એકટર

શું ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાનો રોલ પ્રતિક ગાંધી નહિ પણ વરુણ ધવન પ્લે કરવાનો હતો? એક્ટરે જાતે જ હકીકત જણાવી

www.divyabhaskar.co.in |

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અફવા ઊડી રહી હતી કે ‘સ્કેમ 1992’ વેબ સિરીઝમાં હર્ષદ મહેતાનો રોલ વરુણ ધવન પ્લે કરવાનો હતો. વરુણે આ બધી અફવા પર ચોખવટ કરી છે. એક યુઝરે તેના ટ્વીટમાં લખ્યું કે, શું તમે જાણો છો, વરુણ ધવન ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાનો રોલ પ્લે કરવાનો હતો. પણ હંસલ મહેતાને પ્રતિક ગાંધીનું મનમાં સૂજયું એ એ પછી શું થયું એ બધાને ખબર છે.

આ ટ્વીટને ખોટું કહી વરુણે લખ્યું, ‘આ સાચું નથી. મારા ખ્યાલથી આ રોલ માટે માત્ર પ્રતિક ગાંધી જ એકમાત્ર ચોઈસ હોઈ શકે છે. તેઓ બ્રિલિયન્ટ છે. સ્કેમ 1992નો મોટો ફેન છું.

આની પહેલાં વેબ સિરીઝના ડિરેક્ટર હંસલ મહેતાએ એક અફવા પર પોતાનું રિએક્શન આપ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે, ‘સ્કેમ 1992’ IMDB પર ટોપ રેટેડ ટેલિવિઝન પ્રોગ્રામ છે. આ રિપોર્ટ પર હંસલ મહેતાએ કહ્યું હતું, આ સાચું નથી. અમે 21મા નંબર પર છે. આ સમાચાર ખોટા છે. ‘સ્કેમ 1992’ 9/10 રેટિંગ સાથે ટોપ 250 શોમાં IMDBના લિસ્ટમાં 21મા નંબર પર છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Varun Dhawan Refutes Rumours Of Being First Choice For Scam 1992

Source

શેખર કપૂર એક્ટર સુશાંત સિંહ રાજપૂતની સાથે 'પાની' ના બનાવી શક્યા, હવે 13 વર્ષ બાદ કમબેક કરશે

www.divyabhaskar.co.in |

શેખર કપૂરે પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે. શેખર કપૂર 13 વર્ષ બાદ ફિલ્મ ડિરેક્ટ કરશે. 2007માં તેમણે 'એલિઝાબેથઃ ધ ગોલ્ડન એજ' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ત્યારબાદ તેઓ 'પાની' ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતો. જોકે, કેટલાંક કારણોસર આ ફિલ્મ બની શકી નહોતી.

ટ્વીટ કરીને નવા પ્રોજેક્ટની જાહેરાત કરી
શેખર કપૂરે સોમવાર, 16 નવેમ્બરના રોજ ટ્વીટ કરીને પોતાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની નવી ફિલ્મમાં બ્રિટિશ એક્ટ્રેસ એમ્મા થોમ્પસન કામ કરી રહી છે. એમ્મા એક સારી અદાકારા છે. ફિલ્મનું શૂટિંગ સાઉથ એશિયા તથા લંડનમાં થશે.

આ ફિલ્મ ક્રોસ કલ્ચર રોમેન્ટિક કોમેડી છે
સૂત્રોના મતે, આ ફિલ્મની જાહેરાત નવેમ્બર મહિનાની શરૂઆતમાં થઈ હતી. આ એક ક્રોસ કલ્ચર રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું નામ 'વ્હોટ્સ લવ ગોટ ટુ ડૂ વિધ ઈટ?' છે. ફિલ્મમાં અમ્મા ઉપરાંત લિલી જેમ્સ તથા શહઝાદ લતીફ પણ કામ કરી રહ્યાં છે. ફિલ્મની રાઈટર તથા કો પ્રોડ્યૂસર જેમિમા ખાન છે. શેખર કપૂરે 'એલિઝાબેથ' ફિલ્મ બાદ શોર્ટ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. વિલિયમ શેક્સપીયર પર આધારિત એક ટીવી શોના એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર પણ હતા.

સુશાંતની એક્ટિંગ સ્ક્રિપ્ટ કે રિહર્સલ સુધી સીમિત નહોતી
થોડાં સમય પહેલાં શેખર કપૂરે 'પાની' પ્રોજેક્ટ પર વાત કરી હતી. શેખરે ઈન્સ્ટાગ્રામ પર મનોજ વાજપેઈ સાથે સુશાંત અંગે વાત કરી હતી. શેખરે કહ્યું હતું કે સુશાંતના જીવનમાં ઘણાં જ અપ્સ એન્ડ ડાઉન્સ રહ્યા હતા. તે ઘણાં જ ઉત્સાહી હતાં કે તે સુશાંત સાથે કામ કરશે. સુશાંતની એક ખાસ વાત તેમણે નોટિસ કરી હતી. તેની એક્ટિંગ સ્ક્રિપ્ટ વાંચવા કે રિહર્સલ કરવા સુધી સીમિત નહોતી. તે જ્યારે પણ પ્રોજેક્ટ અંગે પ્રોડક્શન ડિઝાઈનર, DoP કે VFX ટીમને મળતા ત્યારે સુશાંત અચૂકથી હાજર રહેતો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shekhar Kapur could not make ‘Pani’ with actor Sushant Singh Rajput, will come back after 13 years

Source

બોની કપૂરની ફિલ્મને રિલીઝમાં એટલી વાર લાગી કે તેની એક્ટ્રેસ જેનેલિયા બે બાળકોની માતા બની ગઈ, એક્ટર રિટાયર થઇ ગયો

www.divyabhaskar.co.in |

13 વર્ષ રાહ જોયા બાદ ફિલ્મ 'ઇટ્સ માય લાઈફ'ને રિલીઝ ડેટ મળી ગઈ છે. આ ફિલ્મ 29 નવેમ્બરે સીધી ટીવી ચેનલ ઝી સિનેમા પર રિલીઝ થશે. આ 13 વર્ષમાં ફિલ્મના લીડ એક્ટર્સની લાઈફ ઘણી આગળ વધી ગઈ છે. જેનેલિયા ડિસુઝા લગ્ન કરીને બે બાળકોની માતા બની ગઈ છે અને એક્ટર હરમન બાવેજા એક્ટિંગમાંથી લગભગ રિટાયરમેન્ટ લઇ ચૂક્યા છે. ફિલ્મમાં હરમનના પિતાનો રોલ પ્લે કરનારા નાના પાટેકર પણ #MeToo કેમ્પેનમાં નામ આવ્યા બાદ એક્ટિંગથી દૂર છે.

2007માં ફિલ્મ શૂટ થઇ ગઈ હતી
અનીસ બાઝમીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ તેલુગુ ફિલ્મ 'બોમ્મારિલ્લુ'ની હિન્દી રીમેક છે જેને બોની કપૂરે પ્રોડ્યસ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ 2007માં થઇ ગયું હતું પણ અજાણ્યા કારણસર આ રિલીઝ ન થઇ શકી. ફિલ્મમમાં હરમન, જેનેલિયા અને નાના પાટેકર સિવાય કોમેડિયન કપિલ શર્માનો પણ નાનો રોલ છે.

આ ફિલ્મો પણ રિલીઝની રાહ જોઈ રહી છે

1. શૂબાઈટ

શૂજિત સરકારના આ ફિલ્મનું ટાઇટલ પહેલાં 'જોની વોકર' હતું. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મમેકર એમ નાઈટ શ્યામલનની સ્ટોરી 'લેબર ઓફ લવ બાય ધ સિક્સ્થ સેન્સ' પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ 2012-13માં થઇ ગયું હતું. પરંતુ સ્ટુડિયોઝ પરસેપ્ટ પિક્ચર્સ અને UTV વચ્ચેની કાયદાકીય આંટીઘૂંટીને કારણે આ ફિલ્મ રિલીઝ ન થઇ શકી. ફિલ્મમાં સારિકા, જિમી શેરગિલ અને દિયા મિર્ઝા પણ લીડ રોલમાં છે.

2. બંદા યે બિન્દાસ હૈ

ગોવિંદા અને તબુ સ્ટારર આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'માય કઝીન વિન્ની'ની રીમેક છે. પરંતુ ઓરિજિનલ ફિલ્મના પ્રોડ્યુસર 20th સેન્ચ્યુરી ફોક્સને પ્રોજેક્ટની જાણ થઇ અને તેણે આ ફિલ્મને કોર્ટમાં પડકારી. ખબર અનુસાર તો કોર્ટ બહાર સેટલમેન્ટ થઇ ગયું હતું પણ ડિરેક્ટર રવિ ચોપડાના નિધન બાદ ફિલ્મ અટકી ગઈ.

3. કોચી કોચી હોતા હૈ

હિટ ફિલ્મ 'દોસ્તના' (2008) બાદ ડિરેક્ટર તરુણ મનસુખાનીએ કરણ જોહરની 'કુછ કુછ હોતા હૈ'નું એનિમેટેડ વર્ઝન બનાવ્યું છે જેમાં પ્રાણીઓ ઉપર શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની ઓરિજિનલ અવાજ ફીચર થયો હતો. ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું હતું પરંતુ ફિલ્મ ક્યારેય થીયેટર્સ સુધી પહોંચી જ ન શકી.

4. લેડીઝ ઓન્લી
હોલિવૂડ ફિલ્મ '9 ટુ 5'ની તમિળ રીમેક 'મગરીલ મત્તુમ'ની હિન્દી રીમેકમાં રણધીર કપૂર, સીમા વિશ્વાસ, શિલ્પા શિરોડકર અને હીરા રાજગોપાલ લીડ રોલમાં હતા. ફિલ્મમાં કમલ હાસને ડેડબોડીનો રોલ પ્લે કર્યો હતો. 90ના દશકમાં ફિલ્મનું શૂટિંગ થઇ ગયું હતું પરંતુ તેને ક્યારેય ડિસ્ટ્રિબ્યુટર્સ ન મળ્યા. ખાસ વાત એ છે કે આ જ સબ્જેક્ટ પર બનેલી બીજી ફિલ્મ 'હેલો ડાર્લિંગ' 2010માં રિલીઝ થઇ ચૂકી હતી.

5. લિબાસ

ગુલઝારે આ ફિલ્મ 1988માં બનાવી હતી. નસીરુદ્દીન શાહ, શબાના આઝમી અને રાજ બબ્બર સ્ટારર આ ફિલ્મ ઇન્ટરનેશનલ સર્કિટમાં રિલીઝ થઇ પરંતુ ભારતમાં તેને માત્ર બે પબ્લિક સ્ક્રીનિંગ (1992 અને 2014) મળી શકી. બોલ્ડ કન્ટેન્ટને કારણે તેને સંપૂર્ણ રીતે ક્યારેય રિલીઝ કરવામાં ન આવી.

6. નામ

અજય દેવગણ, ભૂમિકા ચાવલા અને સમીરા રેડ્ડી સ્ટારર આ ફિલ્મને અનીસ બાઝમીએ ડિરેક્ટ કરી હતી. પહેલાં તેનું નામ 'બેનામ' રાખવામાં આવ્યું હતું. ફિલ્મને ક્યારેય રિલીઝ ડેટ ન મળી શકી.

7. તડકા
મલયાલમ ફિલ્મ 'સોલ્ટ એન્ડ પેપર'ની આ હિન્દી રીમેકને પ્રકાશ રાજે ડિરેક્ટ કરી હતી. નાના પાટેકર અને તાપસી પન્નુ આમાં લીડ રોલમાં હતા. જોકે આ ક્યારેય મોટા પડદે આવી ન શકી.

8. ડેથ ઓફ અમર
રાજીવ ખંડેલવાલ અને ઝરીન ખાન સ્ટારર આ ફિલ્મને રેમો ડિસુઝાએ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ 16 ઓગસ્ટ 2014ના રોજ 22મા સાન ફ્રાન્સિસ્કો મૂવી ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી. તેને ત્યાં ઓડિયન્સ ચોઈસ અવોર્ડ પણ મળ્યો હતો. તેમ છતાં આ ઇન્ડિયામાં રિલીઝ ન થઇ શકી.

9. અનવર કા અજબ કિસ્સા
નવાઝુદ્દીન સિદ્દીકી, નિહારિકા સિંહ (નવાઝની એક્સ ગર્લફ્રેન્ડ), અનન્યા ચટર્જી અને પંકજ ત્રિપાઠી સ્ટારર આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલ 2013માં થયું હતું. સારા રિવ્યૂ હોવા છતાં ફિલ્મની ઇન્ડિયન રિલીઝ અટકી ગઈ હતી.

10. પેડલર્સ
ડિરેક્ટ વસન બાલાની આ ફિલ્મને ઓસ્કર વિજેતા ગુનીત મોંગાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈના યુવાનોની છે, જે ડ્રગ્સના બિઝનેસમાં ફસાય જાય છે. ગુલશન દેવૈયા, નિશિકાંત કામત, કીર્તિ મલ્હોત્રા, નિમ્રત કૌર અને સિદ્ધાર્થ મેનન આમાં મહત્ત્વના રોલમાં હતા. 2012માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ યોજાયું હતું પરંતુ આજ સુધી મોટા પડદે રિલીઝ નથી થઇ.

11. હર પલ

પ્રિટી ઝિન્ટા અને શાઈની આહુજા સ્ટારર આ લવ સ્ટોરીને 'મૈંને ગાંધી કો નહીં મારા' ફેમ ડિરેક્ટર જહનુ બરુઆએ ડિરેક્ટ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર તો શાઈની પર રેપના આરોપ લાગ્યા બાદ ફિલ્મ અટકી ગઈ.

12. કિલ ધ રેપિસ્ટ
સંજય ચહલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અંજલિ પાટીલ લીડ રોલમાં હતા. મીટૂ મૂવમેન્ટ દરમ્યાન ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થયું હતું. પરંતુ ત્યારબાદથી ફિલ્મને લઈને કોઈ સમાચાર નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


It’s My Life Gets Release Date After 13 Years, These 12 Movies Also Deserve A TV Or OTT Release

Source

એક્ટર વિજય રાઝની ધરપકડ, ક્રૂ મેમ્બરની છેડતી કરી હોવાનો આક્ષેપ

www.divyabhaskar.co.in |

એક્ટર વિજય રાઝની સોમવાર, 2 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી 'ANI' પ્રમાણે, વિજય રાઝ પર ક્રૂ મેમ્બરની મહિલાની છેડતી કરી હોવાનો આક્ષેપ છે. વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંડિયાથી ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ SP અતુલ કુલકર્ણીએ કહ્યું હતું કે એક્ટર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, વિજય રાઝે મધ્યપ્રદેશમાં ફિલ્મ 'શેરની'ના સેટ પર એક મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન લીડ રોલમાં છે.

57 વર્ષીય વિજય રાઝ એક્ટર અભિષેક બચ્ચનની ફિલ્મ 'રન'માં 'કૌઆ બિરયાની' સીનને કારણે ઘણો જ લોકપ્રિય થયો હતો. આ ઉપરાંત તેણે 'ગલી બોય', 'ધમાલ', 'વેલકમ', 'મુંબઈ ટૂ ગોવા' સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. વિજયે 1999માં ફિલ્મ 'ભોપાલ એક્સપ્રેસ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Actor Vijay Raj arrested for allegedly molesting a crew member

Source

સાત વખત જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનારા એક્ટર શૉન કોનેરીનું 90 વર્ષની વયે અવસાન

www.divyabhaskar.co.in |

હૉલિવૂડની ફિલ્મોમાં 'જેમ્સ બોન્ડ'નું પાત્ર ભજવવા માટે જાણીતા દિગ્ગજ અદાકાર શૉન કોનેરીનું 90 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. કોનેરીએ પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મથી શરૂ કરીને સાત વખત આ આઇકોનિક પાત્ર ભજવ્યું હતું.

મૂળ સ્કોટિશ એવા શૉન કોનેરીને 2000ના વર્ષમાં ક્વીન એલિઝાબેથ-2 દ્વારા નાઇટહૂડ એનાયત કરવામાં આવ્યું હતું અને તેઓ 'સર શૉન કોનેરી' બન્યા હતા.

ઈ.સ. 1962માં આવેલી પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મ 'ડૉ. નો'થી તેમણે જેમ્સ બોન્ડનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. એમણે 1983 સુધીમાં સાત બોન્ડ ફિલ્મો ડૉ. નો, ફ્રોમ રશિયા વિથ લવ, ગોલ્ડ ફિંગર,થંડરબૉલ, યુ ઓન્લી લિવ ટ્વાઇસ, ડાયમંડ્સ આર ફોરએવર અને નેવર સે નેવર અગેઇનમાં વિખ્યાત જાસૂસી પાત્રની ભૂમિકા ભજવી હતી.

ધ અનટચેબલ્સ નામની ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો.

એમની અન્ય જાણીતી ફિલ્મોમાં માર્ની, મર્ડર ઑન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ, ધ મેન હુ વુડ બી કિંગ, ધ નેઇમ ઑફ ધ રોઝ, હાઇલેન્ડર, ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ લાસ્ટ ક્રૂસેડ, ધ હન્ટ ફોર ધ રેડ ઓક્ટોબર, ડ્રેગનહાર્ટ, ધ રૉક, ફાઇન્ડિંગ ફોરેસ્ટર વગેરેનો સમાવેશ થાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Actor Sean Connery, who played James Bond seven times, has died at the age of 90

Source

ગુજરાતી ફિલ્મના જાણીતા એક્ટર હસમુખ ભાવસારનું 70 વર્ષની ઉંમરમાં ડાકોરમાં હાર્ટ અટેકથી નિધન

www.divyabhaskar.co.in |

ગુજરાતી ફિલ્મ તથા રંગમંચના જાણીતા એક્ટર હસમુખ ભાવસારનું આજે 21 ઓક્ટોબરના રોજ દુઃખદ અવસાન થયું છે. તેઓ ડાકોર ગયા હતા અને અહીંયા જ તેમને હાર્ટ અટેક આવ્યો હતો. હસમુખ ભાવસારે ટીવી સિરિયલ 'કાકા ચાલે વાંકા' પ્રોડ્યૂસ કરી હતી. તેમના આકસ્મિક અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે. હસમુખ ભાવસાર પોતાની આગવી એક્ટિંગ તથા ઘેઘુરા અવાજને કારણે ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય હતા. તેમના આકસ્મિક અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટી પડી છે.

અમદાવાદમાં જન્મ
હસમુખ ભાવસારનો જન્મ અમદાવાદમાં રાયપુરમાં માર્ચ, 1950માં થયો હતો. તેમને સ્વિમિંગનો ઘણો જ શોખ હતો. તેઓ કાંકરિયા સ્નાનાગારમાં કોચ તરીકે કામ કરતા હતા. તેમણે નિવૃત્તિ સુધી અહીંયા કામ કર્યું હતું. હર્ષદ શુક્લ તેમના બોસ હતા. હસમુખ ભાવસારને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. જોકે, દીકરા બીરેનનું અકાળે અવસાન થતાં તેઓ ઘણાં જ ભાંગી પડ્યા હતા. દીકરી માનસી અને દોહિત્રી અનુષ્કા માતા-પિતા તેમની સાથે જ રહે છે.

ડાકોરમાં અંતિમ શ્વાસ લીધા
70 વર્ષીય હસમુખ ભાવસારે વડોદરા પ્રોડ્યૂસરને મળવા કારમાં જતા હતા. તેમની સાથે કેમેરામેન મનુભાઈ ઝાલા હતા. રસ્તામાં ડાકોર આવતું હોવાથી તેમણે કુળદેવના દર્શન કરવાનું નક્કી કર્યું. પોણા બાર વાગે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કર્યા હતા. બહાર આવીને તેઓ પરિવાર માટે પ્રસાદ લેવા દુકાને ઊભા રહ્યા હતા, પરંતુ અચાનક જ તેમને હાર્ટ અટેક આવી ગયો હતો. પ્રસાદ હાથમાં લે તે પહેલાં જ તેઓ દુકાન આગળ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક 108 બોલાવીને તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડૉક્ટર્સે એવું કહ્યું હતું કે હસમુખ ભાવસાર હવે આપણી વચ્ચે નથી.

સાંજે છ વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
હસમુખ ભાવસારના અંતિમ સંસ્કાર અમદાવાદના જમાલપુર ખાતે 21 ઓક્ટોબરના રોજ સાંજે છ વાગે કરવામાં આવ્યા હતા. કોરોનાને કારણે મોટા પ્રમાણમાં મિત્રો અંતિમસંસ્કારમાં હાજર રહી શક્યા નહોતા.

1970થી રંગભૂમિમાં આવ્યા.
1970માં તારક મહેતાએ લખેલું નાટક 'એક મૂરખને એવી ટેવ'થી હસમુખ ભાવસારે કરિયરની શરૂઆત કરી હતી. આ નાટકમાં તેમના સિવાય અન્નપૂર્ણા શુક્લા, હર્ષદ શુક્લા, દિપ્તી બ્રહ્મભટ્ટ હતા. આ નાટકને પ્રોડ્યૂસ કર્યું હતું. હસમુખ ભાવસાર તથા હર્ષદ શુક્લા વિવેકાનંદ કોલેજમાં સાથે હતા અને તેઓ પ્રોફેસર મંગુભાઈ પટેલના વિદ્યાર્થીઓ હતા. આ બંને નાટકમાં માહિર હતા. તેઓ કોલેજ ફેસ્ટિવલ તથા યુથ ફેસ્ટિવલમાં આગળ પડતો ભાગ લેતા હતા. જીતેન્દ્ર ઠક્કર, મહેશ વૈદ્ય તથા પ્રફૂલ ભાવસાર પણ તેમના મિત્ર હતા. પ્રચાર જવનીકા કલાના પ્રચાર શો કરતા અને તેમાં જ કામ કરતા હતા. પછી જવનીકાનું કમર્શીયલ નાટક શરૂ થયું હતું. આ રીતે તેમની કરિયરની શરૂઆત થઈ હતી. ઈસરો શરૂ થયું હતું, જેમાં તેમણે ભલા ભુસાના ભેદભરમ'માં કામ કર્યું હતું. અરવિંદ વૈદ્યે ભુસાનો તથા હસમુખ ભાવસારે ભલાનો રોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે ધીમે ધીમે ટીવી સિરિયલમાં કામ કરવાની શરૂઆત કરી હતી. હસમુખ ભાવસારે ગુજરાતી ફિલ્મ 'સંબંધોની સોનોગ્રાફી', 'બાપ વેચવાનો છે', 'બીજો દિવસ', 'સગપણ', 'ગ્રાન્ડ હળી', 'મોનાલીસા' જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સિરિયલ 'એક ડાળના પંખી', 'ભલા ભુસાના ભેદભરમ' જેવી સિરિયલમાં કામ કર્યું હતું. તેઓ છેલ્લે 'મામાનું ઘર કેટલે'માં જોવા મળ્યા હતા.

મિત્રને એક દિવસ પહેલા જ મેસેજમાં કહ્યું, ફોટાને લાગણીઓની અસર થતી નથી
ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર-પ્રોડ્યૂસર જીતેન્દ્ર ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'ભાઈ જેવો સંબંધ હતો. નિયમિત રીતે સંપર્કમાં રહેતા હતા. ગઈ કાલે મને હસમુખે બપોરે 2.23એ એક મેસેજ કર્યો હતો. આ મેસેજ આ રીતે સાચો પડશે તેવું વિચાર્યું નહોતું. મેસેજમાં તેણે કહ્યું હતું, 'મિત્રો, જ્યાં સુધી આ શરીર છે, ત્યાં સુધી આ તમારી લાગણીઓ વહેવડાવી દો, ફોટાને લાગણીઓની અસર થતી નથી.' આજે 2.23એ પોતે જ ફોટો બની ગયો. હજી તો એ મારા ઘરે પણ આવવાનો હતો. તેના આકસ્મિક નિધનથી મને ઘણો જ આઘાત લાગ્યો છે.'

વધુમાં જીતેન્દ્ર ઠક્કરે કહ્યું હતું, 'સેટ પર ઘણી જ મસ્તી કરતા. કોઈ પણ ગીતની પેરોડી કરતા હતા. સેટ પર તે ગમે તેની મજાક ઉડાવી દેતા હતા. પ્રફૂલ ભાવસારની કોઈ ના કરે એવી મજાક હસમુખ ઉડાવતો હતો. તેને જ્યારે આ સમાચાર મળ્યાં તો તે રડી પડ્યો હતો. બધાને ખબર હતી કે હસમુખ નામ પ્રમાણે જ હસમુખો અને ભોળો હતો. તેની મજાકનું કોઈ ખોટું લગાડતું નહીં.'

હસમુખ ભાવસાર ફૂડ લવર હતા
ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા રાઈટર-એક્ટર વિનય દવેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'અમે ઘણી બધી ફિલ્મ, નાટક તથા સિરિયલમાં સાથે કામ કર્યું છે. તેમની એક ટિપિકલ આદત હતી. તેઓ જ્યારે પણ પુરુષોને મળે ત્યારે તે સામેની વ્યક્તિની કાનની બુટ પકડતા અને ટિડિંગ એવો અવાજ કરતા હતા. એમની આ ખાસ આદત હતી. મારી અને તેમની વચ્ચે એવો સંબંધ હતો કે અમે જ્યારે પણ મળીએ ત્યારે સૌ પહેલા એકબીજાને એક-એક જોક કહેતા હતા. એક્ટર તો કમાલના હતા. અમારી વચ્ચે જોકના સંબંધો હતા. અમે બંનેને જ્યારે પણ નવો જોક મળે એટલે તરત જ એકબીજાને સંભાળવતા હતા. તેમણે 'પૃથ્વીવલ્લભ' નાટકમાં માલવપતિ મુંજનો રોલ કર્યો હતો. આ નાટકમાં તેમણે કમાલનું કામ કર્યું હતું. તેઓ ફૂડ લવર હતા. તેઓ ખાવાના શોખીન હતા અને કઈ વાનગી કઈ જગ્યાએ મળશે તેની દરેક માહિતી રહેતી હતી. એટલું જ નહીં તેમની પાસે ગમે તે બાબતની માહિતી રહેતી હતી. મારી લખેલી સિરિયલ 'સુંદરલાલ સપનાવાળા'માં તેમણે ક્લાર્કનો રોલ કર્યો હતો.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Famous Gujarati film actor Hasmukh Bhavsar passes away

Source

એક્ટરે દિવંગત માતા સરોજની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મદદ કરશે

www.divyabhaskar.co.in |

એક્ટર સોનુ સૂદે IAS બનવા માગતા લોકો માટે એક સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી છે. સોનુની માતાની 13મી પુણ્યતિથિ પર આ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી. સોનુએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'ઓક્ટોબર 13, મારી માતાના અવસાનને 13 વર્ષ થઈ ગયા. તે પોતાની પાછળ શિક્ષણનો વારસો છોડતી ગઈ. પુણ્યતિથિ પર હું IAS બનવા માગતા લોકોની મદદ કરવાનું વચન આપું છું. આવું પ્રોફેસર સરોજ સૂદ સ્કોલરશિપ હેઠળ કરવામાં આવશે. તમારા આશીર્વાદ જોઈએ. મિસ યુ મા.'

આ પહેલા સોમવાર, 12 ઓક્ટોબરના રોજ સોનુ સૂદે ટ્વીટમાં એક સ્કોલરશિપનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે IAS માટે મોટું એલાન છે.

સોનુને માતા સરોજમાંથી પ્રેરણા મળે છે
આ વર્ષે જુલાઈમાં સોનુ સૂદે પોતાની માતાની જયંતી પર એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સોનુને તેની માતા મિઠાઈ ખવડાવે છે. આ તસવીર શૅર કરીને સોનુએ કહ્યું હતું, હેપી બર્થડે માતા. હંમેશાં મને આ જ રીતે દિશા બતાવે છે, જેવી રીતે તમે મારા આખા જીવનમાં કર્યું છે. હું ઈચ્છું છું કે તમને ગળે મળી શકું અને તમને કહી શકું કે તમને કેટલો પ્રેમ કરું છું. મને એ પણ ખ્યાલ છે કે તમે જ્યાં પણ હશો ત્યાં મને મિસ કરતા હશો. જીવન હંમેશાં એક જેવું રહેતું નથી, પણ મને દિશા બતાવવા માટે દેવદૂત બનીને રહેજો. ટૂંક સમયમાં મળીશું. મિસ યુ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Actor sonu sood launches scholarship scheme on late mother Saroj’s death anniversary, will help students studying IAS

Source

કોરોના પોઝિટિવ 85 વર્ષીય એક્ટર સૌમિત્ર ચેટર્જી હજી પણ ICUમાં, ડૉક્ટર્સે કહ્યું- તેમને તાવ નથી પરંતુ તેઓ હાઈ રિસ્ક ઝોનમાં છે

www.divyabhaskar.co.in |

85 વર્ષીય દિગ્ગજ બંગાળી ફિલ્મ એક્ટર સૌમિત્ર ચેટર્જી કોલકાતાની હોસ્પિટલના ICUમાં દાખલ છે. તેમની તબિયત ગંભીર છે. ડૉક્ટર્સના મતે 85 વર્ષીય સૌમિત્ર હાલમાં અર્ધ-બેહોશીની હાલતમાં છે. જોકે, તેમનું ઓક્સિજન લેવલ નોર્મલ છે. તેમને 6 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘણું જ ઓછું હતું. તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

હાલમાં હાઈ રિસ્ક ઝોનમાં
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં ડૉક્ટરે કહ્યું હતું, 'સૌમિત્રનું સોડિયમ લેવલ યોગ્ય છે પરંતુ પોટેશિયમ લેવલ ઓછું છું. પોટેશિયમ લેવલને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ અર્ધ બેહોશી હાલતમાં છે. ઓક્સિજન લેવલ નોર્મલમ છે. તેમને તાવ નથી પરંતુ તેઓ હજી પણ હાઈ રિસ્ક ઝોનમાં છે.'

બેચેની થતા ICUમાં શિફ્ટમાં કરવામાં આવ્યા
શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ સૌમિત્રને બેચેની જેવું લાગતા ડૉક્ટર્સે ICUમાં શિફ્ટ કર્યા હતા. આ પહેલા તેમની દીકરી પૌલોમીએ કહ્યું હતું કે ડૉક્ટર્સ તેના પિતાનું ધ્યાન રાખી રહી છે. તેમનું બ્લડ પ્રેશર નોર્મલ છે અને ઓક્સિજનની જરૂર નથી.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા છે. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' છે. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

  • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
  • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
  • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સૌમિત્ર ચેટર્જીએ અંદાજે 100 ફિલ્મમાં કામ કર્યું છે

Source

એક્ટરે કહ્યું- દાદીને કારણે આજે પણ ગામડામાં અમને નીચી જાતિના સમજવામાં આવે છે, મારા ફેમસ હોવાથી પણ કોઈ ફર્ક પડતો નથી

www.divyabhaskar.co.in |

નવાઝુદ્દીન સિદ્દીકીના જણાવ્યા મુજબ તેના ગામડા (બુઢાના, ઉત્તર પ્રદેશ)માં આજેપણ તેમને જાતિને લઈને થતા ભેદભાવનો સામનો કરવો પડે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે હાથરસમાં દલિત છોકરી પર થયેલા ગેંગરેપ અને મારપીટ પર પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે જાતિ વ્યવસ્થા એટલી હદે ઊંડે સુધી ફેલાઈ છે કે ફિલ્મોમાં તે આટલા ફેમસ છે છતાં પણ તેને બક્ષવામાં આવતા નથી.

દાદીને કારણે હજુ પણ લોકો નીચા સમજે છે
NDTV સાથેની વાતચીતમાં નવાઝે કહ્યું, 'મારા દાદી નીચી જાતિના છે. તેમને લીધે લોકો આજે પણ અમને સ્વીકારતા નથી. આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે હું ફેમસ છું. આ (જાતિવાદ) તેમની અંદર ઊંડે સુધી ભરાયેલો છે. આ તેમની રગોમાં છે. તેઓ આના પર ગર્વ કરે છે. શેખ સિદ્દીકી ઊંચી જાતિના છે અને તેમને તેવા લોકો સાથે કોઈ લેવા-દેવા નથી જેને તેઓ પોતાનાથી નીચા માને છે. આજેપણ ત્યાં એવું જ છે. આ ઘણું અઘરું છે.'

હાથરસની ઘટના પર નવાઝનું રિએક્શન
ઉત્તર પ્રદેશના હાથરસમાં ચાર અપર ક્લાસ દ્વારા ગેંગ રેપ અને મારપીટ બાદ થયેલા દલિત છોકરીના મૃત્યુથી દેશભરમાં ગુસ્સો છે. આ બાબતે નવાઝે કહ્યું કે, 'જે ખોટું છે તે ખોટું છે. હાથરસમાં જે થયું, તે વિરુદ્ધ અમારી આર્ટિસ્ટ કમ્યુનિટી પણ બોલી રહી છે. બોલવું ઘણું જરૂરી છે. આ ઘણી દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.'

જાતિ વ્યવસ્થાને લઈને નવાઝે કહ્યું, 'લોકો કહી શકે છે કે જાતિગત ભેદભાવ નથી, પરંતુ તે જ લોકો આસપાસ જઈને જુએ તો તેમને અલગ હકીકત જાણવા મળશે.'

ફિલ્મમાં દલિતના રોલમાં નવાઝ દેખાયા હતા
નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં જ ડિરેક્ટર સુધીર મિશ્રાની ફિલ્મ 'સિરિયસ મેન'માં દલિત વ્યક્તિના રોલમાં દેખાયા હતા. 2 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી 'સિરિયલ મેન' આ નામથી જ પબ્લિશ થયેલી મનુ જોસેફની બુક પર આધારિત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Nawazuddin Siddiqui Faces Caste Discrimination In His Village

Source

'બેપનાહ' એક્ટર તાહેર શબ્બીરે ગર્લફ્રેન્ડ અક્ષિતા ગાંધી સાથે લગ્ન કર્યાં, સિક્રેટ વેડિંગ સેરેમનીના સુંદર ફોટોઝ સામે આવ્યા

www.divyabhaskar.co.in |

નીતિ ટેલર અને પરીક્ષિત બાવા સાથે 'બેપનાહ' એક્ટર તાહેર શબ્બીરે પણ આ વર્ષે લગ્ન કરી લીધા છે. જેનિફર વિન્ગેટ સાથે ટીવી શો 'બેપનાહ'માં કામ કરી ચૂકેલા એક્ટર તાહેર શબ્બીરે હાલમાં જ તેમની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અક્ષિતા ગાંધી સાથે લગ્ન કરી લીધા છે. આ પહેલાં 18 ઓગસ્ટ 2020ના રોજ બંનેએ સિક્રેટ સેરેમનીમાં સગાઈ કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વેડિંગ સેરેમનીમાં માત્ર નજીકના સંબંધીઓ જ સામેલ થયા હતા.

તાહેરે લગ્ન બાદ દુલ્હાના અવતારમાં તેની પહેલી ઝલક શેર કરી છે. એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર તેના લેડી લવ અક્ષિતા સાથે લગ્ન અને સગાઈના અમુક ફોટોઝ શેર કર્યા છે. લાલ અને સફેદ શેરવાનીમાં એક્ટર ટ્રેડિશનલ અવતારમાં દેખાયો છે. ફોટોઝ શેર કરીને તાહેરે પોપ્યુલર કવિ શમ્સ રૂમીની એક સુંદર લાઈન શેર કરી લખ્યું, 'ભટકતા શમ્સને આખરે રૂમી મળી ગઈ, અને તેણે હા કહ્યું. ત્યારબાદ બંને હંમેશાં માટે એક થઇ ગયા.'

ફોટોઝ સામે આવતા જ ઇન્ડસ્ટ્રીના મિત્રો વધામણી આપી રહ્યા છે. આકાંક્ષા રંજન કપૂર, નીલ નીતિન મુકેશ, શમા સિકંદર સહિત ઘણા લોકોએ તેમને જિંદગીની નવી શરૂઆત માટે શુભકામના આપી છે.

એક્ટર તાહેર શબ્બીર છેલ્લે જેનિફર વિન્ગેટ અને હર્ષદ ચોપરા સાથે ટીવી શો 'બેપનાહ'માં દેખાયો હતો. ટીવી શો સિવાય તાહેર ફિલ્મ 'નામ શબાના' અને 'ફેન'માં પણ દેખાયો હતો. કિઆરા અડવાણી સ્ટારર નેટફ્લિક્સ પરની ફિલ્મ 'ગિલ્ટ'માં પણ તાહેર શબ્બીરનો મહત્ત્વનો રોલ હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Actor Taher Shabbir Married Girlfriend Akshita Gandhi, Pictures Of Secret Wedding Ceremony Came Out

Source

error:
Scroll to Top