કગન

ડિરેક્ટરે કહ્યું, કંગના સાથે કામ કરવાનો અનુભવ પીડાજનક રહ્યો, તે સેટ પર એક્ટર્સને ડિરેક્ટ કરવા લાગી હતી

www.divyabhaskar.co.in |

કંગના રનૌત સ્ટારર ફિલ્મ 'સિમરન' (2017) ડિરેક્ટ કરી ચૂકેલા ડિરેક્ટર હાંસલ મેહતાના જણાવ્યા મુજબ એક્ટ્રેસ સાથે કામ કરવાનો તેમનો અનુભવ ઘણો પીડાજનક રહ્યો. તેમના અનુસાર તો આ એવી યાદ છે, જેના વિશે તે વિચારવા પણ નથી ઇચ્છતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ક્યારેક ક્યારેક તો તેમને લાગે છે કે કાશ તેમણે આ ફિલ્મ બનાવી જ ન હોત.

'કંગના બીજા એક્ટર્સને ડિરેક્ટ કરવા લાગી હતી'
હફિંગટન પોસ્ટ ઇન્ડિયા સાથેની વાતચીતમાં પોતાનો અનુભવ શેર કરતા મેહતાએ કહ્યું, 'આ ફિલ્મ સંપૂર્ણ રીતે મારા કંટ્રોલમાંથી બહાર નીકળી ગઈ હતી. સ્થિતિ સુખદ ન હતી. તે સેટ પર સંપૂર્ણ ચાર્જ લઈને બીજા એક્ટર્સને ડિરેક્ટ કરવા લાગી હતી. મેં ઘણા બધા રૂપિયા પણ ગુમાવ્યા, જેની સાથે તેને કોઈ લેવા દેવા ન હતા.'

મેહતાએ આગળ કહ્યું, 'આર્થિક રીતે આ ફિલ્મ મને ઘણી ભારે પડી.' તેમના જણાવ્યા મુજબ, આ ફિલ્મના સેટ પર જે થયું, તેની અસર તેની માનસિક સ્થિતિ પર પણ થઇ. તેમણે કહ્યું, 'સિમરનને લઈને મને પસ્તાવો છે, પરંતુ મને કોઈ કળવાશ નથી.'

લાંબા સમયથી કંગના સાથે વાત નથી થઇ
હંસલ મેહતાના જણાવ્યા મુજબ તેના મનમાં કંગના માટે કોઈ કળવાશ નથી. પરંતુ લાંબા સમયથી તેમની વાત નથી થઇ. તેમણે કહ્યું, 'ટ્વિટર પર અમારું સારું આદાન પ્રદાન થાય છે. તેણે મને એક દિવસ ચા માટે બોલાવ્યો હતો, જેથી બધું ઠીક થઇ શકે. વાતચીત કરવાનું કોઈ કારણ નથી. તેની સાથે મુલાકાત સારી રીતે થાય છે. મારા મનમાં તેના માટે કોઈ ખરાબ ભાવના નથી.'

હંસલના મતે કંગના અદભુત એક્ટ્રેસ છે
હંસલ મેહતા મુજબ, બધી વસ્તુથી ઉપર કંગના ઘણી સારી એક્ટ્રેસ છે. તેણે કહ્યું, 'તે અદભુત એક્ટ્રેસ છે. માટે કોણ જાણે છે કે કાલે કંઈક એવું થાય કે અમે કોઈ ફિલ્મ ફરીવાર સાથે કરી રહ્યા હોય. મને તેના માટે કોઈ કળવાશ નથી.' 'સિમરન' ફિલ્મ 15 સપ્ટેમ્બરે 2017માં રિલીઝ થઇ હતી અને બોક્સઓફિસ પર 17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Hansal Mehta Talks About His Painful Time With Kangana Ranaut On Simran Set

Source

કંગના રનૌત પર ન્યાયપાલિકાના અપમાનનો આરોપ, એક્ટ્રેસ વિરુદ્ધ 10 દિવસમાં ત્રણ FIR ફાઈલ થઇ, કંગનાએ કહ્યું- મને જેલ મોકલવાની પૂરી તૈયારી કરી રહ્યા છે

www.divyabhaskar.co.in |

કંગના રનૌત વિરુદ્ધ મુંબઈમાં વધુ એક FIR ફાઈલ થઇ છે. હવે તેના પર ન્યાયપાલિકા વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક પોસ્ટ કરવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ બેઝ્ડ વકીલ અલી કાશીફ ખાન દેશમુખે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેની ફરિયાદમાં એક્ટ્રેસ પર બે ધાર્મિક સમુદાયો વચ્ચે વિદ્રોહ અને મતભેદ પેદા કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

દેશમુખે ફરિયાદમાં શું લખ્યું
દેશમુખે ફરિયાદમાં લખ્યું છે કે એક્ટ્રેસની અંદર દેશની વિવિધતા અને કાયદાનું સન્માન નથી. ત્યાં સુધી કે તે ન્યાયપાલિકાની હાંસી ઉડાવે છે. બાંદ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા તો કંગનાએ 'પપ્પુ સેના' ટર્મનો ઉપયોગ કરીને ન્યાયપાલિકા વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક ટ્વીટ કર્યા. આ કેસમાં 10 નવેમ્બરે અંધેરી કોર્ટમાં સુનાવણી થશે.

કંગનાએ વળતો પ્રહાર કર્યો- હું જેલમાં જવા તૈયાર
કંગનાએ આ બાબતે તેની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'કેન્ડલ માર્ચ ગેંગ, અવોર્ડ વાપસી ગેંગ જુઓ શું હાલત થાય છે, તમારી જેમ નહીં. મારી સામે જુઓ, મારી જિંદગીનો અર્થ છે, મહારાષ્ટ્રમાં ફેસિસ્ટ સરકાર સામે સાચી લડાઈ લડી રહી છું, તમારા બધા જેવી ફ્રોડ નથી.'

કંગનાએ આગળ લખ્યું કે, 'હું સાવરકર, નેતા બોઝ અને ઝાંસીની રાણી જેવા લોકોને માનું છું. આજે સરકાર મને જેલમાં નાખવાની પૂરી તૈયારી કરી રહી છે, હું જેલમાં જવા અને એ જ બધી દયાજનક ઘટનાઓમાંથી પસાર થવા તૈયાર છું જે મારા પ્રેરણામૂર્તિઓએ વેઠી હતી.'

આમિર ખાનને આડે હાથ લીધો
કંગનાએ આમિર ખાને ટેગ કરી અસહિષ્ણુતા બાબતે ફટકાર્યો છે. તેણે લખ્યું કે, 'જેમ રાણી લક્ષ્મીબાઈનો કિલ્લો તોડી નાખ્યો હતો એમ મારું ઘર તોડી નાખ્યું, જેમ સાવરકર જીને વિદ્રોહ માટે જેલમાં નાખ્યા એમ મને પણ જેલ મોકલવાની પૂરી ટ્રાય થઇ રહી છે, ઇન્ટોલરન્સ ગેંગને જઈને કોઈ પૂછો કેટલા કષ્ટ સહન કર્યા છે તેમણે આ ઇન્ટોલરન્સ દેશમાં?'

10 દિવસમાં કંગના વિરુદ્ધ ત્રીજી FIR
કંગના વિરુદ્ધ 10 દિવસની અંદર આ ત્રીજી FIR ફાઈલ થઇ છે. લગભગ 10 દિવસ પહેલાં ખેડૂતોના અપમાનના આરોપમાં તુમકુર (કર્ણાટક)માં કયાથાસાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ. તેના વિરુદ્ધ ફરિયાદ કરનાર વકીલ એલ રમેશ નાઈકે યાચિકામાં લખ્યું કે ખેતી સાથે જોડાયેલા બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને કંગનાએ તેનું અપમાન કર્યું છે.

5 દિવસ પહેલાં કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદની યાચિકા પર સુનાવણી કરતા બાંદ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો હતો. સાહિલ અશરફે એક્ટ્રેસ અને તેની બહેન રંગોલી પર બોલિવૂડમાં ધર્મના નામે ભાગલા પડાવવાનો આરોપ લગાવ્યો છે, મુંબઈ પોલીસે પૂછપરછ માટે કંગનાને 26 ઓક્ટોબર અને રંગોલીને 27 ઓક્ટોબરે બોલાવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફરિયાદીનો આરોપ છે કે કંગના રનૌત દેશની વિવિધતા અને કાયદાનો આદર કરતી નથી.

Source

ભાઈની દુલ્હન જોઈ ભાવુક થઈ કંગના – 'તેમણે પોતાના દિલનો હિસ્સો કાપીને અમને આપી દીધો'

gujarati.oneindia.com |
મંડીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત હાલમાં પોતાના હિમાચલ પ્રદેશ સ્થિત ઘરમાં છે. તે રોજ પરિવાર સાથે પોતાના વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. હવે કંગનાએ પોતાના ભાઈના લગ્નનો પણ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઘણી ખુશ દેખાઈ રહી

Source

કંગના સામે હિન્દુ-મુસ્લિમમાં ભાગલાનો આરોપ, બાન્દ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા; બહેન રંગોલી પણ આરોપી

www.divyabhaskar.co.in |

ખેડૂતોના અપમાન બાદ કંગના રનૌત પર ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈની બાન્દ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ કોમવાદ નફરત ફેલાવવાની કલમો હેઠળ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ સાહિલ અશરફ અલી સૈયદ નામની વ્યક્તિની યાચિકા પર સુનાવણી બાદ આપ્યો. સાહિલ અશરફ અલી સૈયદે તેની અરજીમાં જણાવ્યું છે કે ‘કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.’

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

સજાની શું જોગવાઈ છે? – સેક્શન 153 Aમાં ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. જો ગુનો કોઈ ધાર્મિક સ્થળ પર થાય તો સજા 5 વર્ષની પણ થઇ શકે છે. જ્યારે સેક્શન 504માં બે વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

યાચિકા ફાઈલ કરનારનો કંગના પર શું આરોપ છે?
સાહિલ અશરફ અલી સૈયદે તેની યાચિકામાં લખ્યું છે કે 'કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે.

તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાનાં ઘણાં ટ્વીટ રાખ્યાં.

કંગના રનૌત વિરુદ્ધ બાંદ્રા કોર્ટે જાહેર કરેલી આદેશની કોપી.

પૂરતા પુરાવા મળ્યા તો કંગના અરેસ્ટ થઇ શકે છે
કેસમાં 12th કોર્ટ બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાની અને યોગ્ય કાર્યવાહી તેમજ તપાસના આદેશ આપ્યા છે. કંગનાની પૂછપરછ થઇ શકે છે અને જો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળે છે તો તેની ધરપકડ પણ થઇ શકે છે.

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


એક્ટ્રેસ વિરુદ્ધ કર્ણાટકમાં 4 દિવસ પહેલાં પણ એક FIR ફાઈલ થઈ હતી, ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો છે.

Source

પહેલાં જેવી થવા માટે કંગના સવારે ઉઠીને જોગિંગ કરી રહી છે, ટ્વિટર યુઝરે લખ્યું- બસ તમારા દિમાગમાં ભરાયેલું ભુસું ઓછું કરી નાખો

www.divyabhaskar.co.in |

કંગના રનૌત હાલ લેટ રાજકારણી જયલલિતાની બાયોપિક 'થલાઈવી'નું શૂટિંગ કરી રહી છે. એક્ટ્રેસના જણાવ્યા મુજબ તેણે આ ફિલ્મ માટે 20 કિલો વજન વધાર્યું હતું. કંગનાએ ટ્વીટ કર્યું કે, 'થલાઈવી માટે મેં 20 કિલો વજન વધાર્યું હતું. હવે જ્યારે તેને પૂરું કરવાની નજીક આવી ગઈ છું તો મારી પહેલાંની સાઈઝ, ફુર્તી, મેટાબોલિઝમ અને ફ્લેક્સિબિલિટી મેળવવી જરૂરી છે. જલ્દી ઉઠવાનું અને પછી જોગિંગ/ વોક પર જવાનું. કોણ-કોણ મારી સાથે છે?

ટ્વિટર યુઝરે આવી કમેન્ટ કરી
કંગનાના ટ્વીટ બાદ ઘણા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'આંટી જી બસ તમારા દિમાગમાં ભરાયેલું ભુસું ઓછું કરી નાખો.. બાકી બધું ઠીક છે.'

વાત એમ છે કે, કંગનાએ હાલમાં જ તનિષ્કની તે એડને લવ જેહાદને પ્રોત્સાહન આપનારી ગણાવી હતી, જેમાં હિન્દૂ છોકરીને મુસ્લિમ પરિવારની વહુ દેખાડવામાં આવી હતી. તેને લઈને લોકો તેને ખરું ખોટું કહી રહ્યા છે.

એક યુઝરે તેની અને અજય દેવગણની ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ'નો ફોટો શેર કર્યો અને લખ્યું છે, 'ગેંગસ્ટરની પત્ની બનીને ભક્તોની દીદી હિન્દૂ ધર્મની રક્ષા કરી રહી છે.'

થોડા દિવસ પહેલાં એક શેડ્યુઅલ પૂરું થયું
કંગનાએ આ પહેલાં 11 ઓક્ટોબરે 'થલાઈવી'ના સેટ પરના અમુક ફોટોઝ શેર કર્યા હતા. તેણે લખ્યું હતું કે, 'જયા માના આશીર્વાદથી 'થલાઈવી- ધ રિવોલ્યુશનરી લીડર'નું વધુ એક શેડ્યુઅલ પૂરું થયું. કોરોના બાદ ઘણી વસ્તુઓ અલગ છે. પરંતુ એક્શન વચ્ચે અને કટ પહેલાં કોઈ ફેરફાર નથી. આભાર ટીમ.' આ સાથે તેણે ફિલ્મના પ્રોડ્યુસર્સ વિષ્ણુ વર્ધન ઇન્દુરી, શૈલેષ આર સિંહ અને એ.એલ વિજયને ટેગ કર્યા હતા.

ત્રણ ભાષામાં ફિલ્મ રિલીઝ થશે
'થલાઈવી' તમિલનાડુના ભૂતપૂર્વ સીએમ જયલલિતાની બાયોપિક છે જે હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. એ.એલ વિજયના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ પહેલાં 26 જૂને રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે 7 મહિના સુધી તેનું શૂટિંગ ન થઇ શક્યું. આને કારણે રિલીઝ ડેટ આગળ ધકેલવી પડી. 4 ઓક્ટોબરે કંગનાએ ફરીવાર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.

ડિજિટલ રિલીઝને નકારી દીધી છે કંગનાએ
વચ્ચે એવી ચર્ચા થઇ રહી હતી કે ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ શકે છે. જોકે, આ વાતને નકારતા કંગનાએ કહ્યું હતું કે, આ ફિલ્મ ડિજિટલી રિલીઝ ન થઇ શકે. કારણકે આ બિગ બજેટ ફિલ્મ છે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana Ranaut Gained 20 Kg Weight For Thalaivi, Now She Started Reducing It

Source

કંગના રનૌતે 'થલાઈવી'ના સેટ પરની તસવીરો શૅર કરી, જયલલિતાના રોલમાં જોવા મળી

www.divyabhaskar.co.in |

કંગનાએ હાલમાં જ હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ 'થલાઈવી'નું એક શિડ્યૂઅલ પૂરું કર્યું હતું. કંગનાએ સેટ પરની કેટલીક તસવીરો પણ શૅર કરી હતી. આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ CM જયલલિતાના જીવન પર આધારિત છે. કંગના લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહોતું.

કંગના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા જેવી લાગી
કંગના શૅર કરેલી તસવીરોમાં જયલલિતા જેવી જ જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કંગના બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં જોવા મળે છે. તસવીરો શૅર કરીને કંગનાએ કહ્યું હતું, 'જયા માના આશીર્વાદને કારણે 'થલાઈવી'નું અન્ય એક શિડ્યૂઅલ પૂરું થઈ ગયું. કોરોનાકાળમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જોકે, એક્શન તથા કટની વચ્ચે કંઈ જ બદલાયું નથી. પૂરી ટીમનો આભાર.'

આ પહેલા પણ તસવીર શૅર કરી હતી
કંગનાએ શૂટિંગ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર એ એલ વિજય સાથે વાત કરતી હોય તેવી તસવીર શૅર કરી હતી. આ ફિલ્મથી ભાગ્યશ્રી 23 વર્ષે ફિલ્મમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તેનો મહત્ત્વનો રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ કારણે ક્લાઈમેક્સનું શૂટિંગ બાકી
સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે કે મેકર્સ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન શૂટ કરી શકતા નથી. માનવામાં આવે છે કે ક્લાઈમેક્સ સીન માટે ઓછામાં ઓછા 350 લોકોની જરૂર છે પરંતુ કોરોનાકાળમાં આટલી મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાની પરવાનગી નથી. આ જ કારણે મેકર્સ પરિસ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોઈ રહ્યા છે.

ત્રણ ભાષામાં ફિલ્મ રિલીઝ થશે
કંગનાએ ગયા વર્ષે નવેમ્બરમાં ‘થલાઈવી’નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મને વિષ્ણુ ઈન્દુરી પ્રોડ્યૂસ કરી રહ્યાં છે જ્યારે ડિરેક્શન એલ વિજયનું છે. 1965થી લઈને 1973 સુધી જયલલિતાએ એમજીઆર સાથે 28 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 1965માં ‘આઈરાથિલ ઓરુવન’ જયલલિતાની એમજીઆર સાથેની પહેલી ફિલ્મ હતી. ‘થલાઈવી’ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે.

એમજીઆરના રોલમાં અરવિંદ સ્વામી
17 જાન્યુઆરીના રોજ એમજી રામચંદ્રનની 103મી બર્થ એનિવર્સરી હતી, આથી મેકર્સે અરવિંદ સ્વામીનો એમજીઆર તરીકેનો લુક રિલીઝ કર્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana Ranaut shares photos of ‘Thalaivi’ set, seen in Jayalalithaa’s role

Source

કોરોના વિરુદ્ધ પીએમ મોદીના અભિયાનને મળ્યો બોલિવૂડ સેલેબ્સનો સાથ, સલમાન, કંગના, ટાઇગર સહિત ઘણા સ્ટાર્સ બોલ્યા- 2 ગજનું અંતર અને માસ્ક જરૂરી છે

www.divyabhaskar.co.in |

વડાપ્રધાન મોદીએ કોરોના મહામારીથી બચવા માટે ગુરુવારે સોશિયલ મીડિયા પર એક નવા જન આંદોલનની શરૂઆત કરી, જેને #યુનાઇટ ટુ ફાઇટ કોરોના નામ આપવામાં આવ્યું છે. આ દરમ્યાન અમુક ટ્વીટ કરીને તેમણે લોકોને 2 ગજનું અંતર રાખીને માસ્ક પહેરવાની અપીલ કરી છે. તેમના આ અભિયાનને બોલિવૂડ સેલેબ્સનો ઘણો સપોર્ટ મળી રહ્યો છે અને તેઓ તેમના ટ્વીટને રીટ્વીટ કરીને આ બીમારીથી સાવધાની રાખવા માટે કહી રહ્યા છે.

બોલિવૂડના સ્ટાર્સ જેવા કે સલમાન ખાન, કંગના રનૌત, રાજકુમાર રાવ, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, અનિલ કપૂર, જેકી શ્રોફ, શંકર મહાદેવન અને નિમ્રત કૌરે લોકોને મોદીનું ટ્વીટ શેર કરીને માસ્ક પહેરીને અંતર જાળવવાની અપીલ કરી છે.

સલમાને લખ્યું- ભાઈઓ, બહેનો અને મિત્રો
પીએમના ટ્વીટને રીટ્વીટ કરી સલમાને લખ્યું કે, 'ભાઈઓ, બહેનો અને મિત્રો આ મુશ્કેલ સ્થિતિમાં માત્ર ત્રણ કામ કરો, 6 ફિટનું અંતર રાખો, માસ્ક પહેરો અને હાથ ધોવા સાથે સેનિટાઇઝ કરતા રહો. કોવિડ વિરુદ્ધ પ્રધાનમંત્રી મોદીના જન આંદોલનને લાગુ કરો. કમ ઓન જલ્દી કરો ઇન્ડિયા.'

કંગના રનૌત
કંગનાએ તેના ટ્વીટમાં લખ્યું, 'કોરોના વૈશ્વિક મહામારીએ આપણને ઘણા ઝટકા આપ્યા પરંતુ આને આપણને એકબીજાની નજીક લાવી દીધા છે, આવું પહેલાં ક્યારેય નથી થયું. ચાલો કોરોના સામે લડીને એકજુથ થવાનો સંકલ્પ લઈએ.'

ટાઇગર શ્રોફ
ટાઇગરે અમુક ટ્વીટમાં લખ્યું, 'ચાલો કોરોના સામે લડીએ એક થઇ જઈએ. એકસાથે મળીને આપણે કરી શકીએ છીએ અને સફળ પણ થઈશું. કૃપા કરીને માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ રાખો.'

કૃતિ સેનન
કૃતિએ ટ્વીટમાં લખ્યું કે, 'આના માટે આપણે એક થઈને લડવાનું રહેશે. કોરોના વિરુદ્ધ લડાઈમાં આપણા વડાપ્રધાનના જન આંદોલનને હું સમર્થન આપું છું. બે ગજનું અંતર, માસ્ક છે જરૂરી. કૃપા તમારા હાથને સતત ધોતા રહો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો.'

રાજકુમાર રાવ
રાજકુમારે લખ્યું, 'બે ગજનું અંતર, માસ્ક છે જરૂરી. હાથ વારંવાર ધોવા રોજ, આ છે મારી વેક્સીનનો ડોઝ.'

કાર્તિક આર્યન
કાર્તિક આર્યને લખ્યું, 'આ રેસને જીતવા માટે તમારો ચહેરો કવર કરો, 6 ફિટનું અંતર રાખો, તમારા હાથને ધોતા રહો. કોરોના વિરુદ્ધની આ લડાઈની શરૂઆત મારાથી જ થાય છે. હું કોરોના વિરુદ્ધ વડાપ્રધાનના જન આંદોલનને સપોર્ટ કરું છું.'

અનિલ કપૂર
પીએમના ટ્વીટને રીટ્વીટ કરીને અનિલ કપૂરે લખ્યું, 'સાવધાન રહો, માસ્ક પહેરો, તમારા હાથ ધોવો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો.'

જેકી શ્રોફ
જેકીએ લખ્યું, 'મારું માસ્ક જ મારી વેક્સીન છે, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી. જો હું સુરક્ષિત રહીશ તો તમે પણ. હું કોરોના સામે વડાપ્રધાનના જન આંદોલનને સમર્થન આપું છું.'

શંકર મહાદેવન

નિમ્રત કૌર

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Many Bollywood Celebs Supports PM Narendra Modi’s Campaign For Covid 19

Source

કંગના રનૌતની યાચિકા પર બોમ્બે હાઇકોર્ટે સુનાવણી પૂરી કરી નિર્ણય સુરક્ષિત રાખી લીધો, એક્ટ્રેસે BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે

www.divyabhaskar.co.in |

BMC દ્વારા કંગનાની ઓફિસમાં થયેલા તોડફોડ કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી પૂરી થઇ ગઈ છે. જસ્ટિસ એસ જે કથાવાલા અને જસ્ટિસ આર આઈ ચાગલાની બેન્ચે સોમવારે બંને પક્ષોના લેખિત સબમિશન સ્વીકારી લીધા છે. દલીલ સાંભળ્યા બાદ કોર્ટે તેનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે.

શું છે કંગનાની દલીલ?
કંગનાના વકીલ વીરેન્દ્ર સરાફે યાચિકામાં આરોપ લગાવ્યો હતો કે BMCએ તેની ઓફિસમાં તોડફોડ ખરાબ હેતુ સાથે કરી છે. તેમનું કહેવું છે કે કંગનાએ મુંબઈ પોલીસ વિરુદ્ધ કમેન્ટ કરી હતી ત્યારબાદ મહારાષ્ટ્રની શિવસેના સરકારે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી.

એક્ટ્રેસે કોર્ટને આગ્રહ કર્યો કે તેની બિલ્ડિંગના એક ભાગને પાડી દેવાની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી BMCને તેને વળતર તરીકે 2 કરોડ રૂપિયાનો આદેશ આપવામાં આવે.

BMCએ બચાવમાં શું કહ્યું?
BMCએ લેખિત એફિડેવિટમાં ખરાબ હેતુ અને અંગત વેરની ભાવનાથી કાર્યવાહી કરવાની વાતને નકારી દીધી છે. BMCએ એવું પણ કહ્યું કે કંગના દ્વારા બંગલાના આંશિક ભાગને પાડ્યા બદલ વળતર તરીકે માગવામાં આવેલા 2 કરોડ રૂપિયા વિચાર યોગ્ય નથી.

બંગલાને 40% પાડી દેવાયો હતો
8 સપ્ટેમ્બરે BMCએ કંગનાની ઓફિસ પર નોટિસ લગાવી હતી અને ગેરકાયદેસર બાંધકામને લઈને 24 કલાક અંદર જવાબ માગ્યો હતો. પરંતુ બીજે દિવસે કંગના મુંબઈ પહોંચે તે પહેલાં જ ઓફિસમાં તોડફોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી.

9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના ઘણા ભાગને BMCએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટમાં કંગના રનૌતે યાચિકા ફાઈલ કરી આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું.

હાઇકોર્ટે એક્ટ્રેસને રાહત આપી બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યાં સુધી કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી, કંગનાના વકીલનો દાવો છે કે ત્યાં સુધીમાં બંગલાનો 40% હિસ્સો પાડી દેવાયો હતો. તેમાં સોફા, ઝુમ્મર અને એન્ટિક આર્ટ પીસ સહિત ઘણી કિંમતી વસ્તુઓ પણ સામેલ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કંગના રનૌતે તેના એક સ્ટેટમેન્ટમાં મુંબઈની સરખામણી POK સાથે કરી હતી. ત્યારબાદ આખો વિવાદ શરૂ થયો હતો.

Source

યુપીમાં દલિત યુવતી સાથે થયેલી ગેંગરેપની ઘટનાથી કંગના આક્રોશમાં, કહ્યું- આ બળાત્કારીઓને જાહેરમાં ગોળી મારો

www.divyabhaskar.co.in |

યુપીમાં દલિત યુવતી સાથે થયેલી ગેંગરેપની ઘટના તથા તેના મોત બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. એક્ટ્રેસ કંગનાએ પણ આ અંગે એક ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેણે આરોપીઓને જાહેરમાં ગોળી મારવાની ડિમાન્ડ કરી છે.

કંગનાએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'આ બળાત્કારીઓને સાર્વજનિક રૂપથી ગોળી મારો. સામૂહિક દુષ્કર્મોની સંખ્યા વધતી જાય છે તો આનું શું સમાધાન છે? આ દેશ માટે કેટલો દુઃખદ તથા શરમજનક દિવસ છે. અમે શરમ અનુભવીએ છીએ, કારણ કે અમે અમારી દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ રહ્યા. #RIPManishaValmiki'

જીવન સામેનો જંગ હારી ગઈ પીડિતા
14 સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં છેલ્લાં 15 દિવસથી પીડિતા હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે ઝઝૂમતી હતી. જોકે, તેણે દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં 29 સપ્ટેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આરોપીઓએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી નાખી હતી અને કરોડરજ્જુ તોડી નાખી હતી અને દુપટ્ટાથી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ તેમને મૃત સમજીને ખેતરમાં મૂકીને જતા રહ્યા હતા.

14 સપ્ટેમ્બરે શું બન્યું હતું?
પરિવારના જણાવ્યા પ્રમાણે, તે દિવસ સવારે પીડિતા પોતાનો મોટા ભાઈ તથા માતા ગામના જંગલમાં ઘાસ કાપવા ગયા હતા. જ્યારે ઘાસનો એક પૂડો બંધાઈ ગયો તો મોટો ભાઈ તેને લઈ ઘરે જતો રહ્યો. પછી ખેતરમાં માતા તથા દીકરી એકલા રહ્યાં હતાં. માતા આગળ ઘાસ કાપતી હતી. દીકરી થોડે દૂર ઘાસ ભેગું કરતી હતી. આ દરમિયાન ચાર આરોપીઓ પીડિતાના ગળામાં દુપટ્ટો નાખીને તેને ઘસડીને બાજરીના ખેતરમાં લઈ ગયા અને તેની પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે #RIPManishaValmiki
આ ઘટનાના વિરોધમાં સોશિયલ મીડિયામાં આક્રોશ જોવા મળ્યો હતો. ટ્વિટર પર #RIPManishaValmiki, CBI4HathrasGangRape, #JusticeForManishaValmiki જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood actress kangana ranaut reaction on up hathras dalit girl

Source

હાથમાં કમળનું ફૂલ લઈને કંગના રાજ્યપાલને મળી, કહ્યું- હું કોઈ રાજકારણી નથી, રાજકારણ સાથે મારે કોઈ લેવા-દેવા નથીકંગના રનૌતે આજે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે. કંગના પોતાની બહેન રંગોલી સાથે આવી હતી.

કંગના રાજ્યપાલને મળીને બહાર આવી ત્યારે તેના હાથમાં કમળનું ફૂલ હતું. કંગનાનાં હાથમાં કમળનું ફૂલ જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે તે હવે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. કંગનાએ કહ્યું હતું કે એક નાગરિક હોવાને નાતે તેની સાથે જે પણ થયું તે અંગેની વાત તેણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને કહી હતી. તેની સાથે જે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો તે વાત તેણે કરી હતી. તેમણે મારી વાત દીકરી માનીને સાંભળી હતી. રાજકારણ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. આશા છે કે તેને ન્યાય મળશે. રાજકારણમાં આવવા અંગે કંગનાએ કહ્યું હતું કે તે રાજકારણમાં આવવાની નથી.

આ પહેલા રાજ્યપાલે નારાજગી પ્રગટ કરી હતી
રાજ્યપાલ ભગતસિંહે કોશ્યારીએ BMCની કાર્યવાહી પર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ એડવાઈઝર અજોય મહેતા સાથે વાત કરી હતી. સૂત્રોના મતે, રાજ્યપાલ આ પૂરા વિવાદ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રને મોકલવાના છે.

14 સપ્ટેમ્બરે કંગના મુંબઈથી જશે
કંગના નવ સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવી હતી. તે 14 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે મુંબઈથી હિમાચલ પ્રદેશ જશે. કંગના પૂરા સાત દિવસ પણ મુંબઈમાં રહી નથી.

કંગનાના ઘરની બહાર પ્રદર્શન
કંગના રનૌતના ઘરની બહાર All India Panther Senaએ એક્ટ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ એક દલિત પાર્ટી છે. મુંબઈ વિરુદ્ધ કંગનાએ આપેલા નિવેદનને કારણે આ પાર્ટીઓ કંગનાનો વિરોધ કર્યો હતો.

રાજ્યપાલને મળતા પહેલાં કંગનાએ ટ્વીટ કરી હતી
કંગનાએ કહ્યું હતું, વાહ, દુર્ભાગ્યથી ભાજપ ડ્રગ્સ તથા માફિયા રેકેટનો પર્દાફાશ કરનારને સપોર્ટ કરે છે. જોકે, તેણે શિવસેનાના ગુંડાઓની જેમ મારો ચહેરો તોડવાની, મારી પર દુષ્કર્મ કરવાની તથા મારા લિંચિંગમાં સાથે આપવાની જરૂર હતી. નહીં સંજયજી? તેમની હિંમત કેવી રીતે થઈ કે જે માફિયાની સામે ઊભી રહે તેને સુરક્ષા આપે.

કંગના રાજ્યપાલને મળી તે પહેલા CM ઉદ્ધવ ઠાકરે જનતાને સંબોધન કર્યું હતું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. એક્ટ્રેસ કંગના રનૌત વિવાદ અંગે ઉદ્ધવે શરૂઆતમાં જ એ સ્પષ્ટ કરી દીધું હતું કે રાજ્યમાં ચાલી રહેલા રાજકારણ વિશે તેઓ અત્યારે નહીં, પછી બોલશે. તેમણે કંગનાનું નામ તો ના લીધું, પરંતુ એ સ્પષ્ટ કર્યું કે તેમના મૌનને નબળાઈ ના સમજવામાં આવે. તેમણે કહ્યું હતું કે રાજકીય વાવાઝોડા તો આવતાં રહેશે અને એનો સામનો તેઓ કરતા રહેશે. ત્યાર બાદ ઉદ્ધવે રાજ્યના નાગરિકોને કોરોનાની પરિસ્થિતિ અને એનાથી બચવાના ઉપાયો વિશે વાત કહી.

કંગનાએ કહ્યું, ‘મહારાષ્ટ્ર સરકારનો આતંક વધી રહ્યો છે’
નવ સપ્ટેમ્બરના રોજ કંગના મુંબઈ આવે તે પહેલા જ BMCએ કંગનાના ઓફિસમાં થયેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. ત્યાર બાદ કંગના અને શિવસેનાની બોલાચાલી વધી ગઈ હતી. કંગનાએ BMCની કાર્યવાહી પર કહ્યું હતું કે મુંબઈની સરખામણી PoK સાથે કરવામાં તેણે કંઈ ખોટું કર્યું નથી. શુક્રવાર, 11 સપ્ટેમ્બરની રાતે કંગનાએ એક મિનિટનો વીડિયો શેર કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારમાં આતંક અને અત્યાચાર વધી રહ્યા છે. તેણે મુંબઈમાં નેવીના પૂર્વ ઓફિસર સાથે શિવસૈનિકોની ઝપાઝપી અને એક ટીવી-ચેનલ વિરુદ્ધ રાજ્ય સરકારની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana arrives at Raj Bhavan, talks with Maharashtra Governor about BMC

Source

error:
Scroll to Top