કનટસટનટ

રૂપિયા 5 હજારની લોન લઈ શો સુધી પહોંચ્યો કન્ટેસ્ટન્ટ, નેહા કક્કડે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી

www.divyabhaskar.co.in |

નેહા કક્કડ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી લગ્નને લઈ ચર્ચામાં રહ્યા હતા. પણ આ વખતે તેઓ દરિયાદિલીને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત આવી ગયા છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.

સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થઈ ગયું. ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે.

નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કડની તાજેતરમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન થયા છે. તેમના લગ્નને લઈ ફેન્સ ખૂબ જ સરપ્રાઈઝ હતા. લગ્ન બાદ તેમની વેડિંગ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Contestant reached the show with a loan of Rs 5,000, Neha Kakkade helped financially with Rs 1 lakh

Source

આ સીઝનની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ રૂબીના દિલૈક, માત્ર 14 દિવસ માટે તૂફાની સિનિયર સિદ્ધાર્થ શુક્લાએ 32 લાખ રૂપિયા લીધા

www.divyabhaskar.co.in |

ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ 14માં રૂબીના દિલૈક સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસને છેલ્લી ઘણી સીઝનથી શોમાં આવવા માટે ઓફર મળી રહી હતી જોકે તે સતત ના પાડી રહી હતી. પરંતુ આ વર્ષે એક્ટ્રેસ પતિ અભિનવ શુક્લા સાથે ઘરમાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રૂબીના આ શોમાં રહેવા માટે દરેક અઠવાડિયે 5 લાખ રૂપિયા ફી લઇ રહી છે. જ્યારે તેના પતિને તેનાથી અડધી રકમ મળી રહી છે.

આ છે સૌથી વધુ ફી લેનારા ટોપ 5 કન્ટેસ્ટન્ટ
રૂબીના દિલૈક- રૂબીના દર અઠવાડિયે 5 લાખ રૂપિયા લઈને શોની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે. હાલમાં રૂબીનાએ સલમાન પર પતિનું અપમાન કરવાનો આરોપ લગાવીને શો છોડવાની જીદ પકડી હતી. તેનું કહેવું છે કે તે આ શોમાં આવવા ઉતાવળા ન હતા અને રૂબીનાના કહેવા પર અભિનવ શોમાં આવ્યા છે આવામાં તેનું અપમાન કરવું યોગ્ય નથી.

જેસ્મિન ભસીન- ટીવી શો 'દિલ સે દિલ તક'માં આવેલી જેસ્મિન ભસીનને દર અઠવાડિયે 3 લાખ રૂપિયા મળી રહ્યા છે. આ સાથે એક્ટ્રેસ સીઝનની બીજી સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે. ઈમોશનલ થઈને ગેમ રમનારી જેસ્મિનના સલમાન ખાને પણ ઘણા વખાણ કર્યા છે.

સારા ગુરપાલ- શોના પહેલા જ અઠવાડિયે બેઘર થઇ ગયેલી પંજાબી સિંગર અને એક્ટ્રેસ સારા ગુરપાલ ત્રીજી સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ હતી. એક્ટ્રેસને દર અઠવાડિયે 2 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. સારાને ઘરમાંથી તૂફાની સિનિયર્સની સહમતીથી બહાર કાઢવામાં આવી હતી જેનાથી સિંગર ઘણી નારાજ થઇ હતી.

નિશાંત મલકાની- 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા' ફેમ એક્ટર નિશાંતને દર અઠવાડિયે 2 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. બિગ બોસ 14માં આવ્યા પહેલાં જ તેણે જૂનો શો છોડી દીધો હતો.

એજાઝ ખાન- ફિલ્મો અને ટીવી શોથી ફેમ મેળવનારા એજાઝ ખાનને શોમાં દર અઠવાડિયે 1.8 લાખ રૂપિયા મળી રહ્યા છે. પહેલા અઠવાડિયે એક્ટરની ગેમ ખાસ લાગી ન હતી પણ સલમાને તેને સમજાવ્યો ત્યારબાદ એજાઝ ખુલીને ગેમ રમી રહ્યા છે.

શહઝાદ દેઓલ સીઝનના સૌથી સસ્તા કન્ટેસ્ટન્ટ
શોમાં આ પાંચ સભ્યો સિવાય પવિત્રા પુનિયા અને અભિનવ શુક્લાને દર અઠવાડિયે 1.5 લાખ રૂપિયા, નિક્કી તંબોલીને 1.2 લાખ રૂપિયા, રાહુલ વૈદ્યને 1 લાખ રૂપિયા અને જાન કુમાર સાનુને 80 હજાર રૂપિયા મળી રહ્યા છે. શહઝાદ દેઓલને આ સીઝનમાં સૌથી ઓછી ફી 50 હજાર રૂપિયા મળી રહી હતી. તે બુધવારે શોમાંથી બહાર નીકળી ગયા હતા.

બે અઠવાડિયા ઘરમાં રહેવા માટે તૂફાની સિનિયર્સને લાખો રૂપિયા મળ્યા
સિદ્ધાર્થ શુક્લા- 32 લાખ રૂપિયા

હિના ખાન- 25 લાખ રૂપિયા

ગૌહર ખાન- 20 લાખ રૂપિયા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bigg Boss 14 Contestant Fees: Rubina DilaIK Is The Highest Paid Contestant Of This Season, Toofani Senior Siddharth Shukla Get Rs. 32 Lakhs For Just 14 Days

Source

બિગ બૉસ 14માં થયા 3 શૉકિંગ એવિક્શન, આ કન્ટેસ્ટન્ટ થયા શોમાંથી બહાર!

gujarati.oneindia.com |
મુંબઈઃ બિગ બૉસ 14 ત્રીજા સપ્તાહમાં પહોંચી ગયુ છે. જેમ જેમ શો આગળ વધી રહ્યો છે તેમ એક પછી એક નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. શો વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, એક ટાસ્ક હાર્યા બાદ સિદ્ધાર્થ

Source

'બિગ બોસ 14'ના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ રાધે માની જિંદગી કોન્ટ્રોવર્સીથી ભરપૂર છે, ડોલી બિન્દ્રાએ 2015માં યૌન શોષણનો કેસ ફાઈલ કરાવ્યો હતો

www.divyabhaskar.co.in |

ટીવીના વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 14ની આ સીઝનમાં ખુદને દેવી માનો અવતાર ગણાવનારા રાધે માની એન્ટ્રી થવાની છે. ચેનલે તેની પહેલી ઝલક પણ શેર કરી દીધી છે. ખબર મુજબ તો રાધે મા આ વર્ષની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે.

હાલમાં જ આવેલા બોલિવૂડ લાઈફના સમાચાર મુજબ રાધે મા ઉર્ફ સુખવિન્દર કૌરને શોમાં આવવા માટે દર અઠવાડિયે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આટલી વધુ ફી સાથે રાધે મા આ સીઝનના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ છે. અમુક સમાચાર એવા પણ છે કે રાધે મા બિગ બોસના ઘરમાં માત્ર એક જ અઠવાડિયું રહેશે.

વિવાદિત સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં
સુખવિન્દર કૌર ગુરદાસપુર જિલ્લામાં જન્મી હતી. નાની ઉંમરે જ ભક્તિ માર્ગે નીકળી પડેલી સુખવિન્દરને રાધે મા નામથી ઓળખ મળી. વિચિત્ર કપડાં, બોલ-ચાલ અને અલગ જ પ્રકારે મુશ્કેલીઓનું સમાધાન કાઢવા માટે તે ઘણા ફેમસ થયા. તેઓ તેમના ફેન્સને આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ પણ બોલે છે.

આ કોન્ટ્રોવર્સીને કારણે રાધે મા ચર્ચામાં રહ્યા

  • બિગ બોસ 4માં દેખાયેલી ડોલી બિન્દ્રા રાધે મા ની ભક્ત રહી ચૂકી છે. એક્ટ્રેસે 2015માં રાધે મા અને તેના અમુક ભક્તો પર મલાડ પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ફરિયાદ દાખલ કરી હતી. ડોલીનો આરોપ હતો કે રાધે મા તેને તેની સાથે ચંદીગઢ સ્થિત એક પંજાબના પોલીસ ઓફિસરના ઘરે લઇ ગઈ હતી. ત્યાં તેઓ તેને એક અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે ફોર્સ કરી રહ્યા હતા. વન ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર તે અજાણ્યો વ્યક્તિ ટલ્લી બાબા નામનો એક માણસ હતો જે રાધે મા સાથે કામ કરતો હતો.
  • ડોલીએ તેની ફરિયાદમાં રાધે મા પર એવો પણ આરોપ લગાવ્યો કે તેના અમુક ભક્તોએ બધા સામે તેની સાથે ખરાબ વર્તન કર્યું. આરોપ એવો પણ હતો કે રાધે માના દીકરાએ ડોલી સામે પોતાના કપડાં ઉતાર્યા હતા. ઓગસ્ટ 2016માં ડોલી બિન્દ્રાએ કહ્યું કે રાધે માના અમુક ભક્ત તેને ધમકી આપી રહ્યા છે.
  • સ્પોટબોયના રિપોર્ટ મુજબ મુંબઈ આધારિત બિઝનેસમેન સંજય ગુપ્તાની દીકરીએ રાધે મા અને તેના સાસુ-સસરા વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપવાનો અને ઘરેલુ હિંસાની ફરિયાદ ફાઈલ કરી હતી. મહિલાનો આરોપ હતો કે રાધે મા તેના સાસુ સસરાને આવું બધું કરવા માટે ભડકાવે છે.
  • વર્ષ 2015માં રાધે માની ઓફિશિયલ વેબસાઈટ હેક થઇ ગઈ હતી. હેકરે વેબસાઈટ પર રાધે માના અમુક વિવાદિત ફોટોઝ શેર કર્યા હતા જેમાં તે મીની સ્કર્ટ અને બૂટ્સ પહેરીને ઘણા બોલ્ડ અંદાજમાં હતા. ફોટોમાં તે બે વ્યક્તિને લલચાવતા દેખાયા હતા.
2015માં રાધે માના ફોટોઝ વાઇરલ થયા હતા.

રાધે મા પહેલાં બિગ બોસ 10માં સ્વામી ઓમ સામેલ થયા હતા. વિચિત્ર વાતો કરનારા બાબાની બિગ બોસ જર્ની ઘણી વિવાદિત રહી હતી. સ્વામી ઓમે શો દરમ્યાન ઘણા લોકો પર વિવાદિત કમેન્ટ કરી હતી. એટલું જ નહીં એક ટાસ્ક જીતવા માટે તેમણે બાની જે અને રોહન મેહરા પર પેશાબ ફેંક્યો હતો. ત્યારબાદ સલમાન ખાને તેમની કડક નિંદા કરીને શોમાંથી બહાર કાઢી દીધા હતા. આવામાં વર્ષો પછી આવી કોઈ પર્સોનાલિટીને શોમાં જોવા દર્શકો માટે રસપ્રદ રહેશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Life Of The Most Expensive Contestant Radhe Maa Of ‘Bigg Boss 14’ Full Of Controversy, Dolly Bindra Filed A Case Of Physical Abuse In 2015

Source

error:
Scroll to Top