કરટ

કંગના સામે હિન્દુ-મુસ્લિમમાં ભાગલાનો આરોપ, બાન્દ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા; બહેન રંગોલી પણ આરોપી

www.divyabhaskar.co.in |

ખેડૂતોના અપમાન બાદ કંગના રનૌત પર ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈની બાન્દ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ કોમવાદ નફરત ફેલાવવાની કલમો હેઠળ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ સાહિલ અશરફ અલી સૈયદ નામની વ્યક્તિની યાચિકા પર સુનાવણી બાદ આપ્યો. સાહિલ અશરફ અલી સૈયદે તેની અરજીમાં જણાવ્યું છે કે ‘કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.’

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

સજાની શું જોગવાઈ છે? – સેક્શન 153 Aમાં ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. જો ગુનો કોઈ ધાર્મિક સ્થળ પર થાય તો સજા 5 વર્ષની પણ થઇ શકે છે. જ્યારે સેક્શન 504માં બે વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

યાચિકા ફાઈલ કરનારનો કંગના પર શું આરોપ છે?
સાહિલ અશરફ અલી સૈયદે તેની યાચિકામાં લખ્યું છે કે 'કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે.

તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાનાં ઘણાં ટ્વીટ રાખ્યાં.

કંગના રનૌત વિરુદ્ધ બાંદ્રા કોર્ટે જાહેર કરેલી આદેશની કોપી.

પૂરતા પુરાવા મળ્યા તો કંગના અરેસ્ટ થઇ શકે છે
કેસમાં 12th કોર્ટ બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાની અને યોગ્ય કાર્યવાહી તેમજ તપાસના આદેશ આપ્યા છે. કંગનાની પૂછપરછ થઇ શકે છે અને જો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળે છે તો તેની ધરપકડ પણ થઇ શકે છે.

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


એક્ટ્રેસ વિરુદ્ધ કર્ણાટકમાં 4 દિવસ પહેલાં પણ એક FIR ફાઈલ થઈ હતી, ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો છે.

Source

રજનીકાંતે હાઇકોર્ટમાં યાચિકા ફાઈલ કરી, કોર્ટે કહ્યું- અમારો સમય વેડફવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશનને રિમાઇન્ડર મોકલો

www.divyabhaskar.co.in |

તમિળ સુપરસ્ટાર રજનીકાંતે તેમના મેરેજ હોલના પ્રોપર્ટી ટેક્સને લઈને ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં યાચિકા ફાઈલ કરી હતી, તેના પર બુધવારે સુનાવણી થઇ. આ દરમ્યાન કોર્ટમાં રજનીકાંતને ઉચાટનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટે તેમને તેમનો સમય વેડફવા માટે ફટકાર લગાવી હતી.

આ હતો રજનીકાંતનો આરોપ
તેમણે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનની તે માગ વિરુદ્ધ યાચિકા ફાઈલ કરી હતી જેમાં તેમને તેમના મેરેજ હોલ શ્રી રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમ માટે 6.5 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. સુપરસ્ટારે આ માગને અનુચિત ગણાવી છે.

રજનીકાંતે તેમની યાચિકામાં લખ્યું કે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે 24 માર્ચથી તેમનો મેરેજ હોલ બંધ છે. આવામાં જ્યારે કોઈ કમાણી જ નથી થઇ તો ટેક્સ કઈ વાતનો માગી રહ્યા છે? તેમના જણાવ્યા મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6.5 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ઠપકારવો અયોગ્ય છે. એક્ટરે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદન પણ આપ્યું હતું જેનો કોઈ જવાબ મળ્યો ન હતો.

કોર્ટે શું જવાબ આપ્યો?
કોર્ટે કહ્યું કે તેમણે કોર્ટનો સમય વેડફવાને બદલે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનને રિમાઇન્ડર મોકલવું જોઈતું હતું. ત્યારબાદ સુપરસ્ટારના વકીલે કોર્ટ પાસે કેસ પરત લેવાની પરવાનગી માગી.

રજનીકાંત છેલ્લે 'દરબાર'માં દેખાયા હતા
69 વર્ષીય રજનીકાંત છેલ્લે 'દરબાર' ફિલ્મમાં દેખાયા હતા જે 9 જાન્યુઆરીએ રિલીઝ થઇ હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેમની અપકમિંગ ફિલ્મ 'અન્નાઠે' છે જેની રિલીઝ ડેટ હજુ જાહેર નથી થઇ.

આ જ વર્ષે માર્ચમાં તેમણે જાહેર કર્યું હતું કે તે ટૂંક સમયમાં તેમની ખુદની પોલિટિકલ પાર્ટી જાહેર કરશે. તેમણે કહ્યું હતું કે તે એવી પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે જેનો લીડર મુખ્યમંત્રી નહીં બને.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રજનીકાંત ટૂંક સમયમાં ખુદની પોલિટિકલ પાર્ટીની જાહેરાત કરશે. ખુદ સુપરસ્ટારે લોકડાઉન પહેલાં માર્ચમાં કહ્યું હતું.

Source

કોર્ટે BMCને ખખડાવી, તોડવામાં સમય ના લાગ્યો તો જવાબ આપવામાં કેમ? આમ તો ઘણા ઝડપી છો, આ સાંભળી કંગનાએ કહ્યું, આંખમાં આંસુ આવી ગયા

www.divyabhaskar.co.in |

કંગના રનૌતના પાલી હિલ્સવાળા ઓફિસમાં તોડફોડને લઈને એક્ટ્રેસ તરફથી ફાઈલ થયેલી યાચિકા પર આજે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ શકે છે. બુધવારે ભારે વરસાદને કારણે હાઇકોર્ટ બંધ થવાના લીધે આજે, 24 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન BMCના વકીલે જવાબ આપવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. કંગનાના વકીલ પ્રદીપ થોરાટ હતા. BMCએ બે દિવસનો સમય માગતા જસ્ટિસ કઠાવાલા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમે કોઈનું ઘર તોડી નાખ્યું અને તમે આ તૂટેલી બિલ્ડિંગને વરસાદના સમયે આ રીતે રાખી શકો નહીં.

કોર્ટે એમ કહ્યું હતું કે આમ તો તમે બહુ ઝડપ બતાવો છો પરંતુ જ્યારે તમારા પર આક્ષેપો મૂકવામાં આવે અને જવાબ માગવામાં આવે ત્યારે તમે પાછા પડો છો. કોર્ટ હવે આવતીકાલ, 25 સપ્ટેમ્બરના રોજ ત્રણ વાગે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય જજે અરજી ઠીક ના હોવાની વાત પર નારાજગી પ્રગટ કરી હતી અને કંગનાના વકીલે માફી માગી હતી.

કંગનાને આંખમાં પાણી આવ્યા
કોર્ટના નિર્ણય બાદ કંગનાએ ટ્વીટ કર્યું કે, 'માનનીય કોર્ટના જજ, મારી આંખોમાં આંસુ આવી ગયા. મુંબઈના વરસાદમાં ખરેખર મારું ઘર તૂટી રહ્યું છે, તમે મારા તૂટેલા ઘર વિશે આટલું વિચાર્યું, આ મારા માટે ઘણું છે. મારી ઇજા પર મલમ લગાવવા માટે આભાર. મને એ બધું મળી ગયું જે મેં ખોયું હતું.'

મંગળવારે સુનાવણી દરમ્યાન બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં એક્ટ્રેસની ઓફિસ પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપનારા અધિકારી ભાગ્યવંત લાતે અને શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને પક્ષકાર બનાવવાની વાત કરી હતી. કંગનાએ સંજય રાઉતના ઉખાડી દીધુંવાળા સ્ટેટમેન્ટની સીડી હાઇકોર્ટમાં રજૂ કરી દીધી હતી ત્યારબાદ હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.

'મારું ઘર તોડવાને બદલે બિલ્ડિંગ પર ધ્યાન આપ્યું હોત તો 50 લોકોનો જીવ બચી જાત'

કંગનાએ ભિવંડીમાં બનેલી ઘટના પર BMC, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા સંજય રાઉત પર નિશાન સાધ્યું હતું. ભિવંડીમાં બે દિવસ પહેલા બિલ્ડિંગ પડી હતી અને 40થી વધુ લોકોના મોત થયા હતા.

9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના ઘણા ભાગને BMCએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટમાં કંગના રનૌતે યાચિકા ફાઈલ કરી આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. કોર્ટે આ કેસમાં કંગના પાસે 14 સપ્ટેમ્બરે અને BMC પાસે 18 સપ્ટેમ્બરે જવાબ માગ્યો હતો. એક્ટ્રેસે સોમવારે સપ્લિમેન્ટ્રી એફિડેવિટ ફાઈલ કરી.

BMCના આરોપ પર કંગનાના આરોપ
અગાઉ કંગનાએ બોમ્બે હાઇકોર્ટમાં BMCના એફિડેવિટ પર જવાબ આપતા કહ્યું હતું કે તેની ઓફિસ પર થયેલી BMCની કાર્યવાહી પક્ષપાતપૂર્ણ છે, તેણે એ વાત પણ નકારી કે જ્યારે કાર્યવાહી થઇ તે દરમ્યાન તેની ઓફિસમાં કોઈ બાંધકામ ચાલતું હતું. BMCએ કોઈ ગેરકાયદેસર બાંધકામના પુરાવા રજૂ નથી કર્યા.

તેણે આ વાત પણ નકારી કે તોડફોડને ગેરકાયદેસર ઘોષિત કરવા અને BMC પાસે વળતર તરીકે 2 કરોડ રૂપિયા માગવાની યાચિકા લીગલ પ્રોસેસનો દુરુપયોગ છે. તેણે કહ્યું કે, 'હું આ વાતને નકારું છું કે મેં ગેરકાયદેસર રીતે કઈ જોડ્યું કે ફેરફાર કર્યો જેવા કે આરોપો લગાવવામાં આવ્યા છે.'

હાઇકોર્ટે એક્ટ્રેસને રાહત આપી બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યાં સુધી કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી, કંગનાના વકીલનો દાવો છે કે ત્યાં સુધીમાં બંગલાનો 40% હિસ્સો પાડી દેવાયો હતો. તેમાં સોફા, ઝુમ્મર અને એન્ટિક આર્ટ પીસ સહિત ઘણી કિંમતી વસ્તુઓ પણ સામેલ છે.

એફિડેવિટમાં BMCએ આ કહ્યું હતું
એક્ટ્રેસની યાચિકા અને તેમાં માગવામાં આવેલી રાહત લીગલ પ્રોસેસનો દુરૂપયોગ કરે છે. માટે આ યાચિકા પર વિચાર કરવો ન જોઈએ અને તેને દંડ સાથે નકારી દેવી જોઈએ. BMCએ એફિડેવિટમાં એવું પણ સ્પષ્ટ કર્યું કે તેણે કઈ લીગલ પ્રોસેસ હેઠળ કંગનાની ઓફિસનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું છે.

BMCએ હાઇકોર્ટમાં ફાઈલ કરેલા એફિડેવિટમાં જણાવ્યું કે એક્ટ્રેસ કંગના રનૌતના ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોરના ટોયલેટને ગેરકાયદેસર રીતે રૂમમાં બદલવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ગેરકાયદેસર કિચનનું નિર્માણ કરવામાં આવ્યું. આ સિવાય પેન્ટ્રી, ટોયલેટ, કેબીન, પૂજા ઘર સહિત ઘણું બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સ પર BMCએ બુલડોઝર ચલાવ્યું હતું.

Source

error:
Scroll to Top