આ અભિનેત્રીએ ટ્વીટર પાસે કંગના રનોતની કરી ફરિયાદ, કહ્યું – નફરત ફેલાવી રહી છે, બંધ કરો એકાઉન્ટ

gujarati.oneindia.com |
કંગના રનોતે દરેક મુદ્દા પર ટ્વીટ કરી હંગામો મચાવી દીધો છે. તાજેતરમાં જ કંગના અને પંજાબી સિંગર અને અભિનેતા દલજીત દોસાંઝ સાથે ટ્વિટર પર ઉગ્ર ચર્ચા થઈ છે. કંગનાએ તો દલજીતને ‘કરણ જોહરનું પાલતુ’ પણ કહ્યા હતા. હવે બોમ્બે હાઈકોર્ટમાં કંગનાના

Source

2021માં વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરવવા માગે છે, કહ્યું- ઈચ્છું છું કે આ મારી પ્રાથમિકતા હોય

www.divyabhaskar.co.in |

સોનુ સૂદે કોરોના કાળમાં પ્રવાસી શ્રમિકોને તેમને વતન મોકલ્યા હતા અને અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. હવે સોનુ સૂદનું નવું મિશન વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. 2021માં તે આ વાતને પ્રાથમિકતા આપશે. સોનુને લાગે છે કે મેડિકલ ફિલ્ડમાં આ બાબતની અવગણના કરવામાં આવી છે.

ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ માટે સોનુનું લોજિક
સ્પોટબોય સાથેની વાતચીતમાં સોનુએ કહ્યું હતું, 'એવું માનવામાં આવે છે કે વૃદ્ધોને જ્યાં સુધી ગંભીર બીમારી ના થાય ત્યાં સુધી કોઈ મેડિકલ સારવારની જરૂર પડતી નથી. લોકો મને કહે છે કે 'બાળકોના હૃદયના ઓપરેશન માટે આપણે પૂરતું ધ્યાન આપી છીએ તો વૃદ્ધોના ઘૂંટણ રિપ્લેસમેન્ટ પર કેમ ધ્યાન આપતા નથી? મારું લોજિક સિમ્પલ છે કે જ્યારે તમે બાળક હતા તો તમને પેરેન્ટ્સે ચાલતા શીખવ્યું. હવે તમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે તેઓ ચાલી શકે.'

પેરેન્ટ્સ જ સર્જરી કરાવવાની ના પાડે છે
સોનુને લાગે છે કે વૃદ્ધોને ઘણીવાર તેમની બીમારી માટે જવાબદાર ગણાવવામાં આવે છે. જોકે, સોનુએ કહ્યું હતું, 'આવું નથી કે તમામ બાળકો પોતાના પેરેન્ટ્સની જરૂરિયાત અંગે અસંવેદનશીલ છે. તેમના પેરેન્ટ્સને ઘૂંટણના ઓપરેશનની જરૂર હોય છે તો બાળકો આગળ આવે છે. જોકે, પેરેન્ટ્સ જ ઓપરેશન પાછળ પૈસા ના ખર્ચ કરવાની વાત કરે છે.'

સોનુએ વધુમાં કહ્યું હતું, 'હું વૃદ્ધોની સર્જરી કરાવવા માગું છું, જેથી તેમને એવું ના લાગે કે તેઓ સમાજનો ઉપેક્ષિત હિસ્સો છે. 2021માં ઘૂંટણની સર્જરી મારી પ્રાથમિકતા રહેશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


sonu sood Wants to have an elderly knee transplant in 2021, said – I want this to be my priority

Source

પ્રેગ્નન્સીમાં અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું, બોલી- આ સૌથી અઘરું આસન

www.divyabhaskar.co.in |

અનુષ્કા શર્મા હાલમાં પ્રેગ્નન્ટ છે અને તે આવતા વર્ષે જાન્યુઆરીમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. હાલમાં જ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં એક જૂની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં અનુષ્કા પ્રેગ્નન્સીમાં શીર્ષાસન કરતી જોવા મળી હતી. શીર્ષાસન કરતા સમયે વિરાટ કોહલીએ તેને મદદ કરી હતી. તસવીરમાં અનુષ્કા શર્માનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળે છે અને વિરાટ પણ ઘણી જ કાળજી રાખીને અનુષ્કાના પગને સપોર્ટ આપી રહ્યો છે.

અનુષ્કાએ શું કહ્યું?
અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હાથ નીચે અને પગ ઉપર કરવાની આ એક્સર્સાઈઝ છે. યોગ મારા જીવનનો ઘણો જ મોટો હિસ્સો છે. મારા ડૉક્ટરે મને કહ્યું હતું કે હું આવાં તમામ આસન કરી શકું છું. મારે વધુપડતું ટ્વિસ્ટ નથી કરવાનું અને વધુપડતું આગળ ઝૂકવાનું નથી. આ વાત ધ્યાનમાં રાખીને હું તમામ આસનો કરી શકું છું. જોકે હું જરૂરી સપોર્ટ સાથે જ આ આસન કરી શકું છું. શીર્ષાસન હું છેલ્લાં ઘણાં વર્ષોથી કરું છું. મેં એ ધ્યાન રાખ્યું કે હું દીવાલને સપોર્ટ તરીકે ઉપયોગમાં લઉં અને મારા સક્ષમ પતિએ મને સંતુલન બનાવવામાં મદદ કરી, જેથી મને વધારે સુરક્ષા મળે.'

વધુમાં અનુષ્કાએ કહ્યું હતું, 'આ મેં મારા પોતાના યોગ ગુરુની સલાહમાં કર્યું હતું. તેઓ વર્ચ્યુઅલી સતત મારી સાથે હતા. મને આનંદ છે કે મેં પ્રેગ્નન્સીમાં પણ પ્રેક્ટિસ ચાલુ રાખી.'

અનુષ્કાએ સાત દિવસ કામ કર્યું
IPL આ વખતે દુબઈમાં રમાઈ હતી. અનુષ્કા પણ પતિ વિરાટ સાથે દુબઈ ગઈ હતી. દુબઈથી પરત ફર્યા બાદ અનુષ્કાએ સતત સાત દિવસ સુધી પોતાનાં બાકીનાં કમિટમેન્ટ્સ પૂરાં કર્યાં હતાં. અનુષ્કાએ કોવિડ 19ની તમામ ગાઈડલાઈન્સનું પાલન કરીને પોતાનાં કામ પૂરાં કર્યાં હતાં. માનવામાં આવે છે કે અનુષ્કા મે મહિનાથી ફરી કામ ચાલુ કરશે.

વિરાટ પેટરનિટી લીવ લેશે
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વનડે સિરીઝ ગુમાવી દીધી છે. ત્રણ વનડેની સિરીઝમાં કાંગારૂએ 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. વિરાટ કોહલીની કપ્તાનીની ચારેકોર ટીકા થઇ રહી છે. તેનું લક્ષ્ય હવે T-20 સિરીઝ જીતવા પર અને ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં સારું પ્રદર્શન કરવા પર રહેશે. તે પહેલી ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 17થી 21 ડિસેમ્બર દરમિયાન એડિલેડ ખાતે રમાશે. આ મેચ સમાપ્ત થાય એ પછી વિરાટ ભારત પરત ફરશે. એની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ટીમની કપ્તાની કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In pregnancy, Anushka Sharma do Shirshasana with the help of her husband Virat Kohli.

Source

'બિગ બોસ'માં પહેલીવાર એકતા કપૂર દેખાશે, પોતાના ટીવી શોની જેમ આ રિયાલિટી શોમાં પણ 'લીપ'થી લાવશે હટકે ટ્વિસ્ટ

www.divyabhaskar.co.in |

'બિગ બોસ'ના ઇતિહાસમાં પહેલીવાર ટીવી ક્વીન એકતા કપૂર દેખાશે. ટૂંક સમયમાં એકતા કપૂર તેની વેબ સિરીઝ 'બિચ્છુ કે ખેલ'ના પ્રમોશન માટે શોના સેટ પર હાજર થશે. માનવામાં આવી રહ્યું છે કે એકતાની એન્ટ્રીથી કન્ટેસ્ટન્ટ વચ્ચે એન્ટરટેનમેન્ટનો માહોલ જામશે.

શો સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું કે, 'એકતા ઘરમાં બેઠેલા કન્ટેસ્ટન્ટ વચ્ચે હલચલ જોવા માટે ઘણી ઉત્સુક છે. સામાન્ય રીતે કન્ટેસ્ટન્ટ બિગ બોસનો અવાજ સાંભળીને અથવા અલગ- અલગ પ્રકારના મ્યુઝિક સાંભળીને સવારે ઉઠે છે પરંતુ આ 'વીકેન્ડ કા વાર'માં થોડું ટ્વિસ્ટ હશે. મ્યુઝિકને બદલે કન્ટેસ્ટન્ટ એકતા કપૂરનો અવાજ સાંભળીને ઉઠશે. એકતાના અવાજથી જ વેક અપ સોન્ગ હશે.'

'બિગ બોસ 14'માં વર્ષોનું લીપ દેખાડવામાં આવશે
આ સ્પેશિયલ એપિસોડમાં એકતા કન્ટેસ્ટન્ટને અમુક ટાસ્ક પણ આપતી દેખાશે. સૂત્રના જણાવ્યા મુજબ, 'એકતાના ટીવી શોમાં વર્ષોથી લીપ ઘણું પોપ્યુલર છે. તેના શોમાં ઘણીવાર અમુક વર્ષોનું લીપ હોય છે અને સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવવામાં આવે છે. કંઈક આવું જ જોવા મળશે. સાથે જ હોસ્ટ સલમાન ખાન સાથે મળીને તે કન્ટેસ્ટન્ટની મસ્તી પણ કરતી દેખાશે. આ વીકેન્ડ કા વાર સ્પેશિયલ એપિસોડમાં એકતા કપૂર સિવાય એક્ટર દિવ્યેન્દુ શર્મા અને સુમિત વ્યાસ પણ દેખાશે.

ઝી5 પર રિલીઝ થઇ 'બિચ્છુ કા ખેલ'
એકતા કપૂરની સિરીઝ 'બિચ્છુ કા ખેલ' ઝી5 પર રિલીઝ થઇ ગઈ છે. આ એક રોમેન્ટિક ક્રાઇમ ડ્રામા સિરીઝ છે જેમાં દિવ્યેન્દુ શર્મા, પ્રેમનાથ ગુલાટી, અંશુલ ચૌહાણ, મુકુલ ચઢ્ઢા જેવા સ્ટાર્સ લીડ રોલમાં છે. આ સિરીઝના 9 એપિસોડ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bigg Boss 14: Ekta Kapoor Will Be Seen For The First Time In ‘Bigg Boss’, Like Her TV Show, She Will Also Bring A Unique Twist In This Reality Show From ‘Leap’

Source

શાહરુખ-ગૌરી ખાનના દિલ્હી સ્થિત ઘરની તસવીરો, સામાન્ય લોકો આ રીતે એક દિવસ ઘરમાં રોકાઈ શકશે

www.divyabhaskar.co.in |

બોલિવૂડ કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનો જન્મ દિલ્હીમાં થયો છે અને તે અહીંયા જ મોટો થયો છે. શાહરુખ ખાનના દિલ્હી સ્થિત ઘરને ગૌરી ખાને રિ-ડિઝાઈન કર્યું છે. નવા ઘરની તસવીરો શાહરુખે સોશિયલ મીડિયામાં શૅર કરી છે તો ગૌરી ખાને ઘરનો વીડિયો શૅર કર્યો છે. નવાઈની વાત એ છે કે દિલ્હીના આ ઘરમાં સામાન્ય લોકો આવીને રહી શકે છે. શાહરુખ-ગૌરીએ Airbnb સાથે પાર્ટનરશિપ કરી છે અને તે હેઠળ સામાન્ય લોકોને આ ઘરમાં રહેવાની તક મળશે.

શાહરુખ ખાને ઘરની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'દિલ્હીમાં અમારા જૂનાં દિવસોની અઢળક યાદો છે, આ શહેર અમારા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. ગૌરી ખાને અમારા દિલ્હી સ્થિત ઘરને બીજીવાર ડિઝાઈન કર્યું છે અને આ ઘરને જૂની યાદો તથા પ્રેમથી ભરી દીધું છે. તમને મહેમાન બનીને આ ઘરમાં રહેવાની તક મળી શકે છે.'

કેવી રીતે ઘરમાં રહેવાની તક મળશે?
દિલ્હી સ્થિત ઘરમાં લગાવવામાં આવેલી એક તસવીરમાં શાહરુખ પોતાના સિગ્નેચર પોઝમાં જોવા મળે છે. Airbnb.com/homewithopenarms પર લોગીન કરીને યુઝર્સે 'open arms welcome'નો અર્થ તેમના માટે શું છે, તે કહેવાનું છે. 30 નવેમ્બર, 2020 સુધી તેઓ પોતાની એન્ટ્રી સબમિટ કરાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે શાહરુખ-ગૌરીનો મુંબઈમાં 'મન્નત' નામનો બંગલો છે. આ બંગલો અંદાજે 200 કરોડની કિંમતનો હોવાનું ચર્ચાય છે.

શાહરુખ ખાન છેલ્લે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા અનુષ્કા શર્મા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. ત્યારબાદથી શાહરુખ ખાન બિગ સ્ક્રીન પર જોવા મળ્યો નથી. ચર્ચા છે કે શાહરુખ ખાન યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૂ થાય તેવી શક્યતા છે.

શાહરુખ ખાનના દિલ્હી સ્થિત ઘરની ખાસ તસવીરો

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Pictures of Shah Rukh-Gauri Khan’s Delhi-based home, How You Can Spend A Day There

Source

છેડતીના આક્ષેપોને કારણે વિજય રાઝ ફિલ્મમાંથી બહાર, કહ્યું- આ પીડાદાયક છે, પરિવાર તથા જાતને રોજ મરતાં જોવી દુઃખદાયી

www.divyabhaskar.co.in |

એક્ટર વિજય રાઝ હાલમાં વિવાદોમાં છે. 'શેરની'ના શૂટિંગ દરમિયાન વિજય રાઝ પર આસિસ્ટન્ટ ડિરેક્ટરે છેડતીનો આક્ષેપ મૂક્યો હતો. ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના બાલાઘાટમાં થતું હતું. છેડતીના આક્ષેપો બાદ વિજય રાઝને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. વિજય હાલમાં મુંબઈમાં છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વિજયે કહ્યું હતું કે આ ઘણું જ દુઃખદાયી છે. પોતાની આંખોની સામે પિતા, દીકરી, પરિવાર, માન-સન્માન તથા પોતાને રોજ-રોજ, દરેક ક્ષણે ચુપચાપ અસહાય રીતે મરતા જોવા અસહનીય છે.

વકીલે બચાવ કર્યો
વિજય રાઝના વકીલ સવીના બેદી સચ્ચરે પોતાના ક્લાયન્ટનો બચાવ કર્યો હતો. તેમણે POSH એક્ટની કલમ 14ના નિયમ 10નો ઉલ્લેખ કર્યો હતો. આ કલમ ફરિયાદીની ખોટી તથા દુર્ભાવનાપૂર્ણ આક્ષેપો પર સજા નક્કી કરે છે. સવીનાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'આ ઘણું જ દુઃખદ છે કે તપાસ શરૂ થાય તે પહેલાં જ આરોપી પર 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ નીતિને કારણે ઘણીવાર પુરુષો પર હંમેશાંના માટે ચરિત્રહીનનો ધબ્બો રહી જાય છે.'

સવીનાએ વધુમાં કહ્યું હતું, 'આપણા દેશમાં કહેવામાં આવ્યું છે કે 'ભલે 99 દોષી છૂટી જાય પરંતુ એક નિર્દોષને ક્યારેય સજા મળવી જોઈએ નહીં.' એવું પણ કહેવાય છે કે જ્યાં સુધી ગુનો સાબિત ના થઈ જાય ત્યાં સુધી દોષીને ગુનેગાર કહી શકાય નહીં. મને આશા છે કે આ સિદ્ધાંતનો આ કેસમાં યોગ્ય રીતે અમલ કરવામાં આવશે. હાલમાં કેસ કોર્ટમાં છે અને તેથી જ તે ફરિયાદીની ફરિયાદો પર કોઈ ટિપ્પણી કરી શકે નહીં. જોકે, વિશ્વાસ છે કે મારા ક્લાયન્ટ કોર્ટમાં પોતાનો પક્ષ તથા પુરાવા યોગ્ય રીતે રજૂ કરશે. દેશની ન્યાય વ્યવસ્થામાં મારા ક્લાયન્ટને ન્યાય મળશે.'

ઉમેશ શુક્લાએ સપોર્ટ કર્યો
ફિલ્મ 'આંખ મિચૌલી'માં વિજયની સાથે કામ કરતાં ડિરેક્ટર ઉમેશ શુક્લાએ એક્ટરનો બચાવ કર્યો હતો. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મને આ આક્ષેપો ખોટાં લાગે છે. મેં તેમની સાથે કામ કર્યું છે. વિજય દરેક વ્યક્તિ સાથે સારી રીતે વાત કરે છે. તે ઘણો જ મિલનસાર છે. અમારી ટીમમાં પણ બે આસિસ્ટન્ટ ડિરેક્ટર યુવતીઓ હતી. કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટમાં પણ છોકરી હતી. તે તમામ સાથે યોગ્ય રીતે વર્તન કરતો હતો.'

વધુમાં ઉમેશ શુક્લાએ કહ્યું હતું, 'માત્ર આક્ષેપોના આધારે કોઈને ફિલ્મમાંથી હટાવી દેવા એ વાત ખોટું છે. પુરાવાના આધાર પર કાર્યવાહી કરવી જોઈએ. જો આક્ષેપો ખોટાં સાબિત થયા તો એક્ટરની બ્રાન્ડ વેલ્યુને કઈ હદે અસર થાય છે, તે બધાને ખબર છે. મેં ક્યારેય વિજયને આ પ્રકારની એક્ટિવિટીમાં જોયો નથી. મેન ટુ મેન ટોકમાં ઘણીવાર લોકો મજાકમાં લૂઝ ટૉક કરતાં હોય છે. જોકે, વિજયે મજાકમાં પણ ક્યારેય લૂઝ ટોક કરી નથી.'

શું છે કેસ?
થોડાં સમય પહેલાં વિદ્યા બાલનની ફિલ્મ 'શેરની'નું શૂટીંગ બાલાઘાટમાં થયું હતું. 29 ઓક્ટોબરના રોજ રેન્જર્સ યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલા સેટ પર વિજય રાઝ પર આસિસ્ટન્ટ ડિરેક્ટરે અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. પહેલાં તો વિજયે પ્રોડક્શનના લોકોની સામે પીડિતાની માફી માગી હતી. જોકે, બે ત્રણ દિવસ બાદ પીડિતાએ વિજય રાઝ પર પોલીસ કેસ કર્યો હતો.

પીડિતાની માફી માગી હતી
સૂત્રોના મતે, સેટ પર વિજય રાઝે પીડિતાના ખભા પર હાથ મૂક્યો હતો. વિજય રાઝે દલીલ કરી હતી કે તેણે ખોટાં ઈરાદાથી હાથ મૂક્યો નહોતો. પીડિતાની ઉંમર તેની દીકરી જેવડી છે. દીકરીની ઉંમરની કોઈ પણ છોકરી સાથે તે આવું કરવાનું તો તે સપનામાં પણ વિચારી શકે નહીં. જોકે, પીડિતાને અયોગ્ય થયું હોવાનું લાગ્યું તો તેણે માફી પણ માગી હતી. જોકે, પીડિતાએ વિજય રાઝને માફ કર્યો નહીં. પીડિતાની ફરિયાદ બાદ વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ધરપકડ બાદ વિજયને જામીન પર છોડવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood actor Vijay Raaz breaks silence on molestation allegations against him

Source

અક્ષય કુમારે નવી ફિલ્મ રામ સેતુની કરી જાહેરાત, ફર્સ્ટ લુક શેર કરી કહી આ વાત

gujarati.oneindia.com |
અભિનેતા અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ છે ‘રામ સેતુ’. અક્ષય કુમારે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો પહેલો લુક શેર કર્યો છે. પોસ્ટરમાં અક્ષય કુમાર તેની ગમછાને ગળે લગાવેલો જોવા મળે છે અને તેની પાછળની પૃષ્ઠભૂમિમાં ભગવાન

Source

ગુજરાત : સરકાર દ્વારા વધુ 32 જાતિઓનો બિન અનામત વર્ગમાં સમાવેશ કરાયો, આ રહી યાદી

gujarati.oneindia.com |
ગુજરાત : સરકાર દ્વારા વધુ 32 જાતિઓનો બિન અનામત વર્ગમાં સમાવેશ કરાયો, આ રહી યાદી

Source

એરપોર્ટ પર ફસાઇ જુહી ચાવલા, વિડીયો શેર કરી બોલી, આ શર્મનાક

gujarati.oneindia.com |
અભિનેત્રી જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની મુશ્કેલીઓ શેર કરી હતી. ખરેખર જુહીએ એરપોર્ટ પરથી વીડિયો શેર કર્યો છે. તેમણે હાલની સમસ્યાનો વીડિયો બનાવીને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે ટેગ કર્યા છે. આ વિડિઓ એ હતી કે

Source

error:
Scroll to Top