gujarati.oneindia.com | અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો અને વિરાટ-અનુષ્કા માતાપિતા બની ગયા. ત્યારથી જ ફેન્સ બંનેની નાની ગુડિયાનો પહેલા ફોટાની રાહ જોઈ રહ્યા છે. હવે વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરીની સુંદર ઝલક બતાવીને જણાવ્યુ
બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ દિયા મિર્ઝાની પૂર્વ મેનેજર રાહિલા ફર્નીચરવાલાની ધરપકડ કરી છે. રાહિલા ઉપરાં તેની બહેન શાહિસ્તા તથા બ્રિટિશ નાગરિક કરણ સજનાનીની પણ ધરપકડ કરી છે. એજન્સીને આ કાર્યવાહી દરમિયાન 200 કિલો ગાંજો જપ્ત કર્યો હતો.
સૌ પહેલાં NCB કરણ સજનાની સુધી પહોંચી હતી ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, NCBએ કહ્યું હતું કે વિશેષ માહિતીના આધારે NCBએ બ્રાંદ્રા વેસ્ટમાં એક કૂરિયરમાં ગાંજો જપ્ત કર્યો હતો. આગળની કાર્યવાહીમાં ખાર, વેસ્ટ સહિત બ્રિટિશ નાગરિક કરણ સજનાનીના ઘરેથી મોટી માત્રામાં ગાંજો જપ્ત કર્યો હતો. સજનાનીના ખુલાસા બાદ રાહિલા ફર્નીચરવાલા પાસેથી ગાંજો મળી આવ્યો હતો. આ સાથે જ રાહિલાની બહેન શાહિસ્તા પાસે પણ ગાંજો હતો. આ રીતે કુલ 200 કિલો ગાંજો જપ્ત કર્યો હતો.
કરણે પ્રતિબંધિત ડ્રગ્સ પેક કરાવ્યું હતું રિપોર્ટ પ્રમાણે, પ્રતિબંધિત ડ્રગ્સ કરણ સજનાનીએ પેક કરાવ્યું હતું અને તે મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ ક્લાયન્ટ્સને મોકલવાનો હતો. કરણ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલો છે અને તે અનુજ કેસવાનીનો સપ્લાયર છે. NCBએ પહેલાં જ અનુજની ધરપકડ કરી લીધી છે.
બોલિવૂડમાં ડ્રગ્સ કેસની તપાસ ચાલુ છે સુશાંત સિંહ રાજપૂતની ડેડબૉડી 14 જૂન, 2020ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવી હતી. સુશાંતના મોત બાદ CBI, NCB તથા ED આ કેસની તપાસ કરે છે. જોકે, હજી સુધી તપાસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. ડ્રગ્સ એંગલમાં સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીને એક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. રિયાનો ભાઈ શોવિક પણ ત્રણ મહિના જેલમાં રહ્યો હતો.
આ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, અર્જુન રામપાલ સહિતના સેલેબ્સની પૂછપરછ થઈ હતી. 30થી વધુ ડ્રગ્સ પેડલર અરેસ્ટ થયા છે.
NCB સુશાંતના નિકટના સાથી ઋષિકેશ પવારની શોધમાં NCB આ કેસમાં હવે સુશાંતના નિકટના સાથી ઋષિકેશ પવારની શોધમાં છે. તે પોતાના ઘરેથી ફરાર છે. અનેકવાર સમન્સ પાઠવવા છતાંય તે NCB સમક્ષ હાજર થયો નથી. NCBએ ઋષિકેશની શોધ માટે એક ટીમ બનાવી છે.
'સુલતાન', 'ભારત' અને 'ટાઇગર ઝિંદા હૈ' જેવી ફિલ્મોના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર હાલ સિક્રેટ વેડિંગને લઈને ચર્ચામાં છે. અલીએ 3 જાન્યુઆરીના રોજ દેહરાદૂનમાં ફ્રાન્સની અલિસિયા સાથે લગ્ન કર્યાં હતાં. અલિસિયા ફિલ્મ 'ભારત'માં દિશા પટનીના સોન્ગ 'સ્લો મોશન'માં બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. આ ફિલ્મના સેટ પર અલી અને અલિસિયા વધુ ક્લોઝ આવ્યા અને બંનેએ લગ્ન કરી લીધા.
જોકે, અલી આવા પહેલા સેલેબ નથી જેને કોઈ વિદેશી પાર્ટનર પસંદ કર્યો હોય. અગાઉ પણ બોલિવૂડના ઘણા સેલેબ્સને વિદેશીઓએ એટ્રેક્ટ કર્યા છે અને પછી તે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. નજર કરીએ આવા જ સેલેબ્સ પર…
પ્રિયંકા ચોપરા
ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂકેલી દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ ડિસેમ્બર, 2018માં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા. બંને એક અવોર્ડ શો દરમ્યાન વધુ નજીક આવ્યા હતા જ્યાં તેમની પહેલી મુલાકાત થઇ હતી. ત્યારબાદ ડેટિંગ શરૂ થયું અને બંનેએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં સાત ફેરા લીધા. નિક ક્રિશ્ચન છે અને પ્રિયંકા હિન્દૂ, માટે લગ્ન બંને રીતિ-રિવાજોથી થયા હતા.
પ્રિટી ઝિન્ટા
પ્રિટી ઝિન્ટાએ તેનાથી 10 વર્ષ નાના અમેરિકન મૂળના જિન ગુડઇનફ સાથે લગ્ન કરી લીધા હતા. 29 ફેબ્રુઆરી, 2016ના રોજ કપલે લોસ એન્જલસમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં સાત ફેરા લીધા હતા. લગભગ 6 મહિના પછી પ્રિટી અને જિનના વેડિંગ ફોટોઝ સામે આવ્યા હતા.
શ્રિયા સરન
'ગલી ગલી મેં ચોર હૈ' અને 'દ્રશ્યમ' જેવી બોલિવૂડ ફિલ્મોની હિરોઈન રહેલી શ્રિયા સરને માર્ચ, 2018માં સિક્રેટલી લગ્ન કરી લીધા હતા. તેણે રશિયન મૂળના ટેનિસ પ્લેયર આન્દ્રેઈ કોશેચેવ સાથે હિન્દૂ રીતરિવાજથી લગ્ન કર્યાં હતાં.
લીઝા હેડન
લીઝાએ 29 ઓક્ટોબર, 2016ના રોજ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાણી સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ થાઈલેન્ડના ફુકેતમાં સ્થિત અમનપુરી વચ્ચેના બીચ રિઝોર્ટમાં લગ્ન કર્યાં હતાં. જેના ફોટો લીઝાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. લીઝાનો પતિ મૂળ પાકિસ્તાનના બ્રિટિશ એન્ત્રોપ્રેન્યોર ગુલ્લુ લલવાણીનો દીકરો છે.
સેલિના જેટલી
'જાનશીં'થી બોલિવૂડ ડેબ્યુ કરનારી સેલિનાએ ઓસ્ટ્રિયા બેઝ્ડ પીટર હાગ સાથે જુલાઈ, 2011માં લગ્ન કર્યાં હતાં. માર્ચ 2012માં સેલિનાએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યા. ત્યારબાદ પાંચ વર્ષ પછી સપ્ટેમ્બર 2017માં તે ફરીવાર ટ્વિન્સ બાળકોની માતા બની. તેમાંથી એક બાળક શમશેર હાર્ટ પ્રોબ્લેમને કારણે બચી શક્યું નહીં અને મૃત્યુ પામ્યું. સેલિના છેલ્લે 2012માં આવેલી ફિલ્મ 'વિલ યુ મેરી મી'માં દેખાઈ હતી.
કંગના રનૌત વિરુદ્ધ હવે ભટિંડા, પંજાબમાં માનહાનીની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ 73 વર્ષીય દાદી મોહિન્દર કૌરે કરી છે, જેને ખેડૂત આંદોલન દરમ્યાન કંગનાએ શાહીન બાગના બિલકિસ બાનો કહ્યા હતા. શુક્રવારે મોહિન્દર કૌરના વકીલ રઘબીર સિંહે જણાવ્યું કે, કંગના વિરુદ્ધ IPCની કલમ 499 (માનહાની) અને 500 (માનહાની ની સજા) હેઠળ ફરિયાદ ફાઈલ થઇ છે. કોર્ટ આના પર 11 જાન્યુઆરીએ સુનાવણી કરશે.
'કમેન્ટને કારણે માનસિક સ્ટ્રેસ સહન કરવો પડ્યો' મોહિન્દર કૌરે કહ્યું છે કે એક્ટ્રેસે તેની ટ્વીટમાં તેમની તુલના એક અન્ય મહિલા સાથે કરીને ખોટા આરોપ લગાવ્યા છે કે આ એ જ દાદી હતા, જે શાહીન બાગના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે ફરિયાદમાં લખ્યું છે કે આ પ્રકારની કમેન્ટ કરીને એક્ટ્રેસે તેમની પ્રતિષ્ઠા અને સાખને નુકસાન પહોચાડ્યું છે.
દાદીનો દાવો છે કે ખોટા અને સ્કેન્ડલસ ટ્વીટને કારણે તેમને તેમના પરિવારના સભ્યો, સંબંધીઓ, પાડોશીઓ, ગામના લોકો અને સામાન્ય લોકોની નજરમાં માનસિક તણાવ, દર્દ, હેરાનગતિ, અપમાન, પ્રતિષ્ઠાને નુકસાન અને માનહાનીનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં કંગનાએ કોઈ શરત વગર માફી માગવાનું કષ્ટ પણ ન લીધું.
કંગનાએ શું લખ્યું હતું તેની પોસ્ટમાં ખેડૂત આંદોલન વચ્ચે કંગનાએ મોહિન્દર કૌર સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું, 'હાહાહા તે એ જ દાદી છે, જેમને ટાઈમ મેગેઝીનના કવર પર સૌથી પાવરફુલ ઇન્ડિયન કહેવામાં આવ્યા હતા. તે 100 રૂપિયામાં અવેલેબલ છે. પાકિસ્તાની પત્રકારોએ ભારત માટે શરમજનક રીતે ઇન્ટરનેશનલ PRને હાઇજેક કરી લીધા છે. આપણે ઇન્ટરનેશનલ લેવલ પર બોલવા માટે આપણા જ લોકોની જરૂર છે.'
કંગનાએ નામ લીધા વગર મોહિન્દર કૌરને શાહીન બાગમાં CAA અને NCRના વિરોધમાં સામેલ થયેલા બિલકિસ બાનો ગણાવ્યા હતા. જોકે, કંગના આ પોસ્ટને લઈને ટ્રોલ થતા તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
મોહિન્દર કૌરે ફટકાર લગાવી હતી કંગનાની પોસ્ટ વાઇરલ થયા બાદ મોહિન્દર કૌરે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'કંગનાને શું ખબર ખેતી શું હોય છે? તે પાગલ છે. તેણે જે પણ કહ્યું તેના પર કલંક છે. કંગનાને શું ખબર કે ખેડૂતની કમાણી શું હોય છે. જ્યારે પરસેવો વહે છે, લોહી ઉકળે છે, ત્યારે પૈસા આવે છે. ખેતીથી પૈસા કમાવવા ઘણા કઠિન છે. કંગનાએ મારા પર ઘણો ખોટો આરોપ લગાવ્યો છે.'
મોહિન્દર કૌરે આ જ ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું હતું કે તેમના ખેતરમાં કામ પૂરા નથી થતા, તો આવામાં તે 100 રૂપિયા માટે પ્રદર્શનમાં સામેલ થવા કેમ જશે? તેમના જણાવ્યા અનુસાર કંગનાએ જે કંઈપણ કહ્યું, તે ખોટી વાત છે. તેમણે કંગનાને ગુરુવાણીનો પાઠ ભણાવ્યો અને સલાહ આપી હતી કે ક્યારેય કોઈ માટે ખોટું બોલવું જોઈએ નહીં.
ટીવી એક્ટ્રેસ પ્રિટી તલરેજાએ પતિ અભિજીત પેટકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પ્રિટી સતત સોશિયલ મીડિયામાં પોતાની સાથે થઈ રહેલી મારપીટ અંગે લખતી આવી છે. તે સૌ પહેલાં મુંબઈ પોલીસ પાસે પોતાની ફરિયાદ લઈને ગઈ હતી પરંતુ કોઈએ તેની વાત ના સાંભળી તો તેણે સોશિયલ મીડિયામાં CM ઉદ્ધવ ઠાકરે, PMOને ટૅગ કરીને પોતાની આપવીતી કહી હતી.
હવે, ખડકપાડા કલ્યાણ પોલીસે પ્રિટીની ફરિયાદ પર તેના પતિ વિરુદ્ધ કેસ કર્યો છે. ફરિયાદની નકલ સુમન હોલેએ શૅર કરી હતી.
શું છે પૂરો ઘટનાક્રમ? પ્રિટીએ જીમ ઓનર અભિજીત પેટકર સાથે ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. થોડાં દિવસ પહેલાં જ પ્રિટીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને મહારાષ્ટ્ર સરકાર, પોલીસ તથા અન્ય લોકો પાસે મદદ માગી હતી. પોતાની પોસ્ટમાં પ્રિટીએ કહ્યું હતું કે તેનો પતિ અભિજીત મુસ્લિમ છે અને બંનેએ મસ્જિદમાં નિકાહ કર્યાં હતા. જોકે, તેમને મસ્જિદમાંથી કોઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. હવે અભિજીત, પ્રિટીને ધર્મ બદલવાની વાત કહીને મારપીટ કરે છે.
પ્રિટીએ મારપીટની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી છે.
એક પોસ્ટમાં પ્રિટીએ લખ્યું હતું કે તેના પતિ અભિજીતે તેને એમ કહ્યું હતું કે તે મુસ્લિમ છે પરંતુ ધર્મ પરિવર્તનના કોઈ દસ્તાવેજ તેની પાસે નથી. તે અત્યારે પણ લીગલ ડોક્યુમેન્ટ્સમાં પોતાનું નામ અભિજીત પેટકર જ લખે છે. તે ત્રણ વર્ષથી પ્રેમના નામે તેની સાથે વિશ્વાસઘાત કરતો હતો. શું સારા ભવિષ્ય માટે કોઈને પ્રેમ કરવો અથવા કોઈની પર વિશ્વાસ કરવો એ ભૂલ છે.
બોલિવૂડ એક્ટ્રેસ રીના રોય 64 વર્ષના થયા છે. તેમનો જન્મ સાત જાન્યુઆરી, 1957માં મુંબઈમાં થયો હતો. રીનાનું સાચું નામ સાયરા અલી હતું. 1972થી 1985 સુધી તેઓ બોલિવૂડમાં એક્ટિવ રહ્યાં હતાં.
રીનાએ ફિલ્મી કરિયરમાં 'જાની દુશ્મન', 'નાગિન', 'કાલીચરણ', 'વિશ્વનાથ', 'આશા' સહિત ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. રીનાની પ્રોફેશનલ લાઈફને બદલે અંગત જીવનની ચર્ચા વધુ થતી હતી. બોલિવૂડમાં જે સમયે રીના કરિયરની ટોચ પર હતાં તે જ સમયે તેમનું અફેર શત્રુધ્ન સિંહા સાથે ચાલતું હતું.
શત્રુધ્નની પત્નીને અફેર અંગે ખબર હતી 9 જુલાઈ, 1980ના રોજ શત્રુધ્ન સિંહાએ પૂનમ સાથે લગ્ન કર્યાં હતાં. આ સમયે શત્રુધ્નનું નામ રીના રોય સાથે ચર્ચાતુ હતું. એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ને કહ્યું હતું કે રીના સાથે તેમના સંબંધો સાત વર્ષ સુધી રહ્યાં હતાં. બંનેએ આ સમયે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમની જોડી ચાહકોને ઘણી જ પસંદ હતી.
અન્ય એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ન સિંહાની પત્ની પૂનમે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને પતિ તથા રીના વચ્ચેના અફેર અંગેની બધી જ ખબર હતી. જ્યારે તેને અફેર અંગે ખબર પડી ત્યારે તે બંનેના જીવનથી દૂર થઈ ગયા હતા. જોકે, શત્રુધ્ન એવી યુવતી સાથે લગ્ન કરવા નહોતા માગતા, જેના પર તે વિશ્વાસ ના કરતા હોય. તેને ખ્યાલ હતો કે લગ્ન બાદ પણ બંને વચ્ચે અફેર રહ્યું હતું.
ન્યૂઝપેપર તથા મેગેઝિનમાં શત્રુધ્ન તથા રીનાના અફેર અંગેના સમાચારો છપાય ત્યારે પૂનમને ઘણું જ દુઃખ થતું હતું. શત્રુધ્ન સામે એ મુશ્કેલી હતી કે તે પ્રેમ કે લગ્નમાંથી કોની પસંદગી કરે. શત્રુધ્ન તથા પૂનમના પરિવારે એક્ટરને સમજાવ્યો હતો અને પછી શત્રુધ્ને રીનાનો સાથ છોડ્યો હતો.
એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ને કહ્યું હતું, 'રીના સાથે મારો અંગત સંબંધ રહ્યો હતો. લોકો કહે છે કે લગ્ન બાદ રીના પ્રત્યેની મારી ફીલિંગ બદલાઈ ગઈ હતી. જોકે, મારા મતે તો તે વધી ગઈ હતી. હું નસીબદાર છું કે તેમણે તેમના જીવનના સાત વર્ષ મને આપ્યા હતા.' ઉલ્લેખનીય છે કે પૂનમ તથા શત્રુને બે દીકરાઓ લવ-કુશ તથા દીકરી સોનાક્ષી છે.
સોનાક્ષીની તુલના રીના રોય સાથે કરવામાં આવતી હતી સોનાક્ષીએ ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ સમયે એવી ચર્ચા થતી હતી કે સોનાક્ષીનો ચહેરો શત્રુધ્ન સિંહાની પૂર્વ પ્રેમિકા રીના રોય સાથે મળતો આવે છે.
સોનાક્ષીનો ચહેરો પોતાના ચહેરા સાથે મળતો આવતો હોવાની ચર્ચાથી રીના રોયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતોને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે સોનાક્ષીનો ચહેરો તેની માતા પૂનમ સાથે મળતો આવે છે. રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી દીકરી સનમ જન્મી હતી. જોકે, રીના રોયે મોહસિન ખાનને ડિવોર્સ આપી દીધા હતા.
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણના ડિઝાઈનર સ્વપ્નિલ શિંદેએ મંગળવારે પોતે ટ્રાન્સવુમન છે એવો ઘટસ્ફોટ કર્યો છે. આ સિવાય તેણે પોતાનું નામ બદલીને સ્વપ્નિલ શિંદેથી સાયશા શિંદે પણ રાખી દીધું છે. સ્વપ્નિલ શિંદેએ આ વાતની સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને કરી છે. આ ફોટોમાં તેઓ એક છોકરી તરીકે દેખાઈ રહ્યા છે.
ફોટો સિવાય તેણે એક નોટ પણ શેર કરી છે. એમાં તેણે જણાવ્યું છે કે તેને પોતાની લૈંગિકતાને લઈને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નોટની કેપ્શનમાં સ્ટાઇલિસ્ટે પોતાના નામ સાયશાનો અર્થ સમજાવતાં લખ્યું, 'સાયશાનો અર્થ થાય છે એક સાર્થક જીવન. મારો પ્લાન પણ મારા જીવનને સાર્થક બનાવવાનો છે.'
6 વર્ષ પહેલાં સ્વીકાર્યું હતું પોતાનું ટ્રાન્સવુમન હોવાનું સત્ય સાયશાએ તેની નોટમાં લખ્યું, 'મેં મારાં ઘણાં વર્ષો ખુદને ગે સમજીને વિતાવ્યાં, કારણ કે હું પુરુષો પ્રત્યે આકર્ષિત હતી, પણ આજથી 6 વર્ષ પહેલાં મને ખુદ વિશે ખબર પડી કે હું ગે નહીં, ટ્રાન્સવુમન છું. ત્યારે મેં મારા આ સત્યને સ્વીકારી લીધું હતું. હવે હું તમને બધાને આ વાત જણાવવા ઈચ્છું છું કે હું ગે નથી, ટ્રાન્સવુમન છું.'
સાયશાએ જ્યારથી પોતાનો ટ્રાન્સવુમન હોવાની સ્પષ્ટતા કરી છે તો તેને સોશિયલ મીડિયા પર તેના સહકર્મીઓ અને ઘણાં બોલિવૂડ સેલેબ્સનો પ્રેમ અને સપોર્ટ પણ મળી રહ્યો છે. જણાવી દઈએ કે સાયશા કરીના-દીપિકા સિવાય સની લિયોન, કિઆરા અડવાણી, શ્રદ્ધા કપૂર, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા જેવી ઘણી બોલિવૂડ એક્ટ્રેસની પણ ડિઝાઈનર છે.
gujarati.oneindia.com | અભિનેત્રી મલાઈકા અરોરા ઘણી વાર પોતાની ફિટનેસ અને યોગા માટે નવી ઓળખ બનાવી ચૂકી છે. તેની ખૂબી એ રહી છે કે તે 40ની ઉંમર પાર કર્યા બાદ પણ પોતાના ગ્લેમરસ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આ વખતે પણ