આવય

વડોદરા : શિનોરમાં અવાવરું કૂવામાં પડેલાં કપિરાજને રેસ્ક્યુ કરવામાં આવ્યો

gujarati.oneindia.com |
વડોદરા : શિનોરમાં અવાવરું કૂવામાં પડેલાં કપિરાજને રેસ્ક્યુ કરવામાં આવ્યો

Source

સૈફ અલી ખાનની પોલિટિકલ ડ્રામા ‘દિલ્હી’નું નામ બદલીને ‘તાંડવ’ રાખવામાં આવ્યું, આવતા મહિને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

www.divyabhaskar.co.in |

લોકડાઉન બાદ ભારતના ઘણા થિયેટર્સ શરૂ થઈ ગયા છે. જો કે,પરિસ્થિતિ હજી સામાન્ય થવામાં થોડા મહિનાનો સમય લાગશે અને એટલે જ આ સમય દરમિય ઘણાં ડિજિટલ પ્લેટફોર્મ સમયાંતરે નવા શો અને ફિલ્મો રિલીઝ કરીને ઓડિયન્સનું એન્ટરટેઇનમેન્ટ કરવાનો તમામ પ્રયાસ કરી રહ્યા છે.

લોકડાઉન દરમિયાન 'પંચાયત',’બ્રીધ: ઇન્ટુ ધ શેડો’, 'પાતાલ લોક' અને 'મિરઝાપુર 2' વેબ સિરીઝની સફળતા પછી એમેઝોન પ્રાઇમ વીડિયો ભારતીય દર્શકો માટે બીજી મનોરંજક વેબ સિરીઝ લાવવાની તૈયારીમાં છે. અહીં ફિલ્મ નિર્માતા અલી અબ્બાસ ઝફરના આગામી પોલિટિકલ ડ્રામા 'તાંડવ'ની વાત થઈ રહી છે, જેમાં સૈફ અલી ખાન લીડ રોલમાં જોવા મળશે.

આ વર્ષના અંત સુધીમાં 'ધ ફેમિલી મેન 2'ને બદલે 'તાંડવ' રિલીઝ થશે
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મેકર્સ આ સિરીઝને આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાના હતા. પ્લાનિંગ પ્રમાણે, આ વર્ષના અંત સુધીમાં તેઓ મનોજ બાજપેયીની 'ધ ફેમિલી મેન 2' લોન્ચ કરવાના હતા. પરંતુ લોકડાઉનને કારણે આ સિરીઝ અત્યાર સુધી પૂરી નથી થઈ શકી. સિરીઝના VFXનું કામ હજી પૂરું નથી થયું, જેના કારણે આ વર્ષે આ સિરીઝ લોન્ચ કરવામાં નહીં આવે. બીજીબાજુ, સૈફ અલી ખાનની 'તાંડવ' તૈયાર છે અને એટલે જ મેકર્સ 'ધ ફેમિલી મેન 2' ને બદલે આ વર્ષના અંત સુધીમાં 'તાંડવ' રિલીઝ કરી દેશે.

સિરીઝનું ટાઇટલ 'દિલ્હી' બદલીને 'તાંડવ' રાખવામાં આવ્યું
સૈફ અલી ખાનની આ 9 એપિસોડની સિરીઝનું ટાઇટલ પહેલાં 'દિલ્હી' હતું, જે હવે બદલીને 'તાંડવ' રાખવામાં આવ્યું છે. આ સિરીઝમાં સૈફ વડાપ્રધાનના દીકરાનો રોલ પ્લે કરશે, જે ગ્રે કેરેક્ટરમાં જોવા મળશે. વડાપ્રધાનની ખુરશી મેળવવા માટે સૈફનો રોલ કઈ હદ વટાવશે એ તો સિરીઝની સ્ટોરી પર જ આધારિત હશે. સિરીઝમાં સૈફ અલી ખાન ઉપરાંત ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, ક્રિતિકા કામરા અને સારા જેન ડિયાસ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

અલી અબ્બાસ ઝફર આ સિરીઝથી ડિજિટલ ડેબ્લૂ કરશે
અલી અબ્બાસ ઝફર આ સિરીઝથી ડિજિટલ ડેબ્લૂ કરશે, જ્યારે સૈફ અલી ખાન 'સેક્રેડ ગેમ્સ સીઝન 2' પછી ફરીથી વેબ સ્પેસમાં કમબેક ફરતો જોવા મળશે. તાજેતરમાં જ અભિનેતાએ રોગચાળા દરમિયાન તેની ફર્સ્ટ એમેઝોન પ્રાઇમ શો માટે ડબિંગ કર્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Saif Ali Khan’s political drama ‘Delhi’ has been renamed ‘Thandav’ and will be released on digital platforms next month.

Source

રાજદ્રોહના કેસમાં એક્ટ્રેસને ત્રીજી વખત સમન્સ મોકલાયું છે, સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે

www.divyabhaskar.co.in |

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને આજે મુંબઈ પોલીસ સમક્ષ સવારે 11 વાગ્યા સુધી હાજર થવાનું છે. જોકે, તેના ચાન્સ સાવ ઓછા છે. કારણકે એક્ટ્રેસ હાલ હૈદરાબાદમાં 'થાલઈવી'ના શૂટિંગ માટે છે. એક્ટ્રેસ તરફથી આજે તેના વકીલ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર રહીને આગળની તારીખ માગી શકે છે. 18 નવેમ્બરે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલને ત્રીજી વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું. આ સમન્સમાં કંગનાને 23 નવેમ્બરે એટલે કે આજે અને તેની બહેન રંગોલી ચંદેલને 24 નવેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

બંને બહેનો પર સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો અને જજ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો કેસ ફાઈલ થયો છે. બંને વિરુદ્ધ કોર્ટના આદેશ પર 17 ઓક્ટોબરે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ થયો હતો. તે પહેલાં કંગનાને પૂછપરછ માટે 26 ઓક્ટોબર અને 3 નવેમ્બરે સમન્સ મોકલીને બોલાવવામાં આવી હતી. ભાઈના લગ્નનો હવાલો આપીને એક્ટ્રેસે 15 નવેમ્બર પછી પૂછપરછ માટે હાજર થવાની વાત કરી હતી.

બે ધર્મો વચ્ચે દ્વેષ પેદા કરવાનો આરોપ
સ્થાનિક કોર્ટના આદેશ પર કંગના વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR ફાઈલ થઇ હતી. બંને બહેનો વિરુદ્ધ એક વિશેષ સમુદાય માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવા અને એક વિશેષ સમુદાય સાથે જોડાયેલા લોકોને ભડકાવવાનો આરોપ છે.

કંગના પર યાચિકા કરનારાના આ આરોપ
કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદની યાચિકા પર સુનાવણી કરતા બાંદ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો હતો. સાહિલ અશરફ અલી સૈયદે તેની યાચિકામાં લખ્યું છે કે, 'કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે તે હિન્દૂ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે.

તેમણે ઘણા જ વાંધાજનક ટ્વીટ કર્યા છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાના ઘણા ટ્વીટ રાખ્યા.

આ ધારાઓ હેઠળ કેસ ફાઈલ થયો છે
બાંદ્રા મેટ્રોપોલિટનના મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાના આદેશ આપ્યા હતા. તેના પર એક્શન લેતા પોલીસે કંગના અને તેની બહેન વિરુદ્ધ આ ધારાઓ હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

ધારા 153 A: IPCની ધારા 153 (A) તે લોકો પર લગાવવામાં આવે છે જે ધર્મ, ભાષા, જાતી વગેરેને આધારે લોકોમાં નફરત ફેલાવવા પ્રયત્ન કરે છે. આમાં 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે.
ધારા 295 A: આ ધારા હેઠળ એવા કાર્યને ગુનો માનવામાં આવે છે જ્યાં આરોપી વ્યક્તિ, ભારતના નાગરિકોના કોઈ વર્ગની ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડવાના ખરાબ આશયથી તે વર્ગ કે ધર્મ કે ધાર્મિક વિશ્વાસનું અપમાન કરે છે અથવા આવું કરવાનો પ્રયાસ કરે છે.
ધારા 124 A:જો કોઈપણ વ્યક્તિ ભારતની સરકારના વિરોધમાં સાર્વજનિક રૂપમાં એવું કઈ કરે જેનાથી દેશ સામે સુરક્ષાનો સંકટ પેદા થઇ શકે છે તો તેને ઉંમરકેદની સજા થઇ શકે છે. આ કાર્યના સમર્થન કરવા કે પ્રચાર- પ્રસાર કરવા પર પણ કોઈને દેશદ્રોહનો આરોપી માની લેવામાં આવે છે.
ધારા 34: આ ધારા મુજબ જ્યારે એક અપરાધિક કામ બધા વ્યકતિએ સામાન્ય હેતુથી કર્યું હોય, તો દરેક વ્યક્તિ આવા કાર્ય માટે જવાબદાર છે જેમ કે ગુનો તેણે એકલા એ જ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ત્રીજી વખત કંગનાને 23 નવેમ્બરે એટલે કે આજે અને તેની બહેન રંગોલી ચંદેલને 24 નવેમ્બરે હાજર થવાનું હતું. – ફાઈલ ફોટો

Source

લગ્ન પહેલાં બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથે દુબઇ પહોંચી ગૌહર ખાન, મિનિ હોલીડેના ફોટોઝ સામે આવ્યા

www.divyabhaskar.co.in |

'બિગ બોસ 7'ની વિજેતા ગૌહર ખાન હાલ તેનાં લગ્નના સમાચારને કારણે ઘણી ચર્ચામાં છે. ગૌહર 24 ડિસેમ્બરે બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથે નિકાહ કરવાની છે જેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે. આ વચ્ચે ગૌહર અને ડાન્સ કોરિયોગ્રાફર જૈદ મિનિ હોલીડે માટે દુબઇ પહોંચ્યા છે. બંનેના અમુક ફોટોઝ પણ સામે આવ્યા છે.

જૈદ દરબારે તેના દુબઇ વેકેશનની ઝલક દેખાડી છે. તેણે ઇન્સ્ટા પર ફોટો શેર કરી લખ્યું કે, હાઈ દુબઇ. હું પાછો આવી ગયો છું પણ આ વખતે પાર્ટનર ગૌહર ખાન સાથે. ગાજા. સોશિયલ મીડિયા પર કપલને ગાજા નામ આપવામાં આવ્યું છે.

5 નવેમ્બરે સગાઈનું અનાઉન્સમેન્ટ કર્યું હતું
ગૌહર ખાન અને જૈદ દરબારે 5 નવેમ્બરે સગાઈનું અનાઉન્સમેન્ટ કર્યું હતું. લવ બર્ડ્સે સોશિયલ મીડિયા પર એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો જેમાં એન્ગેજમેન્ટ રિંગનું ઈમોજી શેર કર્યું હતું. ત્યારબાદ જૈદની માતા, ભાઈ અને બહેને ભાભી ગૌહરનું ઘરમાં સ્વાગત કર્યું હતું.

પિતા ઇસ્માઇલને સગાઈની ખબર ન હતી
ગૌહર જૈદની સગાઈના અનાઉન્સમેન્ટ બાદ પિતા ઇસ્માઇલ દરબારે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને બંનેની સગાઈની જાણકારી નથી. મ્યુઝિક કમ્પોઝરે કહ્યું, જે રીતે લોકો ગૌહર અને જૈદની પોસ્ટ જોઈ રહ્યા છે, તે જ રીતે મને પણ પોસ્ટ જોઈને જ ખબર પડી કે આ બંનેએ સગાઈ કરી લીધી છે. સાચું કહું તો અમારા પરિવારમાં આજેપણ એક નિયમ કાયમ છે અને તે છે પિતા પોતાના પિતાને ખુદ લગ્નની વાત કરવા નથી જતો. હજુ સુધી જૈદે મને એકવાર પણ તેના લગ્ન વિશે જણાવ્યું નથી.

24 ડિસેમ્બરે જૈદ-ગૌહરના નિકાહ
થોડા દિવસ પહેલાં બિગ બોસ 12માં તૂફાની સિનિયર બનીને પહોંચેલી ગૌહર 24 ડિસેમ્બરે મુંબઈમાં નિકાહ કરવાની છે. મહામારીને કારણે આ સામાન્ય સેલિબ્રેશન હશે જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રો સામેલ થઇ શકશે. આ લગ્નમાં સામેલ થવા માટે ગૌહરની બહેન નિગાર અને પરિવારના લોકો ટૂંક સમયમાં દુબઈથી ઇન્ડિયા આવવાના હતા પણ તે પહેલાં એક્ટ્રેસ ખુદ દુબઇ પહોંચી ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Gauhar Khan Arrives Dubai With Boyfriend Zaid Darbar Before Marriage, Pictures Of Mini Holiday With Humsafar Came Out

Source

મહેસાણા : દિવાળી નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું બહુચરાજી મંદિર

gujarati.oneindia.com |
મહેસાણા : દિવાળી નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું બહુચરાજી મંદિર

Source

અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ કોણ છે? ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યું

www.divyabhaskar.co.in |

ડ્રગ્સ કનેક્શનમાં બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ તથા તેની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ NCBના ચક્કરમાં ફસાયા છે. બંનેને NCBએ સમન્સ પાઠવ્યું છે. બુધવાર, 11 નવેમ્બરના રોજ ગેબ્રિએલની NCBએ પૂછપરછ કરી હતી. NCBએ ડ્રગ્સ કેસમાં ગેબ્રિએલના ભાઈ અગિસિલાઓસની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે અર્જુનના ઘરે રેડ પાડી એજન્સીએ તેના ગેજેટ્સ જપ્ત કરી લીધા છે. આ પહેલાં તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. ગેબ્રિએલને NCB તરફથી ક્લીન ચિટ મળે છે કે નહીં તે તો આગામી સમયમાં ખબર પડશે. જોકે, એ પહેલાં આપણે જાણીએ કે ગેબ્રિએલ કોણ છે?

ગેબ્રિએલ સાઉથ આફ્રિકન એક્ટ્રેસ છે. તે એક મોડલ, ફેશન ડિઝાઈનર છે. ગેબ્રિએલ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે અર્જુન રામપાલને ડેટ કરતી હતી.

2018માં ગેબ્રિએલ તથા અર્જુન રામપાલ વચ્ચે સંબંધો હોવાની ચર્ચા થઈ હતી. બંને અનેકવાર સાથે જોવા મળ્યા હતા. આટલું જ નહીં બંને ઈવેન્ટ્સમાં સાથે આવતા હતા. જોકે, બંનેએ લગ્ન કર્યા નથી પરંતુ ગેબ્રિએલે અર્જુનના બાળકને જન્મ આપ્યો છે.

માત્ર 16 વર્ષની ઉંમરમાં ગેબ્રિએલે મોડલિંગની શરૂઆત કરી હતી. તેણે અનેક જાહેરાતમાં કામ કર્યું છે. 2009માં ગેબ્રિએલે સાઉથ આફ્રિકામાં યોજાયેલ મિસ ઈન્ડિયા પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો ત્યારે તે ચર્ચામાં આવી હતી.

આ સ્પર્ધામાં ગેબ્રિએલને ભારતીયોની વચ્ચે ખાસ્સું એવું એક્સપોઝર મળ્યું હતું. ત્યારબાદ તે ભારત આવી હતી. અહીંયા આવીને તેણે મોડલિંગ કર્યું હતું. ગેબ્રિએલ ફિટનેસ ફ્રીક છે. તે નિયમિત રીતે જીમ જતી હોય છે. અનેકવાર ગેબ્રિએલ જીમની બહાર સ્પોટ થઈ છે. સોશિયલ મીડિયામાં પણ ગેબ્રિએલ ઘણી જ એક્ટિવ છે.

સૂત્રોના મતે, અર્જુન રામપાલને ડેટ કરતા પહેલા ગેબ્રિએલના સંબંધો બિઝનેસ મેન રવિ કૃષ્ણન તથા ડિજિટલ મીડિયા પ્રોફેશન શિવ બર્મન સાથે હતા.

ગેબ્રિએલ ફેશનલ લેબ ડેમની એન્ટરપ્રિન્યોર છે. 2014માં ગેબ્રિએલે ફિલ્મ 'સોનાલી કેબલ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી તથા અલી ફઝલ હતા. અંગત જીવનની વાત કરીએ તો ગયા વર્ષે જુલાઈમાં ગેબ્રિએલે દીકરાને જન્મ આપ્યો હતો. હાલમાં તે મધરહૂડ એન્જોય કરી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Who is Arjun Rampal’s live-in partner Gabriella Demetriades? The name came up in the drugs case

Source

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સની NCB આજે પૂછપરછ કરશે, એક્ટરને ગુરુવારે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અર્જુન રામપાલનાઘરે દરોડા પાડ્યા હતા. આજે 11 નવેમ્બરે અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સને 11 વાગ્યે NCB ઓફિસ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તપાસ એજન્સીએ અર્જુન રામપાલને પૂછપરછ માટે ગુરુવાર (12 નવેમ્બર)નું સમન્સ મોકલ્યું છે. મુંબઈના તેના અંધેરીના ઘરે ટીમ પહોંચી હતી.

અર્જુનના ઘરે રેડ પાડી એજન્સીએ તેના ગેજેટ્સ જપ્ત કરી લીધા છે. આ પહેલાં તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. દિવ્ય ભાસ્કરે 1 ઓક્ટોબરે જ અર્જુન રામપાલના ડ્રગ્સ કનેક્શન વિશે જણાવી દીધું હતું. વાંચો, તે દિવસના સંપૂર્ણ સમાચાર જેમાં અમે NCBના અધિકારીના હવાલે જણાવ્યું હતું કે અર્જુન રામપાલ શાહરુખ ખાનના ઘરે ડ્રગ્સ લઈને જતો હતો.

સુશાંત ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ઘણા બધા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા. અર્જુન રામપાલનું નામ પણ સામે આવ્યું હતું. અગાઉ એક ડ્રગ પેડલરે NCB સમક્ષ એવી વાત રજૂ કરી હતી કે અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરુખ ખાનને ડ્રગ્સ સપ્લાય કરે છે. ત્યારબાદ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ ફરી તેને એજન્સીએ કસ્ટડીમાં લીધો છે. NCB અનુસાર 30 વર્ષીય અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એજન્સીએ તેની સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે.

અત્યાર સુધી ઘણા લોકોની ધરપકડ થઇ
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ પછી ડ્રગ્સ કેસમાં ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ થઇ છે. તે મુંબઈમાં કોકિન સપ્લાય કરનારા નાઈઝીરિયન ઓમેગા ગોડવિનના સંપર્કમાં હતા. જ્યારે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરને એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના સ્ટાફ મેમ્બર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત સહિત ઘણો લોકોની ધરપકડ થઇ છે. તેમાં ડ્રગ્સ પેડલર્સ પણ સામેલ છે. રિયા ચક્રવર્તી આશરે એક મહિના સુધી જેલમાં રહ્યા પછી ગયા મહિને જામીન મળ્યા બાદ બહાર આવી છે. રિયાનો ભાઈ હજુ પણ જેલમાં જ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


એક્ટર અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ઘરે દરોડા પાડી NCBએ બંનેની તપાસ કરી છે.

Source

error:
Scroll to Top