આરપ

કંગના સામે હિન્દુ-મુસ્લિમમાં ભાગલાનો આરોપ, બાન્દ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા; બહેન રંગોલી પણ આરોપી

www.divyabhaskar.co.in |

ખેડૂતોના અપમાન બાદ કંગના રનૌત પર ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈની બાન્દ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ કોમવાદ નફરત ફેલાવવાની કલમો હેઠળ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ સાહિલ અશરફ અલી સૈયદ નામની વ્યક્તિની યાચિકા પર સુનાવણી બાદ આપ્યો. સાહિલ અશરફ અલી સૈયદે તેની અરજીમાં જણાવ્યું છે કે ‘કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.’

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

સજાની શું જોગવાઈ છે? – સેક્શન 153 Aમાં ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. જો ગુનો કોઈ ધાર્મિક સ્થળ પર થાય તો સજા 5 વર્ષની પણ થઇ શકે છે. જ્યારે સેક્શન 504માં બે વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

યાચિકા ફાઈલ કરનારનો કંગના પર શું આરોપ છે?
સાહિલ અશરફ અલી સૈયદે તેની યાચિકામાં લખ્યું છે કે 'કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે.

તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાનાં ઘણાં ટ્વીટ રાખ્યાં.

કંગના રનૌત વિરુદ્ધ બાંદ્રા કોર્ટે જાહેર કરેલી આદેશની કોપી.

પૂરતા પુરાવા મળ્યા તો કંગના અરેસ્ટ થઇ શકે છે
કેસમાં 12th કોર્ટ બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાની અને યોગ્ય કાર્યવાહી તેમજ તપાસના આદેશ આપ્યા છે. કંગનાની પૂછપરછ થઇ શકે છે અને જો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળે છે તો તેની ધરપકડ પણ થઇ શકે છે.

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


એક્ટ્રેસ વિરુદ્ધ કર્ણાટકમાં 4 દિવસ પહેલાં પણ એક FIR ફાઈલ થઈ હતી, ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો છે.

Source

મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય વિરુદ્ધ રેપ અને જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઈલ થયો, પત્ની યોગિતા બાલી પર પણ ઘણા ગંભીર આરોપ લાગ્યા

www.divyabhaskar.co.in |

એક્ટર મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવર્તી વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાની વાત કરીને રેપ, જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઈલ થયો છે. મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલીને પણ આમાં આરોપી બનાવાઈ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક એક્ટ્રેસ મોડલે બંને વિરુદ્ધ કેસ ફાઈલ કરાવ્યો છે.

લેખિત ફરિયાદમાં પીડિત મોડલનો આરોપ

  • પીડિતા અને મહાક્ષય વર્ષ 2015થી રિલેશનશિપમાં હતા. મહાક્ષયે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.
  • વર્ષ 2015માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવી અને તેને સોફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા આપી હતી અને આ દરમ્યાન મહાક્ષયે પીડિતાના કન્સેન્ટ વગર જ તેની સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા અને પછીથી લગ્નની વાતો કરતો રહ્યો.
  • મહાક્ષય ઉર્ફ મેમો 4 વર્ષ સુધી શારીરિક સંબંધ બનાવતો રહ્યો અને શારીરિક, માનસિક રીતે પીડા આપતો રહ્યો.
  • જ્યારે તેના રિલેશનશિપને કારણે પ્રેગ્નન્ટ થઇ તો મહાક્ષયે તેના પર અબોર્શન કરાવવા માટે દબાણ આપ્યું અને જ્યારે તે ન માની તો તેને અમુક પીલ્સ આપીને તેનું અબોર્શન પણ કરાવી દીધું. પીડિતાના જણાવ્યા મુજબ તેને ખબર ન હતી કે તેને જે પીલ્સ આપવામાં આવી રહી છે તેનાથી તેનું અબોર્શન થઇ શકે છે.
  • મહાક્ષયની માતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ પછી પીડિતાને ધમકાવી હતી અને તેના પર કેસ પાછો લેવા માટે દબાણ પણ બનાવ્યું.

આ ધારાઓ હેઠળ ફાઈલ થયો કેસ
ઓશિવારા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક દયાનંદ બાંગરે આ કેસની પુષ્ટિ કરતા કહ્યું કે, 'અમે કેસ ફાઈલ કરી લીધો છે અને તપાસ કરી રહ્યા છીએ.' તેમણે જણાવ્યું કે માતા અને દીકરા વિરુદ્ધ IPCની ધારા 376 (2) (N) (એક જ મહિલાનો વારંવાર રેપ કરવો), 328 (ઝેર અથવા અન્ય માધ્યમથી ઇજા પહોંચાડવી), 417 (ફ્રોડ), 506 (અપરાધિક ધમકી), 313 (મહિલાની સહમતી વગર ગર્ભપાત) અને ધારા 34 હેઠળ કેસ ફાઈલ થયો છે.

પહેલાં પણ મહાક્ષય પર આરોપ લાગ્યા હતા
આ કેસમાં પીડિતાએ કોર્ટની મદદ માગી અને પછી કોર્ટના આદેશ પર કેસ ફાઈલ થયો છે. આવી જ મુશ્કેલીમાં મહાક્ષય પહેલાં પણ ફસાયો હતો. બે વર્ષ પહેલાં 2018માં એક ભોજપુરી એક્ટ્રેસે મહાક્ષય પર લગ્ન કરવાનું વચન આપીને રેપ અને ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મિથુનનો દીકરો મહાક્ષય ચક્રવર્તી હાલ બોલિવૂડમાં એન્ટ્રી લેવા માટે પ્રયાસ કરી રહ્યો છે.

Source

અમદાવાદ : નાર્કોટિક્સ ગુનાનો માસ્ટરમાઈન્ડ આરોપી એસઓજીના હાથે ઝડપાયો

gujarati.oneindia.com |
અમદાવાદ : નાર્કોટિક્સ ગુનાનો માસ્ટરમાઈન્ડ આરોપી એસઓજીના હાથે ઝડપાયો

Source

ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થયેલા ક્ષિતિજનો આરોપ, NCB ટોર્ચર કરીને કરણ જોહર, અર્જુન રામપાલ અને રણબીર કપૂરનું નામ ડ્રગ્સ કેસમાં લેવા માટે ફોર્સ કરી રહી છે

www.divyabhaskar.co.in |

બોલિવૂડ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા ક્ષિતિજ પ્રસાદને 6 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ધર્મા પ્રોડક્શનના પૂર્વ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલા ક્ષિતિજને આજે સ્પેશિયલ NDPS કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ સુનાવણી દરમ્યાન તેના વકીલ સતીશ માનશિંદે દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે NCBએ તેને ટોર્ચર કરીને તેના પર કરણ જોહર, અર્જુન રામપાલ અને રણબીર કપૂરનું નામ ડ્રગ્સ કેસમાં લેવા દબાણ આપવામાં આવી રહ્યું છે. તેણે એવો દાવો પણ કર્યો કે ક્ષિતિજ પર્સનલી આ કોઈને નથી જાણતા.

ક્ષિતિજે સમીર વાનખેડે પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો
કોર્ટમાં ક્ષિતિજ તરફથી જણાવવામાં આવ્યું કે તેને મેન્ટલી, ઇમોશનલી અને સાઈકોલોજિકલી ત્રાસ આપવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલાં તેના વકીલે દાવો કર્યો હતો કે NCBના એક અધિકારીએ તેના ફેસ પર શૂઝ રાખીને તેમને કરણ જોહરનું નામ ડ્રગ્સ કેસમાં લેવા ફોર્સ કર્યો હતો. વકીલ સતીશે તેમની યાચિકામાં કહ્યું કે NCBના ઓફિસર સમીર વાનખેડેએ ક્ષિતિજને ખોટું સ્ટેટમેન્ટ આપવા માટે ફોર્સ કર્યો હતો જેથી તે સ્ટેટમેન્ટમાં કરણ જોહર, સોમેન મિશ્રા, રાખી, અપૂર્વા, નીરજ, રાહિલ જેવા સેલેબ્સ નામ લે.

કોર્ટમાં ક્ષિતિજની તેના હાથે લખેલી એક નોટ રજૂ કરવામાં આવી જેમાં તે આરોપ લગાવી રહ્યા છે કે NCBના લોકો જબરદસ્તી ત્રણ બોલિવૂડ સેલેબ્સના નામ લેવા માટે ફોર્સ કરી રહ્યા છે.

વાનખેડેએ ક્ષિતિજના ફેસ પર શૂઝ રાખીને કરણનું નામ લેવા કહ્યું
વકીલે કોર્ટમાં જણાવ્યું કે જ્યારે ક્ષિતિજે આ બધું કરવા માટે ના પાડી તો સમીર વાનખેડેએ કહ્યું કે તે તેને પાઠ ભણાવશે અને તેને પોતાની ખુરશીની બાજુમાં જમીન પર બેસાડીને તેના ફેસ પર શૂઝ રાખી દીધા. સતીશે એ પણ આરોપ લગાવ્યો હતો કે ક્ષિતિજના ઘરેથી કંઈપણ મળ્યું ન હતું પણ પોલીસે સિગરેટના બટને પંચનામામાં ગાંજાના જોઈન્ટ તરીકે દેખાડ્યું. જોકે, આ બાબતે NCBએ પહેલાં જ કહી દીધું છે કે ક્ષિતિજ સાથે કોઈપણ પ્રકારનું ફિઝિકલ ટોર્ચર અને હેરેસમેન્ટ કરવામાં આવ્યું નથી.

ક્ષિતિજે ડ્રગ્સ લેવાની વાત માની હતી, ઘરેથી ગાંજો મળ્યો હતો
NCBએ ક્ષિતિજને 26 સપ્ટેમ્બરે 27 કલાકની લાંબી પૂછપરછ બાદ કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેને કોર્ટ દ્વારા 3 ઓક્ટોબર સુધી NCBન રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા. NCB દ્વારા એક ફાઈલ થયેલા એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે ક્ષિતિજે પૂછપરછમાં પેડલર પાસેથી ડ્રગ્સ લેવાની વાત સ્વીકારી હતી. અરેસ્ટ પહેલાં તપાસ એજન્સીએ ક્ષિતિજના ઘરે દરોડા પાડ્યા હતા જ્યાં ટીમને ગાંજો મળ્યો હતો.

કરમજીત સિંહે સ્વીકાર્યું કે તે ક્ષિતિજને ડ્રગ્સ આપતો હતો
આજે કોર્ટમાં ફાઈલ થયેલ NCBની કેસ ફાઈલમાં કહેવામાં આવ્યું છે કે સાઉથ મુંબઈમાં એક હાઈ પ્રોફાઈલ ડ્રગ પેડલર અંકુશ અનરેજા સાથેની પૂછપરછમાં તેણે જણાવ્યું કે બોલિવૂડ સેલેબ્સ સાથે લિંક બનાવવામાં ક્ષિતિજ પ્રસાદ જ તેની મદદ કરતા હતા. NCBની તપાસમાં અંકુશ અનરેજા, અનુજ કેશવાની અને કરમજીત સિંહ જેવા ડ્રગ પેડલર સાથેની ક્ષિતિજની ચેટ્સ પણ મળી છે જેમાં તે ડ્રગ્સની ડિમાન્ડ કરી રહ્યા છે. કરમજીત સિંહે એવું સ્વીકાર્યું પણ ખરા કે તે ક્ષિતિજને અદાણી બિલ્ડિંગની બહાર સુધી ડ્રગ્સ પહોંચાડતો હતો.

NCBએ ક્ષિતિજના જામીનનો વિરોધ કર્યો
કોર્ટમાં ક્ષિતિજના જામીનનો વિરોધ કરીને NCB તરફથી કહેવામાં આવ્યું કે ક્ષિતિજ સાથે હજુ વધુ પૂછપરછ કરવાની છે. અમે તેના સ્ટેટમેન્ટને વેરીફાઈ કરી રહ્યા છીએ. સાથે જ તેના આધારે અમે બીજા લોકો સુધી પહોંચી શકીએ છીએ, માટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવા દેવામાં આવે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વકીલ સતીશે કોર્ટને જણાવ્યું કે જ્યારે ક્ષિતિજે આ કરવાની ના પાડી તો સમીર વાનખેડેએ તેના ફેસ પર તેમના શૂઝ રાખીને ટોર્ચર કર્યો હતો.

Source

મેરેજના 12 દિવસ પછી પૂનમ પાંડેએ પતિ સેમ પર આરોપ મૂકતા કહ્યું, ‘તે મને નિર્દયી રીતે મારે છે, મારા વીડિયો વેચીને રૂપિયા કમાઈ છે’, હવે બંનેએ સમાધાન કરી લીધું

www.divyabhaskar.co.in |

પોતાના બોલ્ડ વીડિયોઝને લઈને ચર્ચામાં રહેતી પૂનમ પાંડેએ 10 સપ્ટેમ્બરે અચાનક લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. એક્ટ્રેસ છેલ્લા બે વર્ષથી સેમ બોમ્બેની સાથે લિવ ઈન રિલેશનમાં હતી એ પછી બંનેએ લગ્ન કર્યા છે. લગ્ન પછી બંને હનીમૂનમાં ગોવા ગયા હતાં અને માત્ર 12 દિવસમાં જ પૂનમે સેમ વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી દીધી. એ પછી હવે એક્ટ્રેસે પતિ સેમ પર તેના વીડિયોથી રૂપિયા કમાવવાનો અને ખરાબ રીતે મારપીટનો આરોપ લગાવ્યો છે.

પૂનમ હનીમૂન દરમિયાન જ ગોવામાં ફરિયાદ નોંધાવી હતી. આ વિશે પૂનમે સ્પોટબોયને કહ્યું કે, સેમે મેં હોટેલમાં નિર્દયી રીતે મારી હતી. હું ફરિયાદ કરવા માગતી નહોતી પણ હોટેલના સ્ટાફે મારી ચીસો સાંભળી. એ પછી સ્ટાફે જ પોલીસને બોલાવી હતી. સ્ટાફ મેમ્બર રૂમમાં આવ્યા ત્યારે મારા ચહેરા પર સોજા હતા અને શરીર પર ઈજાના નિશાન હતા. આ જોઇને તે લોકોએ જ ફરિયાદ નોંધાવી લીધી.

એક્ટ્રેસે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, આ માણસે મારા બધા ફોટોઝ તેના સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધા હતા. ત્યારે મેં એમ વિચાર્યું કે બધું સારું થઇ જશે. તે હંમેશાં આવું કરતો હતો. મને હું જ મૂર્ખ લાગું છું કે તેણે એક આર્ટિકલમાં કહ્યું હતું કે મારાથી તે રૂપિયા કમાઈ છે તેમ છતાં હું તેની સાથે છું. હકીકત તો એ છે કે તે મારા વીડિયો વેચીને રૂપિયા કમાઈ છે. હું આ બધું તેની સામે કહી શકું છું.

પૂનમ પાંડેએ ઈ ટાઈમ્સ સાથે વાતચીતમાં કહ્યું કે, ફરિયાદ પાછી લેવા માટે સેમે મને આજીજી કરી હતી. તે ઘણો રોયો હતો અને બધું સરખું કરવાની વાત કરી. આ પછી બંને વચ્ચે સંબંધો સુધરી ગયા છે. હાલ બંને ગોવામાં જ છે અને ટૂંક સમયમાં મુંબઈ આવશે. સમાધાન થઇ ગયા પછી સેમ બોમ્બેએ પૂનમ પાંડે સાથે લગ્નનો ફોટો પણ શેર કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


After 12 Days Of Marriage, Poonam Pandey Accuses Husband Sam Of Being Vicious And Says ‘he Beats Me Badly, Earns Money By Selling My Videos’, Later Solved The Matter

Source

જામનગર : રાજ્ય પ્રધાન હકુભાએ પોતાના પર લાગેલા આરોપ તથ્ય વિહોણા હોવાનો કર્યો ખુલાસો

gujarati.oneindia.com |
જામનગર : રાજ્ય પ્રધાન હકુભાએ પોતાના પર લાગેલા આરોપ તથ્ય વિહોણા હોવાનો કર્યો ખુલાસો

Source

પાયલ ઘોષના આરોપ પર અનુરાગ કશ્યપે વકીલ મારફતે જવાબ આપ્યો, કહ્યું- ખોટા અને ખરાબ હેતુથી લગાવવામાં આવેલા આરોપથી ઘણા દુઃખી છે મારા ક્લાયન્ટ

www.divyabhaskar.co.in |

અનુરાગ કશ્યપ પર લાગેલા સેક્યુઅલ હેરેસમેન્ટના આરોપો પછી તેની વકીલ પ્રિયંકા ખીમાણીએ તેના વતી એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. તેમાં આ બધા આરોપોને ખોટા અને ખરાબ હેતુથી પ્રેરિત ગણાવીને કહેવામાં આવ્યું છે કે આનાથી મારા ક્લાયન્ટને ઘણો આઘાત લાગ્યો છે.

ફિલ્મમેકરે તેના વકીલના આ સ્ટેટમેન્ટને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. સ્ટેટમેન્ટ શેર કરી અનુરાગે લખ્યું, 'આ મારા તરફથી મારા વકીલ પ્રિયંકા ખીમાણીનું સ્ટેટમેન્ટ છે.. આભાર.'

ચરિત્ર હત્યા માટે આંદોલનનો ઉપયોગ થઇ રહ્યો છે
સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે, 'મારા ક્લાયન્ટ અનુરાગ કશ્યપને હાલમાં જ તેના પર લાગેલા જાતીય સતામણીના ખોટા આરોપથી ઘણું દુઃખ થયું છે. આ આરોપ સાવ ખોટા, ખોટા હેતુવાળા અને કપટવાળા છે. આ દુઃખદ છે કે એક #metoo આંદોલન જેટલા મહત્ત્વપૂર્ણ સામાજિક આંદોલનને અંગત સ્વાર્થ માટે વાપરીને તેને ચરિત્ર હત્યા માટે એક સાધન તરીકે સીમિત કરી દેવામાં આવ્યું છે.'

આંદોલનને આવા આરોપ નબળું બનાવી દે છે
'આ પ્રકારના કાલ્પનિક આરોપ ગંભીર રીતે આંદોલનને નબળા બનાવી દે છે અને અજાણતા જ જાતીય સતામણી અને ખરાબ વર્તનથી વાસ્તવિક પીડિતાના દર્દ અને આઘાત પર વેપાર કરવાની કોશિશ કરે છે. મારા ક્લાયન્ટને નિયમ હેઠળ જરૂરી અધિકાર અને ઉપચાર મળ્યા છે અને તેને આગળ વધારવાનો ઈરાદો છે.'

રૂપા ગાંગુલીએ સંસદ પરિષદમાં પ્રદર્શન કર્યું
બોલિવૂડમાં શોષણનો મુદ્દો સોમવારે સંસદ પહોંચી ગયો. જ્યારે ભાજપ સાંસદ રૂપા ગાંગુલી સંસદ પરિસરમાં ધરણા પર બેસી ગયા. તેમણે હાથમાં બેનર પોસ્ટર લઈને પ્રદર્શન કર્યા. રૂપા ગાંગુલીએ આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તે પહેલાં ભાજપ સાંસદ રવિ કિશને પણ બોલિવૂડમાં છોકરીઓના શોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરતા ગાંગુલીએ કહ્યું કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી લોકોને મારે છે, તેમને નશીલા પદાર્થની લત લગાવે છે અને મહિલાનું અપમાન કરે છે પરંતુ કોઈ કઈ નથી કરી રહ્યું. મુંબઈ પોલીસ આખા મુદ્દે શાંત છે. તેમણે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.

પાયલ ઘોષે અનુરાગ પર આરોપ લગાવ્યા હતા
અનુરાગ પર હાલમાં જ પાયલ ઘોષ નામની એક્ટ્રેસે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પાયલના જણાવ્યા મુજબ 2014-15 દરમ્યાન જ્યારે તે અનુરાગના યારી રોડ સ્થિત ઘર પર ગઈ હતી તો તેણે એની સાથે જબરદસ્તી સંબંધ બનાવવાની ટ્રાય કરી હતી. તે સમયે તે 'બોમ્બે વેલ્વેટ' ફિલ્મ બનાવી રહ્યા હતા. જોકે ફિલ્મમેકરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા આપીને આ બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

અનુરાગે આરોપોને નિરાધાર ગણાવ્યા હતા
અનુરાગે શનિવારે મોડી રાત્રે ઘણા ટ્વીટ કરીને લખ્યું, 'શું વાત છે, આટલો સમય લઇ લીધો મને ચૂપ કરવાની ટ્રાયમાં. ચલો કઈ નહીં. મને ચૂપ કરાવતા કરાવતા આટલું ખોટું બોલી ગયા કે સ્ત્રી થઈને બીજી સ્ત્રીને પણ સાથે લઇ લીધી. થોડી તો મર્યાદા રાખો મેડમ. બસ એટલું જ કહીશ કે જે પણ આરોપ છે તે બધા આધાર વગરના છે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Anurag Kashyap Lawyer Update | Anurag Kashyap Lawyer Priyanka Khimani Respond To Payal Ghosh Over Allegations Of Sexual Misconduct

Source

સવારના પહેલા ટ્વીટમાં ન કોઈ પર આરોપ લગાવ્યો, ન કોઈની નિંદા કરી, પેરેન્ટ્સનો ગમતો ફોટો શેર કરી ઈમોશનલ મેસેજ લખ્યો

www.divyabhaskar.co.in |

શિવસેના અને બોલિવૂડના વિવાદ વચ્ચે શનિવારે સવારે કંગનાનો મિજાજ થોડો નરમ દેખાયો. કંગના રનૌતે ટ્વિટર પર તેનાં પેરેન્ટ્સનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ સાથે પોઝ આપી રહ્યા છે. કેપ્શનમાં તેણે લખ્યું કે, 'મારા પેરેન્ટ્સના સૌથી ગમતા ફોટોઝમાંનો એક. મા રોમેન્ટિક થઈને ફોટો ક્લિક કરાવવા ઇચ્છતા હતા અને પપ્પાને આ બધું વિચિત્ર લાગી રહ્યું હતું. હાહા. લવ લેટર અને આંખોથી રોમાન્સ કરનારા જમાનાની જનરેશન. રસપ્રદ.'

છેલ્લા 15 દિવસથી કંગના સતત શિવસેના અને બોલિવૂડ પર પ્રહાર કરી છે, પરંતુ ખાસ વાત એ છે કે દિવસભર આરોપો નિંદા કરનારી કંગના તેની સવારની શરૂઆત પોઝિટિવ ટ્વીટ સાથે કરે છે. કંગનાના 15 દિવસના પહેલા ટ્વીટ આ પ્રકાર છે.

4 સપ્ટેમ્બરે પહેલા ટ્વીટમાં કંગનાએ તેના યોગ સેશન વિશે વાત કરી. તેણે લખ્યું હતું કે યોગનો સમય આખા દિવસનો તેનો ગમતો સમય છે.

5 સપ્ટેમ્બરે ટીચર્સ ડે પર તેના બાળપણનો ફોટો શેર કરી લખ્યું, 'મારા એન્યુઅલ ડેનો ફોટો, કદાચ પહેલા ધોરણનો છે. અમે એક પહાડી નટી પરફોર્મ કર્યું હતું અને ટીચર્સ પાસેથી ગિફ્ટ મળી હતી. મારા જીવનમાં ઘણા ટીચર્સનું પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે યોગદાન છે. બધાને મારો દિલથી આભાર.'

6 સપ્ટેમ્બરે કંગનાએ 2014નો એક ફોટો શેર કરી લખ્યું, '2014નો ક્લાસ, કવીન પછી મને સ્ક્રીન રાઇટિંગ વિશે ઉત્સુકતા થઇ. હું એક વર્ષ ન્યૂ યોર્કમાં રહી અને સ્ક્રીન રાઇટિંગનો કોર્ષ કર્યો. ફેરવેલના દિવસે મારા ક્લાસની છોકરીઓએ અમારા ગમતા પ્રોફેસર ગોલન રમરાઝને ડિનર સાથે ટ્રીટ આપવાનો નિર્ણય કર્યો. તે પળ સુંદર રીતે કેપ્ચર કરવામાં આવી હતી.'

7 સપ્ટેમ્બરે કંગનાએ પહેલા ટ્વીટ તરીકે તેના ભાણાનો ફોટો શેર કરી તેને યાદ કર્યા.

8 સપ્ટેમ્બરે કંગનાએ બનારસના ગંગા ઘાટનો ફોટો શેર કરી લખ્યું, 'આ ફોટો વારાણસીનો છે જ્યાં હું ગંગા ઘાટે હોળીમાં ફરી રહી હતી. બહારનો નજારો કેટલો સુંદર છે અને હું ફોનમાં ચોંટેલી છું.'

9 સપ્ટેમ્બર તે ઘટનાનો પહેલો દિવસ હતો જે કંગના સાથેના વિવાદ સાથે જોડાયેલો હતો. તેણે મહારાષ્ટ્રમાં તેની એન્ટ્રી અટકાવવાનો વિરોધ કર્યો હતો અને ખુદને રાણી લક્ષ્મીબાઈના કદમો પર ચાલનારી ગણાવી હતી.

10 સપ્ટેમ્બરે કંગનાએ ઈશા યોગ સેન્ટરનો તેનો ફોટો શેર કરી લખ્યું કે, 'આ મારા ગમતા ફોટોઝમાંનો એક છે. આ મારા આશ્રમ ઈશા યોગ સેન્ટરનો ફોટો છે. કંઈપણ પ્લાન્ડ ન હતું. એમ જ ક્લિક કરી લેવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક તે સુંદર ટ્રાન્ઝિશનને દર્શાવે છે.

11 સપ્ટેમ્બરે કંગનાએ તેના સ્કૂલ ટાઇમનો ફોટો શેર કર્યો. કેપ્શનમાં લખ્યું, 'દિમાગ તેજ અને ચાલાક છે. ભાવનાઓ સ્વભાવથી ભોળી અને સૂક્ષ્મ છે. તમારા દિમાગને તમારી ભાવનાઓ પર હાવી ન થવા દો. તમારા દિલની અંદર તે જ નાની એવી ભાવનાને દબાવી રાખો જેને તર્ક અને ભયથી દૂર ધકેલી દીધી છે. તે વાતથી કોઈ ફર્ક નથી પડતો કે આ કેટલું મૂર્ખતાપૂર્ણ છે. તે જ તમને ગાઈડ કરશે.'

12 સપ્ટેમ્બરે કંગનાએ તેની સોમનાથ યાત્રાનો ફોટો શેર કર્યો અને તેના બહાને નામ લીધા વગર શિવસેના પર નિશાન સાધ્યું.

13 સપ્ટેમ્બરે શિવસેના અને મહારાષ્ટ્ર સરકારના વિવાદ વચ્ચે પહેલીવાર કંગનાના ટ્વીટમાં ઉદાસીનતા જોવા મળી. તેણે લખ્યું, 'આ અરાજકતા વચ્ચે ઘણીવાર એવું લાગે છે કે હું ઘણી પ્રભાવિત થઇ રહી છું. હું ક્યા છું? હું ઓળખી નથી શકતી. જિંદગી મારી સામે પડકાર લાવે છે અને હું તેનો સામનો કરવાની ટ્રાય કરું છું પરંતુ પડકારો આવતા જ રહે છે. હું પૂરા પ્રયત્ન કરું છું પરંતુ અરાજકતા મને ફરી ઘેરી લે છે.'

14 સપ્ટેમ્બરે કંગનાએ એક બાળક સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું, 'શુભસવાર મિત્રો, બસ એક વિચાર. મને લાગે છે કે બાળકો તેમનાથી વધુ વિચારવા અને ફીલ કરવામાં સમર્થ છે જેટલું આપણે વિચારીએ છીએ. જ્યારે તે આ પ્રકારના વિચારોમાં ખોવાઈ જાય છે તો મને આશ્ચર્ય થાય છે કે તે શું ફીલ કરી રહ્યા છે.'

15 સપ્ટેમ્બરે કંગનાએ તેનો ફોટો શેર કરી લખ્યું, 'એક મહિલાની કરુણા અને સૌમ્યતાને મોટેભાગે તેની નબળાઈ સમજી લેવામાં આવે છે. ક્યારેય કોઈને એટલા પણ નીચે ન ધકેલો કે તેમની પાસે ખાવા માટે કઈ ન બચે. તમે માત્ર તેમને આઝાદી આપો છો પણ મોટાભાગના લોકો એ નથી જાણતા કે આવા લોકો માત્ર ખતરનાક બને છે એટલું જ નહીં પણ ઘાતક પણ હોય છે.

16 ડિસેમ્બરે કંગનાએ બોલિવૂડ પર નિશાન સાધ્યું અને તેને ઝેરી ગણાવ્યું. કંગનાએ લખ્યું, શો બિઝનેસ હંમેશાંથી ઝેરીલો રહ્યો છે. લાઈટ અને કેમેરાની આ દુનિયામાં લોકો ભરોસો કરવા લાગે છે અને તેમાં જ જીવવા લાગે છે. લોકો એક વૈકલ્પિક સત્ય પર વિશ્વાસ કરવા લાગે છે અને પોતાની આસપાસ એક જાળી બનાવી લે છે, આ ભ્રમથી બહાર નીકળવા માટે સ્ટ્રોંગ આધ્યાત્મિક શક્તિની જરૂર પડે છે.'

17 સપ્ટેમ્બરે કંગનાએ પહેલું ટ્વીટ વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર તેમને વિશ કરતું કર્યું હતું.

18 સપ્ટેમ્બરે કંગનાએ એક ફોટો શેર કરતા લખ્યું, 'મારા બાળકો.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કંગનાએ પોતાનાં પેરેન્ટ્સનો આ ફોટો ટ્વિટર પર શેર કર્યો છે.

Source

error:
Scroll to Top