરીએ તો તે પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત ટ્વિટર યુઝ કરી રહ્યો છે.

આ છે લિસ્ટના બાકીના સ્ટાર્સ
શાહરુખ ખાન માત્ર મૂવી સ્ટાર્સવાળા લિસ્ટમાં 7.3 લાખ એન્ગેજમેન્ટ સાથે બીજા નંબર પર જ્યારે અક્ષય કુમાર 6.72 લાખ એન્ગેજમેન્ટ સાથે ત્રીજા નંબર પર છે. અનુપમ ખેર 4.2 લાખ એન્ગેજમેન્ટ સાથે ચોથા નંબર પર અને રિતેશ દેશમુખ 4.2 લાખ એન્ગેજમેન્ટ સાથે પાંચમા નંબર પર છે. પૂજા હેગડે ટોપ 10માં સામેલ છે અને તેનું એન્ગેજમેન્ટ 2.51 લાખ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


According To An Analytics Report By Twitteet, Sonu Sood Left Behind All Bollywood Stars In Twitter Engagement Race

Source

અમદાવાદ : સાણંદ પીપીઈ કીટના અયોગ્ય નિકાલનો મામલો, હોસ્પિટલે કરી સ્પષ્ટતા

gujarati.oneindia.com |
અમદાવાદ : સાણંદ પીપીઈ કીટના અયોગ્ય નિકાલનો મામલો, હોસ્પિટલે કરી સ્પષ્ટતા

Source

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષની ધરપકડ, NCBએ બંનેની 4.30 કલાક પૂછપરછ કરી

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. તેના પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ ચાલુ છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી. શનિવારે રાત્રે ભારતીને NCBની ઑફિસમાં જ રાખવામાં આવશે. આવતીકાલે રવિવારે ભારતીને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈસ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

પૂછપરછ માટે ભારતી સિંહ NCBની ઑફિસે પહોંચી હતી
ભારતીની સાથોસાથ તેના પતિ હર્ષ લિંબાચિયાને પણ NCBની ઑફિસે લાવવામાં આવ્યો હતી

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

કોણ છે ભારતી સિંહ?
ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે 'ધ કપિલ શર્મા શૉ'માં દેખાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શૉઝ કર્યા જેમાં 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB raid on comedian Bharti Singh’s Mumbai home, raids in Andheri, Versova and Lokhandwala in Mumbai

Source

રણવીરની નવી જાહેરાત પર સુશાંતનું અપમાન કરવાનો આક્ષેપ, ચાહકોના આક્રોશ બાદ કંપનીએ ચોખવટ કરી

www.divyabhaskar.co.in |

હાલમાં જ સ્નેક બ્રાન્ડ બિંગોએ નવી જાહેરાત રિલીઝ કરી હતી. આ જાહેરાતમાં રણવીર સિંહ છે. જોકે, દિવંગત સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ આ જાહેરાત એક્ટરના અપમાન તરીકે જોઈ છે. ચાહકોનો આક્ષેપ છે કે રણવીરે વીડિયોમાં ફિઝિક્સની ટર્મ્સમનો ઉપયોગ કરીને જે મોનોલોગ કહ્યો છે, તે સુશાંતની મજાક ઉડાવે છે. વિવાદ એ હદે વધ્યો કે સ્નેક બ્રાન્ડે જાહેરાત પર સ્પષ્ટતા આપી હતી.

વીડિયોમાં શું છે?
વીડિયોમાં રણવીર બિંગોનું પેકેટ હાથમાં લઈ વૃદ્ધો-મોટેરાઓની વચ્ચે ઘેરાયેલો છે. આ તમામ લોકો રણવીરને પૂછે છે, 'બેટા, આગે કા ક્યા પ્લાન હૈ?' જવાબમાં રણવીર ઘણી જ સ્પીડમાં મોનોલોગ 'પેરાડોક્સિકલ ફોટોઝ ઓફ અતરંગી અલ્ગોરિથમ કો E = mc2 મેં લગાકર ઈન્ટરસ્ટેલર મિત્ર મંડલ કોન્ફરન્સ કે એલિયન્સ કી ફીલિંગ્સ મેચ કરને કા પ્લાન હૈં', બોલે છે. આ મોનોલોગમાં ફિઝિક્સની ટર્મ્સનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ રીતે પ્રતિક્રિયા આપી
એક યુઝરે કહ્યું હતું, 'રણવીર સિંહ કેવી રીતે SSRની મજાક ઉડાવી શકે? તારી હિંમત કેવી રીતે થઈ? જોકર. તું આખી દુનિયાની નફરતનો હકદાર છો.'

અન્ય એક યુઝરે કહ્યું હતું, 'પેરાડોક્સિકલ ફોન્ટો, E = mc2, એલિયન્સની ફીલિંગ..આ બધાનો ઉપયોગ કરીને તારો અર્થ શું છે? તમે એવા વ્યક્તિને ટાર્ગેટ કરો છો, જે પોતાને બચાવી પણ ના શક્યો, પરંતુ અમે બચાવ કરીશું.'

એક યુઝરે કહ્યું હતું, 'જુઓ કેવી રીતે રણવીર સિંહ તથા બિંગો સાથે મળીને SSRની મજાક ઉડાવી રહ્યા છે? તેની ટેગલાઈન 'બ્રાન્ડ ભારત કા, લેકિન ભારત પર ગૌરવ નહીં', એવી જોઈએ.

એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'રણવીર સિંહ, તું કેટલો બકવાસ માણસ છે? સુશાંત સિવાય કોઈને સાયન્સ અંગે વાત કરતાં સાંભળ્યા નથી. તમે લોકોએ તેની મજાક ઉડાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. તેની આત્માનું કંઈક તો સન્માન કરો.'

કંપનીએ શું ચોખવટ કરી?
DNAના રિપોર્ટ પ્રમાણે, જ્યારે સોશિયલ મીડિયામાં બિંગોને બૉયકોટ કરવાની માગણી ઊઠે તો કંપનીએ ચોખવટ કરી હતી અને કહ્યું હતું કે આ જાહેરાત સુશાંત સિંહ રાજપૂતના મોત પહેલા ગયા વર્ષે ઓક્ટોબર 2019માં શૂટ કરવામાં આવી હતી. કોરોનાને કારણે બિંગો પોતાની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી શક્યું નહીં. આથી જ આ જાહેરાત આ વર્ષે રિલીઝ કરવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Allegations of insulting Sushant over Ranveer’s new advertisement

Source

error:
Scroll to Top