આવ

નવાં અંજલિભાભીએ કહ્યું, હું અહીંયા નેહા મહેતા બનવા આવી નથી, હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ

www.divyabhaskar.co.in |

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હવે અંજલિભાભી તરીકે એક્ટ્રેસ સુનૈના ફોઝદાર જોવા મળે છે. છેલ્લાં 12 વર્ષથી નેહા મહેતા અંજલિભાભીના રોલમાં જોવા મળતી હતી. જોકે, લૉકડાઉન બાદથી ફરીવાર શૂટિંગ શરૂ થયું તો તેણે આ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સુનૈના ફોઝદારને લેવામાં આવી હતી.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુનૈનાએ આ શો અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'હું માનું છું કે દર્શકોને પોઝિટિવ તથા નેગેટિવ ફિડબેક આપવાનો પૂરો હક છે. અમને જે પણ લોકપ્રિયતા મળી તે માત્રને માત્ર દર્શકોને કારણે જ મળી છે. તેથી જ દર્શકોના વખાણની સાથે સાથે તેમના નેગેટિવ ફિડબેક માટે પણ હું તૈયાર છું. મને ખ્યાલ છે કે મારી તુલના થશે, કારણ કે આ શો ઘણો જ લોકપ્રિય છે અને ચાહકોને આ પાત્ર ઘણું જ પસંદ છે.'

વધુમાં સુનૈનાએ કહ્યું હતું, 'હું માનું છું કે દરેકને તક મળવી જોઈએ. હું અહીંયા નેહાજી (એક્ટ્રેસ નેહા મહેતા, જૂનાં અંજલિભાભી) બનવા માટે આવી નથી. હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ. હું મારા ચાહકોને કારણે અહીંયા છું અને હું કોઈની પણ અવગણના કરવાની નથી. કેટલાંક લોકો કહે છે કે મારો અવાજ આવો છે અને બીજી ઘણી વાતો કહી છે. અલગ-અલગ પ્રકારે મારી તુલના થઈ રહી છે. હું માત્ર એટલું જ કહીશ કે હું અહીંયા કોઈનું સ્થાન લેવા આવી નથી. હું અહીંયા મારી પોતાની ઓળખ બનાવવા આવી છું. હું ઈચ્છું છું કે દર્શકો મને તક આપે અને પ્રેમ કરે.'

નેહા મહેતાએ કેમ શો છોડ્યો હતો?
નેહા મેહતાએ કહ્યું હતું, 'ક્યારેક સેટ પર ગ્રુપીઝમ થાય છે અને કેટલીક બાબતોમાં તમે ચૂપ રહીને જવાબ આપો એ જ સારું છે. હું અહીં એ કહેવા નથી માગતી કે હું સ્પર્ધા, ઈર્ષ્યા, પાવર ગેમ તથા અહંકારની શિકાર બની હતી અને આ બધી બાબતો માણસને અંધ બનાવે છે. મને લાખો લોકો પાસેથી પ્રશંસા મળી છે અને અનેક લોકોએ મારામાંથી પ્રેરણા લીધી છે. મારી જવાબદારી છે કે હું વસ્તુઓને ખોટી રીતે પ્રેરિત કરું નહીં. વધુમાં, જો તમે આ અંગે વધુ જાણવા માગશો તો કોઈપણ એ વાત સ્વીકારશે નહીં કે તેઓ ખોટા છે.'

અહીં એક જ નિયમ ચાલે છે
નેહા મેહતાએ કહ્યું હતું, 'મેં આ પહેલાં છોડવાની વાત કહી નહોતી. સાચી વાત તો એ છે કે અહીં એક જ નિયમ છે, 'તમારે કામ કરવું હોય તો કરો, નહીંતર છોડીને જતા રહો.'

શો છોડવા અંગે નેહા મેહતાએ કહ્યું હતું, 'એક સમયે મને એવું લાગ્યું કે બસ મારે અહીં અટકવું જોઈએ. દરેક લોકો કહેતા હોય છે કે થોડી બાબતો ચલાવી લેવી જોઈએ, આખરે શો ટીમવર્કથી બને છે અને દરેકનો એમાં ફાળો હોય છે. જોકે આ વાત સિવાય એક્ટિંગના ફિલ્ડમાં મારું એક અલગ માન-સન્માન છે. મેં 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' પહેલાં પણ ઘણું જ કામ કર્યું છે. એવું નથી કે 'તારક મેહતા..'એ મને સેલિબ્રિટી બનાવી હોય, પરંતુ સાચી વાત એ હતી કે 'તારક મેહતા'માં એક સેલિબ્રિટી કામ કરતી હતી. એક ભણેલી-ગણેલી તથા ભાવુક વ્યક્તિ હોવાને નાતે મેં આ અંગે ઘણું જ વિચાર્યું હતું. આ શો મને નિયમિત રીતે કામ તથા પૈસા આપતો હતો. કેટલીક બાબતો દરેક જગ્યાએ બનતી હોય છે અને તમારે તમારી જાત સાથે શાંતિ રાખવી પડે છે. જોકે તેમ છતાંય મને લાગ્યું કે આ સમયે હવે મારે અટકવાની જરૂર છે અને મેં સાચો નિર્ણય લીધો હતો.'

નેહાની વાત પર અસિત મોદીએ શું કહ્યું હતું?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું, 'ચાર મહિના પહેલાં નેહા મેહતાએ અમને લખીને મોકલાવ્યું હતું કે તે પોતાની મરજીથી આ શો છોડે છે. અમે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેની સાથે વાત કરીને જાણવા માગતા હતા કે એવી કોઈ વાત હોય તો અમે તેની મદદ કરવા તૈયાર હતા. જોકે તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. 10 જુલાઈથી ફરી વાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટ સુધી નેહાએ કોઈ જવાબ આપ્યો નહોતો. પછી જ્યારે અમને વાત કરવાની તક મળી ત્યારે અમે તેની તમામ ચિંતાઓ દૂર કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેને શોમાં પરત આવવાનું પણ કહ્યું હતું. જોકે તેણે ત્યાં સુધીમાં આ શો છોડવાનું નક્કી કરી નાખ્યું હતું અને તે આ શોમાં પરત આવવા માગતી નહોતી.'

કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે
વધુમાં અસિત મોદીએ કહ્યું હતું, 'અમે તેનું તથા તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તે લાંબા સમયથી આ શો સાથે જોડાયેલી હતી. આ વાતમાં કોઈ શંકા નથી કે તેણે આટલાં વર્ષોમાં પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. મારું કામ ટીમને એક તાંતણે બાંધીને રાખવાનું છે. આટલી મોટી ટીમ છે અને આ મારો પરિવાર છે. કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે, પરંતુ હું કંઈ કરી શકું તેમ નથી. શોનું શૂટિંગ શરૂ થયું પછી અમે નેહા મેહતા સાથે વાત કરી હતી અને તેને સમજાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો. જોકે તેણે ત્યારે જ સ્પષ્ટ કર્યું હતું કે તે આ શોમાં પરત આવવા માગતી નથી. ત્યારે જ અમે અંજલિ મેહતાના રોલ માટે નવા કલાકારની શોધ કરી હતી. બસ, આ જ વાત છે. અમે નવા કલાકારને લીધો અને તે સારું કામ કરે છે. કોઈ કલાકારને લીધા બાદ તેને તે પાત્રમાંથી હટાવી દેવા અથવા તો કાઢી મૂકવા શક્યા નથી.'

નાની-મોટી વાત તો થતી રહે
બંને વચ્ચે થયેલા અણબનાવ પર અસિત મોદીએ કહ્યું હતું, 'જુઓ, નાની-મોટી વાત તો થતી હોય છે અને આવું કયા પરિવારમાં નથી થતું. આ બધું તો બે ઘડીની વાત છે. અમે બધા ભૂલીને આગળ વધીએ છીએ અને ખુશીથી રહીએ છીએ. દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે. જો ક્યારેક અણબનાવ હોય તો હું તેમને સમજાવું છું. તેમની સાથે વાત કરું છું. મેં નેહા સાથે પણ વાત કરી હતી, પરંતુ તે શોમાં કામ કરવા તૈયાર નહોતી, આથી હું કંઈ જ કરી શકું તેમ નહોતો.' ઉલ્લેખનીય છે કે હાલમાં નેહા મેહતાના સ્થાને સુનૈના ફોજદાર અંજલિભાભીનું પાત્ર ભજવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Taarak Mehta Ka Ooltah Chashmah New Anjali Bhabhi said, I have not come here to be Neha Mehta, I will entertain the fans only by becoming Sunaina

Source

બે મહિના બાદ 61 વર્ષીય સંજય દત્ત કેન્સર ફ્રી, ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર હોવાની વાત સામે આવી હતી

www.divyabhaskar.co.in |

સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર ફ્રી થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી) ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર તપાસમાં આ સૌથી ઑથેન્ટિક તપાસ માનવામાં આવે છે. નિકટના મિત્ર તથા ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે સંજય દત્ત કેન્સર ફ્રી થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. દિવ્ય ભાસ્કરને કોકિલાબેન હોસ્પિટલનાં સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું. આજે એટલે કે 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તનો PET રિપોર્ટ આવ્યો હતો અને એમાં તે કેન્સર ફ્રી હોવાની જાણ થઈ હતી. સંજય દત્ત તથા માન્યતા દત્ત પણ આ અંગેની ઓફિશિયલ માહિતી મોડી સાંજ સુધી રિલીઝ કરશે, એમ માનવામાં આવે છે.

હોસ્પિટલનાં સૂત્રોએ કહ્યું હતું, 'ખરી રીતે કેન્સર કોષમાં બિન-કેન્સર કોષની તુલનામાં મેટાબોલિક દર એટલે કે ચય-ઉપાચય દર વધુ હોય છે. રાસાયણિક ગતિવિધિના આ ઉચ્ચ સ્તરને કારણે કેન્સરના કોષો PET ટેસ્ટમાં એકદમ ચમકતા દેખાઈ આવે છે, આથી જ આ ટેસ્ટ કેન્સરનું નિદાન કરવામાં સૌથી વધુ ઉપયોગી છે. આ સાથે PET સ્કેનથી એ વાતની માહિતી પણ મળે છે કે કેન્સર શરીરમાં કેટલું ફેલાયું છે.'

હાલમાં જ સંજુબાબાએ કેન્સર અંગે વાત કરી હતી
હાલમાં સંજય દત્ત હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમના સલૂનમાં ગયો હતો અને અહીં તેણે પોતાની બીમારી અંગે વાત કરી હતી. સંજય દત્તે વિડિયોમાં કહ્યું હતું, 'હાઇ, હું સંજય દત્ત છું. સલૂનમાં પાછા આવવાનું ગમ્યું. નવો હેરકટ કરાવ્યો. તમે મારા જીવનનાં જખમ જોશો, પરંતુ હું એને હરાવીશ. હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ 'રોકી'માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ (પૈસાનો ગલ્લો) છું. અલીમ હંમેશાં મારા વાળ પર પ્રયોગો કરતો રહેતો હોય છે. 'KGF ચેપ્ટર 2'માં મારો લૂક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. હું સેટ પર પાછો ફરીને ખુશ છું. આવતીકાલે હું 'શમશેરા'નું ડબિંગ કરીશ.'

સંજય દત્તે કિમોથેરપી નહીં, પરંતુ ઈમ્યુનોથેરપી લીધી હતી

હાલમાં જ સોશિયલ મીડિયામાં સંજય દત્તની એક તસવીર વાઈરલ થઈ હતી. આ તસવીરમાં સંજય દત્ત ઘણો જ વીક જોવા મળ્યો હતો. આ તસવીરને કારણે એવી ચર્ચા થવા લાગી હતી કે કિમોથેરપીને કારણે વજન ઘટી ગયું છે. જોકે સાચી વાત અલગ જ છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે, સંજય દત્ત કિમોથેરપી લેતો નથી અને તેનું વજન 20 કિલો ઘટ્યું નથી. દિવ્ય ભાસ્કરને માહિતી આપતાં સંજય દત્તના નિકટના સાથીઓએ કહ્યું હતું કે તેના વજનમાં માત્ર પાંચ કિલોનો ઘટાડો થયો છે. તેણે કિમોને બદલે ઈમ્યુનોથેરપી કરાવી હતી. સંજય દત્તની બીમારી એટલી ગંભીર નથી, જેટલી મીડિયામાં કહેવાઈ રહી છે. નિકટના સાથીઓએ કહ્યું હતું કે સંજયે કિમોને બદલે ઈમ્યુનોથેરપી લીધી હતી. આ એક નવી ટેક્નિક છે. આ ટેક્નિકમાં પ્રતિરક્ષક કોષ (સેલ), કેન્સરના મેલિનેન્ટ કોષ સામે લડવામાં મદદ કરે છે.

આઠ ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ થયો હતો
સંજય દત્ત આઠ ઓગસ્ટના રોજ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. અહીં વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ સંજય દત્તને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટના રોજ સંજય દત્તને રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ એવી ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર છે. જોકે પરિવારે આ મુદ્દે કોઈ વાત કરી નહોતી. સંજય દત્તની પત્ની માન્યતાએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું,પરંતુ તેમાં પણ બીમારી અંગે કોઈ વાત કરી નહોતી. આ સ્ટેટમેન્ટમાં માન્યતાએ કહ્યું હતું, 'સંજય દત્ત ઝડપથી સાજો થાય એ માટે જેણે પણ પ્રાર્થના કરી તે તમામનો હું આભાર માનું છું. આ તબક્કે અમારે હિંમત તથા પ્રાર્થનાની જરૂર છે. ભૂતકાળમાં પરિવાર ઘણી જ મુશ્કેલીમાંથી પસાર થઈ ચૂક્યો છે, પરંતુ મને વિશ્વાસ છે કે આ સમય પણ પસાર થઈ જશે. જોકે હું દરેકને હૃદયપૂર્વક સંજુના ચાહકોને વિનંતી કરું છું કે તેઓ કોઈ જાતની અટકળો કે અફવાઓ પર ધ્યાન ના આપે, પરંતુ અમને પ્રેમ તથા સપોર્ટ આપે. સંજુ હંમેશાં ફાઈટર રહ્યો છે અને પરિવાર પણ. ભગવાને ફરીવાર એકવાર અમારી પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. અમને તમારી પ્રાર્થના તથા આશીર્વાદની જરૂર છે અને અમને ખ્યાલ છે કે અમે દર વખતની જેમ આ વખતે પણ જીતીશું. ચાલો, આપણે આ તકે પ્રકાશ તથા હકારાત્મકતા ફેલાવીએ.'

કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી
સંજય દત્તની બીમારીની વાત સામે આવ્યા બાદ માન્યતાએ રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે સંજયના તમામ ચાહકો તથા શુભેચ્છકોનો હું આભાર માની શકું તેમ નથી. સંજય પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઉતારમાંથી પસાર થયો છે, પરંતુ તે માત્ર ને માત્ર ચાહકોના સપોર્ટને કારણે આમાંથી બહાર આવી શક્યો છે, આથી જ અમે હંમેશાં તમારા આભારી રહીશું. અમે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ એ માટે અમને તમારા પ્રેમની અપેક્ષા છે.

  • એક પરિવાર તરીકે અમે આ પરિસ્થિતિને હકારાત્મકતાની સાથે લડવાનો નિર્ણય લીધો છે. અમે હાસ્ય સાથે જીવનને સામાન્ય રીતે જીવવાના પ્રયાસમાં છીએ, કારણ કે આ એક લાંબી લડાઈ હશે. સંજય માટે નેગેટિવિટી વગર આ કરવાની જરૂર છે.
  • આ મુશ્કેલ સમયમાં હું હોમ ક્વોરન્ટીન પિરિયડમાં છું અને તેથી જ સંજયની સાથે હોસ્પિટલમાં તેની સાથે રહીશ નહીં. જોકે આ પિરિયડ થોડા સમયમાં પૂરો થઈ જશે. દરેક લડાઈમાં મશાલ લઈને ચાલનારા તથા કિલ્લાની દેખરેખ માટે કોઈ વ્યક્તિ હોય છે.
  • પ્રિયાએ અમારા પરિવાર દ્વારા ચાલતા કેન્સર ફાઉન્ડેશન સાથે બે દાયકાથી કામ કર્યું છે. તેમણે પોતાની માતાને આ બીમારી સામે ઝઝૂમતાં જોયાં છે. તે જ અમારી મશાલ પકડીને ઊભાં છે અને હું કિલ્લાની સંભાળ રાખીશ.
  • જે લોકો સતત પૂછી રહ્યા છે તેમને હું કહેવા માગીશ કે સંજય પોતાની શરૂઆતની સારવાર મુંબઈમાં જ કરાવશે. અમે આગળની યોજના ત્યારે જ બનાવીશું જ્યારે કોવિડ-19ની પરિસ્થિતિ સામાન્ય થઈ જાય. હાલમાં સંજય કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટર્સના શરણે છે.
  • હું દરેકને હાથ જોડીને વિનંતી કરું છું કે સંજયની બીમારીના સ્ટેજ અંગે અનુમાન ના લગાવો. ડૉક્ટર્સને પોતાનું કામ કરવા દો. અમે સતત તેમની તબિયતના સુધારા અંગે અપડેટ આપતા રહીશું.
  • સંજય માત્ર મારા પતિ કે અમારાં બાળકોના પિતા નથી પરંતુ પિતા સુનીલ અને માતા નરગિસના ગયા બાદ તે અંજુ તથા પ્રિયા માટે પિતા સમાન છે. તે અમારા પરિવારનાં દિલ તથા આત્મા છે.
  • જ્યારે અમારો પરિવાર એકદમ હચમચી ઊઠ્યો છે ત્યારે અમે મનથી લડવાનું નક્કી કર્યું છે. તમે કરેલી પ્રાર્થના તથા ભગવાનનો સાથ મેળવીને અમે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. અમે જીતીશું.

સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત છેલ્લે મહેશ ભટ્ટની ફિલ્મ 'સડક 2'માં જોવા મળ્યો હતો. હાલમાં સંજય દત્ત પાસે 'ભુજઃ ધ પ્રાઈડ', 'તોરબાઝ', 'KGF ચેપ્ટપ 2', 'શમશેરા', 'પૃથ્વીરાજ' તથા 'ડમ ડમ ડિગા' જેવી ફિલ્મ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


after 2 month treatment sanajy dutt cancer free

Source

એક્ટ્રેસના ભાઈ અક્ષતના લગ્નની તૈયારીઓ શરૂ, સૌ પહેલા મામાના ઘરે કંકોત્રી આપવામાં આવી

www.divyabhaskar.co.in |

કંગના રનૌત પર એક પછી એક FIR થઈ રહી છે. જોકે, આ દરમિયાન કંગના પોતાના ભાઈ અક્ષતના લગ્નમાં વ્યસ્ત છે. કંગનાના ભાઈ અક્ષતના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. સૌ પહેલા 'બધાઈ' નામની વિધિ કરવામાં આવી હતી. આ હિમાચલ પ્રદેશની એક પરંપરા છે. કંગનાએ ભાઈને પીઠી ચોળતી હોય તેવો એક વીડિયો પણ શૅર કર્યો હતો.

ભાઈને પહેલીવાર પીઠી લગાવી
કંગનાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'બધાઈ' હિમાચલની એક પરંપરા છે, જેમાં મામાના ઘરે સૌ પહેલાં લગ્નનું કાર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ અન્ય લોકોને આમંત્રણ આપવામાં આવે છે. વીડિયોમાં કંગના પરિવારની સાથે હિમાચલી ગીતો સાથે અક્ષતને પીઠી ચોળે છે.

નવેમ્બરમાં લગ્ન

સગાઈ દરમિયાન અક્ષત તથા રીતુ

કંગનાના ભાઈ અક્ષત રનૌતના લગ્ન નવેમ્બરમાં છે. કંગનાની ભાભી એટલે કે અક્ષતની પત્ની રીતુ સાંગ્વાન ડૉક્ટર છે અને તે હરિયાણાની છે.

અક્ષત લવ મેરેજ કરશે
કંગનાની બહેન રંગોલીએ કહ્યું હતું કે તેઓ પહાડી અને રાજપૂત છે પરંતુ તેમની ભાભી એટલે કે રીતુ જાટ કૉમ્યુનિટીની છે. તેમના પરિવારમાં આ પહેલા ઈન્ટર કાસ્ટ મેરેજ છે. અક્ષત તથા રીતુએ ગયા વર્ષે નવેમ્બરમાં જ સગાઈ કરી હતી.

સગાઈ દરમિયાન પૂરા પરિવાર સાથે અક્ષત-રીતુ
રીતુ તથા અક્ષતના લવ મેરેજ છે

હાલમાં જ કંગનાએ 'થલાઈવી'નું શૂટિંગ શરૂ કર્યું
ભાઈના લગ્નની વિધિ શરૂ થાય તે પહેલા જ કંગનાએ હૈદરાબાદમાં ફિલ્મ 'થલાઈવી'નું શૂટિંગ કર્યું હતું. કંગનાએ સેટ પરની કેટલીક તસવીરો પણ શૅર કરી હતી. ત્યારબાદ તેણે પોતાની આગામી ફિલ્મ 'તેજસ' તથા 'ધાકડ'ની ટ્રેનિંગ શરૂ કરી હતી. હિંદુ-મુસ્લિમમાં ભાગલા પડાવવાનો આક્ષેપ કંગના પર મૂકવામાં આવ્યો છે અને આ સંદર્ભે 2 FIR પણ કરવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana Ranaut, Rangoli Chandel’s brother Aksht’s wedding rituals start

Source

રાજકુમાર-નુસરત સ્ટારર ‘છલાંગ’ ટ્રેલરના 4 કલાકમાં જ 16 લાખથી વધારે વ્યૂઝ, યુટ્યુબ યુઝરે કહ્યું, ‘ફાઈનલી અશ્લીલતા અને નેપોટિઝ્મ વગરની ફિલ્મ આવી’

www.divyabhaskar.co.in |

રાજકુમાર રાવ, નુસરત ભરૂચા અને મોહમ્મદ જીશાન અયુબ સ્ટારર ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર શનિવારે રિલીઝ થયું. આ ટ્રેલરને યુટ્યુબ પર લોકો પસંદ કરી રહ્યા છે, માત્ર 4 કલાકની અંદર 16 લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. ઘણા લાંબા સમય પછી કોઈ ફિલ્મના ટ્રેલરને લાઈક કરનારાની સંખ્યા ડિસલાઈક કરનારાથી વધારે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે યુટ્યુબ પર ટ્રેલરના 70 ;લાખથી વધારે વ્યૂઝ છે.

શનિવારે સાંજે 6:50 સુધી ટ્રેલરનો રિપોર્ટ

વ્યૂ 1,632,286
લાઈક 99, 941
ડિસલાઈક 2310
કમેન્ટ 4236

યુટ્યુબ યુઝર્સે પોઝિટિવ રિવ્યૂ આપ્યા
મોટાભાગના યુટ્યુબ યુઝર્સ ‘છલાંગ’ના ટ્રેલર પર પોઝિટિવ રિવ્યૂ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ફાઈનલી કોઈ એવું મૂવી બન્યું જેમાં અશ્લીલતા અને નેપોટિઝ્મ નથી. આશા છે કે આ ફિલ્મમાં કોઈ આઈટમ સોંગ કે રીમિક્સ નહિ હોય. ટ્રેલર ઘણું સારું છે.

અન્ય યુઝરે કમેન્ટ કરી કે, હંસલ મહેતાનું ડિરેક્શન, 2. 0% નેપોટિઝ્મ, 100% ટેલેન્ટેડ એક્ટર્સ-આ ફિલ્મ જોવાના ત્રણ કારણ કાફી છે. બીજા યુઝરે લખ્યું કે, આ બોલિવૂડમાં અત્યાર સુધીની સૌથી રિયાલિસ્ટિક ફિલ્મ છે.

ફિલ્મની સ્ટોરી આવી છે
ટ્રેલર જોયા પછી ખબર પડે છે કે મોન્ટુ (રાજકુમાર રાવ) એક સ્કૂલમાં PT ટીચર છે, જેના માટે નોકરી જ બધું છે. તે સ્કૂલની ટીચર નીલુ (નુસરત ભરૂચા)ને પ્રેમ કરવા લાગે છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે સ્કૂલમાં બીજા એક PT ટીચર સિંહ (મોહમ્મદ જીશાન અયુબ)ની એન્ટ્રી થાય છે, તે મોન્ટુ અને નીલુની લવ સ્ટોરીમાં વિલન બની જાય છે.

સિંહ મોન્ટુને નીચા દેખાડવાની કોશિશ કરતો રહે છે. એ પછી મોન્ટુ નોકરી છોડવાનું પસંદ કરે છે, પરંતુ તે પહેલાં તે સિંહને ચેલેન્જ કરે છે કે બંને એક-એક ટીમ બનાવીને સ્પર્ધા કરીને સાબિત કરવું જોઈએ કે કોણ સારો PT ટીચર છે.

હંસલ મહેતાનું નિર્દેશન
ફિલ્મના ડિરેક્ટર હંસલ મહેતા છે. લવ રંજનની સાથે અજય દેવગણ, અંકુર ગર્ગ અને ભૂષણ કુમારે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. સ્ટાર કાસ્ટમાં રાજકુમાર રાવ, નુસરત ભરૂચા અને મોહમ્મદ જીશાન અયુબની સાથે ઈલા અરુણ, સૌરભ શુક્લાઅને સતીશ કૌશિક પણ દેખાશે. ફિલ્મ 13 નવેમ્બરે એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rajkumar Rao, Mohammed Zeeshan Ayyub And Nushrat Bharucha Starrer ‘Chhalaang’ Trailer Got More Than 16 Lakh Views In Just 4 Hours

Source

એક્ટરે કહ્યું- દાદીને કારણે આજે પણ ગામડામાં અમને નીચી જાતિના સમજવામાં આવે છે, મારા ફેમસ હોવાથી પણ કોઈ ફર્ક પડતો નથી

www.divyabhaskar.co.in |

નવાઝુદ્દીન સિદ્દીકીના જણાવ્યા મુજબ તેના ગામડા (બુઢાના, ઉત્તર પ્રદેશ)માં આજેપણ તેમને જાતિને લઈને થતા ભેદભાવનો સામનો કરવો પડે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે હાથરસમાં દલિત છોકરી પર થયેલા ગેંગરેપ અને મારપીટ પર પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે જાતિ વ્યવસ્થા એટલી હદે ઊંડે સુધી ફેલાઈ છે કે ફિલ્મોમાં તે આટલા ફેમસ છે છતાં પણ તેને બક્ષવામાં આવતા નથી.

દાદીને કારણે હજુ પણ લોકો નીચા સમજે છે
NDTV સાથેની વાતચીતમાં નવાઝે કહ્યું, 'મારા દાદી નીચી જાતિના છે. તેમને લીધે લોકો આજે પણ અમને સ્વીકારતા નથી. આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે હું ફેમસ છું. આ (જાતિવાદ) તેમની અંદર ઊંડે સુધી ભરાયેલો છે. આ તેમની રગોમાં છે. તેઓ આના પર ગર્વ કરે છે. શેખ સિદ્દીકી ઊંચી જાતિના છે અને તેમને તેવા લોકો સાથે કોઈ લેવા-દેવા નથી જેને તેઓ પોતાનાથી નીચા માને છે. આજેપણ ત્યાં એવું જ છે. આ ઘણું અઘરું છે.'

હાથરસની ઘટના પર નવાઝનું રિએક્શન
ઉત્તર પ્રદેશના હાથરસમાં ચાર અપર ક્લાસ દ્વારા ગેંગ રેપ અને મારપીટ બાદ થયેલા દલિત છોકરીના મૃત્યુથી દેશભરમાં ગુસ્સો છે. આ બાબતે નવાઝે કહ્યું કે, 'જે ખોટું છે તે ખોટું છે. હાથરસમાં જે થયું, તે વિરુદ્ધ અમારી આર્ટિસ્ટ કમ્યુનિટી પણ બોલી રહી છે. બોલવું ઘણું જરૂરી છે. આ ઘણી દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.'

જાતિ વ્યવસ્થાને લઈને નવાઝે કહ્યું, 'લોકો કહી શકે છે કે જાતિગત ભેદભાવ નથી, પરંતુ તે જ લોકો આસપાસ જઈને જુએ તો તેમને અલગ હકીકત જાણવા મળશે.'

ફિલ્મમાં દલિતના રોલમાં નવાઝ દેખાયા હતા
નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં જ ડિરેક્ટર સુધીર મિશ્રાની ફિલ્મ 'સિરિયસ મેન'માં દલિત વ્યક્તિના રોલમાં દેખાયા હતા. 2 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી 'સિરિયલ મેન' આ નામથી જ પબ્લિશ થયેલી મનુ જોસેફની બુક પર આધારિત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Nawazuddin Siddiqui Faces Caste Discrimination In His Village

Source

સંગીતને કારણેે યાદગાર ફિલ્મોમાં ત્રણ પેઢી આવી ગઇ

www.gujaratsamachar.com |

૨૦૧૯ના જાન્યુઆરી-ફેબ્રુઆરીથી આપણે ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના પાયોનિયર એેવા સંગીતકારો શંકર જયકિસનની સર્જનકલાનો આસ્વાદ માણી રહ્યા છીએ. ૧૯૫૦ના દાયકાના ટોચના કલાકારો દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદ, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર અને કોમેડિયન મહેમૂદનાં ગીતોની ઝલક આપણે માણી. આ જ રીતે અન્ય કલાકારો સુનીલ દત્ત, ધર્મેન્દ્ર, મનોજ કુમાર, જિતેન્દ્ર વગેરેનાં ગીતોની ઝલક માણી શકાય. 

આજે સહેજ જુદા પ્રકારની વાત માંડવી છે. શંકર જયકિસને કારકિર્દીનો આરંભ રાજ કપૂરની બરસાત ફિલ્મથી કર્યો. આ ફિલ્મમાં નરગિસ અને નીમ્મી બે હીરોઇનો હતી. પહેલા દાયકા પછી રાજ કપૂરની ફિલ્મમાં નૃત્યાંગના અભિનેત્રી પદ્મિની આવી. પછી વૈજયંતી માલા આવી. 

એ જ રીતે દિલીપ કુમાર, દેવ આનંદ, શમ્મી કપૂર અને રાજેન્દ્ર કુમાર સાથે જુદી જુદી ફિલ્મોમાં જુદી જુદી હીરોઇનો આવી. શંકર જયકિસને જે કલાકારો માટે સંગીત પીરસ્યું એમાં કથાનાયક ઉપરાંત નાયિકા પણ આવી ગઇ. કોમેડી હોય તો મહેમૂદ સાથે શુભા ખોટે આવી જાય. જે તે હીરો સાથે જે તે હીરોઇન આવી જાય. સૌથી વધુ હીરોઇનો કદાચ શમ્મી કપૂર સાથે આવી.

આ મુદ્દો ધ્યાનમાં રાખીને જ શંકર જયકિસને અભિનેત્રીઓ માટે પીરસેલાં સંગીતની અલગ વાત કરી નથી. જો કે અમુક હીરોઇનોનાં યાદગાર ગીતોની અલપઝલપ વાત વચ્ચે આવી ગઇ. જેમ કે રાગ ચારુકેશીની વાત આવી ત્યારે ફિલ્મ આરઝૂના સાધના પર ફિલ્માવાયેલા ‘બેદર્દી બાલમા તુઝ કો મેરા મન યાદ કરતા હૈ… ‘ ગીતનો ઉલ્લેખ આવી ગયો. રાગ આશાવરીનો ઉલ્લેખ કરતાં મીનાકુમારી પર ફિલ્માવાયેલું ગીત ‘રુક જા રાત ઠહર જા રે ચંદા…’ અને રાગ તિલક કામોદ પર આધારિત ગીત ‘હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે હૈં ખો બૈઠે…’ ની ઝલક આવી ગઇ.

અહીં જે મુદ્દા પર ભાર મૂકવો છે એ આ છે ઃ ૧૯૪૮-૪૯માં ફિલ્મ બરસાતથી સૂરીલી કારકિર્દી શરૂ કરનારા આ બંને સંગીતકારોએ ૧૯૭૧માં જયકિસનના અકાળ અવસાન સુધીમાં ત્રણ પેઢીની અભિનેત્રીઓ માટે સંગીત પીરસ્યું. માત્ર પીરસ્યું એમ નહીં, સદાબહાર, યાદગાર અને મધુર સંગીત પીરસ્યું. આ સંગીત ભૂલ્યું ભૂલાય નહીં. નરગિસ-નીમ્મીથી શરૂ થયેલું ગણીએ તો પછીની પેઢીની સાયરાબાનુ, શમલા ટાગોર, રાજશ્રી, હેમા માલિની અને ઝીનત અમાન આવી.

આ ત્રણ પેઢીના ઉલ્લેખમાં કેટલીક હીરોઇનોનાં નામ પણ લેવાનાં રહી ગયાં. જો કે એમની યાદી અહીં આપવાનો હેતુ પણ નહોતો. મોટા ભાગની હીરોઇનો માટે લતાજી, આશાજી અને સુમન કલ્યાણપુરે કંઠ આપ્યો. થોડાંક ગીતોમાં શારદા અને બે-ચાર ગીતોમાં મુબારક બેગમે કંઠ આપ્યો. એમાં એક પણ ગીત એવું નહીં મળે જે શંકર જયકિસનના ચાહકને યાદ ન હોય. એક પણ ગીત એવું નહીં મળે જે તરોતાજું ન લાગે. એક પણ ગીત એવું નહીં આપી શકો જેમાં મેલોડી ન હોય.

કહેવાનું તાત્પર્ય એ છે કે કથાનાયક જેટલુંજ યાદગાર સંગીત શંકર જયકિસને નાયિકાઓ માટે પણ પીરસ્યું. એમાં રાગદારી આધારિત ગીતો પણ હતાં, ‘હો મૈંને પ્યાર કિયા, હાય હાય ક્યા જુર્મ કિયા’ જેવાં લોકગીતો પણ આવ્યાં, ‘આજ કલ મેં ઢલ ગયા…’ જેવી લોરીઓ પણ આવી અને ‘બનવારી રે જીને કા સહારા તેરા નામ હૈ..’ જેવાં ભક્તિગીતો પણ આવ્યાં. રોમાન્ટિક ગીતો તો બેસુમાર આપ્યાં. એમાં મિલનનાં, વિરહનાં, રીસામણાં-મનામણાંના અને વસમી વિદાયનાં ગીતોનો સમાવેશ હતો. 

અગાઉ તમને કહેલું કે એક ડાન્સગીતના નૃત્ય રિહર્સલમાં વૈજયંતી માલા મૂંઝાણી હતી ત્યારે સંગીતકાર શંકરે નૃત્યનો એ પીસ જાતે કરી બતાવ્યો હતો. આમ પોતાના કામમાં આ બંને એટલા સમપત હતા કે ફિલ્મની કથાનાં બધાં પાત્રોને યથોચિત ન્યાય મળે એ રીતે સ્વરનિયોજન કરતા. એમાંય શંકર જયકિસનની કારકિર્દીના ઉત્તરાર્ધ વખતે તો લક્ષ્મીકાંત પ્યારેલાલ, આર ડી બર્મન વગેરે સંગીતકારોનો ઉદય થતાં ગળાંકાપ સ્પર્ધા શરૂ થઇ ચૂકી હતી. છતાં, આ બંને  હસતાં મોઢે કામ કરતા રહ્યા. સદાબહાર સંગીત પીરસતાં રહ્યા.

Source

ભૂમિ પેડનેકરે રણવીર સિંહને કંઈક એવુ કહી દીધુ જેના કારણે તે આવી ગઈ ચર્ચામાં

gujarati.oneindia.com |
અભિનેત્રી ભૂમિ પેડનેકરે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે અને ઘણીવાર પોતાની બેબાક વાતો માટે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે અભિનેત્રી નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહામાં જોવા મળી હતી જ્યાં તેણે અમુક મઝાના સવાલોના જવાબ આપ્યા છે. પરંતુ આ

Source

દીપિકા, શ્રદ્ધા અને સારાને પણ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું, અમદાવાદ, ઇન્દોર અને ચેન્નઈથી વધારાની ટીમ બોલાવવામાં આવી

www.divyabhaskar.co.in |

એક્ટર સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરનારી એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના 20 અધિકારી અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. સોમવારે સાંજે રિપોર્ટ આવ્યા બાદ અમદાવાદ, ઇન્દોર, બેંગ્લોર અને ચેન્નઈથી NCBના અધિકારીઓને મુંબઈ બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘણા મોટા અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મુંબઈ બહારથી આવેલા અધિકારીને એક ગેસ્ટ હાઉસમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

NCBના સૂત્રો મુજબ છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન ટીમે જેટલા લોકોની પૂછપરછ કરી અથવા મુલાકાત લીધી તે બધાને કોવિડ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહ સામેલ છે. બધા આજકાલમાં કોરોના ટેસ્ટ કરાવી શકે છે. સૂત્રો એવું પણ જણાવે છે કે સંક્રમિત થયેલા મોટાભાગના લોકોમાં લક્ષણ જોવા મળ્યા નથી.

NCBની બે ટીમ ડ્રગ્સ કેસની તપાસ કરી રહી છે
આ પહેલાં એક્સચેન્જ બિલ્ડિંગ સ્થિત NCB ઓફિસના ચાર કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખી ઓફિસને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવી હતી. બોલિવૂડમાં ડ્રગ્સ એન્ગલને લઈને બે ટીમ તપાસ કરી રહી છે. NCB ઓફિસમાં સુશાંત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ એન્ગલની તપાસ થઇ રહી છે અને ગેટ વે ઓફ ઇન્ડિયા સ્થિત ગેસ્ટ હાઉસમાં બોલિવૂડના ડ્રગ્સ એન્ગલની તપાસ થઇ રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ ફોટો દીપિકા પાદુકોણનો NCB ગેસ્ટ હાઉસમાં જતા સમયનો છે. તેને પણ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

Source

હરિહરન બોલ્યા- પહેલા સ્ટેજ શો દરમ્યાન દીદીએ ઓડિયન્સ તરફ જોવાની ના પાડી હતી, પછી ખબર પડી તેમનું આવું કહેવાનું કારણ

www.divyabhaskar.co.in |

લતા મંગેશકરને 92મા જન્મદિવસ પર ફેમસ સિંગર હરિહરને તેમને શુભેચ્છા આપતા તેમની સાથે કામ કરવાનો તેમનો અનુભવ દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યો. તેમણે કહ્યું કે જ્યારે પહેલીવાર તેમની સાથે સ્ટેજ શોમાં ગાઈ રહ્યો હતો તો તેમણે મને એક શીખ આપી હતી.

હરિહરને કહ્યું, 'દીદીને જન્મદિવસની ઘણી શુભકામના. પ્રાર્થના કરું છું કે તે સ્વસ્થ અને ખુશ રહે. ફિલ્મોમાં ગાવા પહેલાં તેમની સાથે બંગાળ, લંડન વગેરે જગ્યાઓ પર ઘણા મોટા શો કર્યા છે. ત્યારબાદ તેમની સાથે લમ્હે, સત્ય વગેરે ફિલ્મોમાં ગીતો ગાયા. પોતાના પિતાજીના નામે વર્ષમાં એકવાર પ્રોગ્રામ કરતા હતા. તેમાં મેં ત્રણ ચાર વર્ષ પરફોર્મ કર્યું. તેમના પિતાજીના નામ પર જે અવોર્ડ છે જે તે પણ આપ્યો. મારા માટે આ સૌભાગ્યની વાત છે કે સૌથી પહેલા તેમણે એક લાઈવ મ્યુઝિશિયનને આ અવોર્ડ આપ્યો હતો.

દીદીએ ઓડિયન્સ સામે જોવાની ના પાડી હતી
'તેમની સાથે પહેલીવાર શોમાં ગાઈ રહ્યો હતો. ગીત હતું 'યે રાત ભીગી ભીગી..' સ્ટેજ પર જતા પહેલાં તેમણે કહ્યું કે હરિ પહેલીવાર ગાઈ રહ્યા છો તો વધુ ઉપર અને ઓડિયન્સ તરફ ન જોતા. હવે કોઈ કહે કે ઉપર ન જોતા તો તે કરવા ઉત્સાહિત રહીએ છીએ.'

'ના પાડી હતી છતાં મેં વાત ન માની'
'પહેલું મુખડું ગાયું તો તેમને ઘણું ગમ્યું. તેમણે ઈશારાથી મને કહ્યું પણ ખરા કે તેમને ગમ્યું. પરંતુ જેવું મ્યુઝિક વાગ્યું કે મેં હળવેથી નજર ઊંચી કરીને ઓડિયન્સ તરફ જોઈ લીધું. ત્યાં લાખોથી વધુ લોકોની ઓડિયન્સ બેઠી હતી. પહેલીવાર આટલા બધા લોકોને એકસાથે જોઈને એક ક્ષણ માટે મારું ધ્યાન હટી ગયું. પછી તો અંતરો શરૂ થયો કે ભૂલ કરી બેઠો.'

'મારી ભૂલ પર તેઓ હસી રહ્યા હતા'
'જોકે ભૂલ ઓડિયન્સને નહીં ખાલી અમને જ ખબર પડી. પરંતુ જ્યારે 2 મિનિટ પછી દીદી તરફ જોયું તો તેઓ હસી રહ્યા હતા કે તમે કેમ ઓડિયન્સ તરફ જોયું. તેમને ઓબ્ઝર્વ કરીને જ અમને ઘણું બધું શીખવા મળે છે.'

'ગીત યાદ ન રહે ત્યાં સુધી તે માઈક પર ન આવતા'
'દીદીને જ્યાં સુધી ગીત યાદ ન રહે ત્યાં સુધી તેઓ માઈક સામે આવતા ન હતા. એવું ક્યારેય નથી થયું કે યાદ કર્યા વગર માઈક સામે આવી ગયા. રિહર્સલ બે ત્રણ વખત કર્યા બાદ દરેક વખત તે જ રીતે ગીત ગાતા હતા. બે ત્રણ રિહર્સલ પછી એવું લાગતું કે ગીતમાં શું જાન આવી ગઈ છે.'

'દીદી કેરમ ઘણું સારું રમે છે'
'દીદી કેરમ બોર્ડ ઘણી સારી રીતે રમે છે. વેરી ગુડ કેરમ બોર્ડ પ્લેયર. મેં તેમની સાથે તેમના ઘરે એક બે વાર કેરમ રમ્યું છે. તેમનો ગેમ રમવાનો અંદાજ જ અલગ હોય છે. એકદમ શાર્પ. તેને રમવામાં પણ એક અલગ પ્રકારની નઝાકત હોતી હતી, તે એકદમ અલગ રીતે વિચારે છે.'

(જેવું હરિહરને ઉમેશ કુમાર ઉપાધ્યાયને જણાવ્યું)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


=Hariharan Remembers His Memories With Lata Mangeshkar On Her Birthday, Says Didi Refused To Look At The Audience During The First Stage Show, Later Found Out The Reason For Her Saying So

Source

error:
Scroll to Top