આપય

ફાઈનાન્સરે હોટલનો ખર્ચ પણ ના આપ્યો, શૂટિંગ અધવચ્ચે છોડીને ટીમ દુબઈથી ભારત પરત ફરી

www.divyabhaskar.co.in |

એક મહિના પહેલા આર માધવન તથા ગૌરાંગ દોષી વેબ શો 'સેવન્થ સેન્સ'ના શૂટિંગ માટે દુબઈ ગયા હતા. ક્વૉરન્ટીન બાદ ટીમે શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ પછી થોડાં જ દિવસ બાદ શૂટિંગ બંધ કરી દેવું પડ્યું હતું. કહેવાય છે કે શોના મુખ્ય ફાઈનાન્સર સોહેલ મોહમ્મદ અલ ઝરૂની આ પ્રોજેક્ટમાંથી ખસી ગયા છે. શૂટિંગથી લઈ કલાકારો જે હોટલમાં રોકાયા હતાં તે તથા તમામ ખર્ચા ચૂકવવાની તેમણે ના પાડી દીધી છે. આ જ કારણે માત્ર પાંચ દિવસના શૂટિંગ બાદ તમામ કલાકારો ભારત પરત ફર્યા હતા.

ક્રિએટિવ ડિફરન્સને કારણે ફાઈનાન્સરે પૈસા આપવાનું બંધ કર્યું
પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોના મતે, ફાઈનાન્સર તથા ગૌરાંગ દોષી વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ હતા. આ જ કારણે ફાઈનાન્સરે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. માધવન હાલમાં દુબઈમાં છે, કારણ કે તેનો પરિવાર ત્યાં છે. તેનો દીકરો અહીંયા અભ્યાસ કરે છે.

વધુમાં કલાકારો તથા કાસ્ટ-ક્રૂને એમ કહીને દુબઈ બોલાવવામાં આવ્યા હતા કે અહીંયા પૈસાની વ્યવસ્થા થઈ જશે. મોટાભાગના એક્ટર્સને સાઈનિંગ અમાઉન્ટની 20 ટકા રકમ અથવા ટોકન મની આપીને દુબઈ બોલાવવામાં આવ્યા હતા. જોકે, અહીંયા આવ્યા બાદ કંઈક અલગ જ હકીકત સામે આવી હતી.

બીજા ફાઈનાન્સર્સને શોધવામાં આવી રહ્યા છે
દિવ્ય ભાસ્કરે શોના એક્ટર રોહિત રોય સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'શૂટિંગ કેમ બંધ થયું, તેની પાછળનું સાચું કારણ અમને ખબર નથી. ગૌરાંગ દોષીએ પોતાની રીતે કામ ચાલુ રાખવાના પ્રયાસ કર્યા હતા. 7-8 દિવસ શૂટિંગ કરવામાં આવ્યું હતું. મને ખ્યાલ છે કે ગૌરાંગ બીજીવાર શૂટિંગ ચાલુ થાય તે માટે પૂરા પ્રયાસો કરી રહ્યો છે.'

'આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અમારા બધાની જવાબદારી છે કે અમે ગૌરાંગની સાથે ઊભા રહીએ. મોટા પ્રોજેક્ટ્સમાં આવું ક્યારેક થતું હોય છે. અહીંયા લગભગ 17-18 કલાકારો હતા. ગૌરાંગે બધાને પૈસા આપ્યા હશે. હકીકત એ પણ છે કે બીજા ફાઈનાન્સર્સને ઓન બોર્ડ લાવવામાં આવશે. નવેમ્બર કે ડિસેમ્બરમાં ફરીથી વેબ શોનું શૂટિંગ શરૂ થવું જોઈએ.

દિવ્યેન્દુ 25 દિવસ હોટલમાં રહ્યો અને પછી શૂટિંગ કર્યા વગર પરત ફર્યો
શોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય દુબઈની હોટલમાં 25 દિવસ રહ્યો અને એક પણ દિવસ શૂટિંગ કર્યા વગર ભારત પરત ફર્યો હતો. તેણે કહ્યું હતું, 'હું લાંબા સમયથી મારા હિસ્સાના શૂટિંગની રાહ જોતો હતો. મારું કામ શરૂ થવામાં મોડું થયું અને પછી ફેમિલી ઈમરજન્સી આવી ગઈ. બીજા શોને ડેટ્સ આપી દીધી છે. આથી ભારત આવી ગયો. હવે ખબર પડી કે શૂટિંગ થતું નથી.'

'મોટાભાગના કલાકારો સાથે કોન્ટ્રાક્ટ સાઈન થઈ ચૂક્યો છે. જોકે, મને સાઈનિંગ અમાન્ટ પણ મળી નથી. અલબત્ત, ઈન્ડસ્ટ્રીમાં તો આવું ચાલતુ રહે. અનેકવાર પ્રોડ્યૂસર્સ વિશ્વાસ મૂકવાનો હોય છે. અમને ગૌરાંગ દોષી પર વિશ્વાસ છે કે તે ફાઈનાન્સ ભેગું કરી લેશે. આશા છે કે નવા ફાઈનાન્સર આવશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The financier did not even pay for the hotel, leaving the shooting midway and seventh sense web show team returned to India from Dubai.

Source

બિગ બૉસ 14: ફેન્સે સલમાનને કહ્યો ચીટર, આપ્યો રૂબીનાને સાથ

gujarati.oneindia.com |
બિગ બૉસ 14: વીકેન્ડ કા વાર, 18 ઓક્ટોબર – બિગ બૉસના વીકેન્ડ કા વારની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ હતુ રૂબીના દિલાઈકનો બિગ બૉસ સામે વિદ્રોહ. એક ટાસ્કમાં ઘરવાળાને બતાવવાનુ હતુ કે રૂબીના અને નિક્કીમાંથી કોના દિમાગમાં વધુ કચરો

Source

કંગના સામે હિન્દુ-મુસ્લિમમાં ભાગલાનો આરોપ, બાન્દ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા; બહેન રંગોલી પણ આરોપી

www.divyabhaskar.co.in |

ખેડૂતોના અપમાન બાદ કંગના રનૌત પર ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈની બાન્દ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ કોમવાદ નફરત ફેલાવવાની કલમો હેઠળ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ સાહિલ અશરફ અલી સૈયદ નામની વ્યક્તિની યાચિકા પર સુનાવણી બાદ આપ્યો. સાહિલ અશરફ અલી સૈયદે તેની અરજીમાં જણાવ્યું છે કે ‘કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.’

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

સજાની શું જોગવાઈ છે? – સેક્શન 153 Aમાં ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. જો ગુનો કોઈ ધાર્મિક સ્થળ પર થાય તો સજા 5 વર્ષની પણ થઇ શકે છે. જ્યારે સેક્શન 504માં બે વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

યાચિકા ફાઈલ કરનારનો કંગના પર શું આરોપ છે?
સાહિલ અશરફ અલી સૈયદે તેની યાચિકામાં લખ્યું છે કે 'કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે.

તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાનાં ઘણાં ટ્વીટ રાખ્યાં.

કંગના રનૌત વિરુદ્ધ બાંદ્રા કોર્ટે જાહેર કરેલી આદેશની કોપી.

પૂરતા પુરાવા મળ્યા તો કંગના અરેસ્ટ થઇ શકે છે
કેસમાં 12th કોર્ટ બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાની અને યોગ્ય કાર્યવાહી તેમજ તપાસના આદેશ આપ્યા છે. કંગનાની પૂછપરછ થઇ શકે છે અને જો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળે છે તો તેની ધરપકડ પણ થઇ શકે છે.

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


એક્ટ્રેસ વિરુદ્ધ કર્ણાટકમાં 4 દિવસ પહેલાં પણ એક FIR ફાઈલ થઈ હતી, ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો છે.

Source

સલમાન ખાને થોરના હથોડા સાથે એન્ટ્રી લીધી, કહ્યું- લોકડાઉને લોકોને બોધ આપ્યો; ગત સિઝનના વિનર સિદ્ધાર્થ, ગૌહર અને હિના નવા મેમ્બર્સને આપશે થર્ડ ડિગ્રી

www.divyabhaskar.co.in |

ટીવીનો સૌથી જાણીતો તેમ જ વિવાદાસ્પદ શો બિગ બોસ આજે રાત્રે 9 વાગે તેની 14મી સિઝન સાથે શરૂ થયો છે. સલમાન ખાને થોરના હથોડા સાથે એન્ટ્રી લીધી અને આ હથોડાથી વર્ષ 2020 પર પ્રહાર કર્યો. તેણે આ વર્ષના પડકારો અંગે માહિતી અને કહ્યું કે આ વર્ષે જે લોકડાઉન લાદવામાં આવ્યુ તેણે લોકોને બોધ આપ્યો છે

શોને હોસ્ટ કરવા માટે સલમાને આ વખતે તેની ફી બમણી કરી દીધી છે. આ વખતે રૂપિયા 450 કરોડની ડીલ થઈ છે. શોમાં બિગ બોસ-13ના વિનર સિદ્ધાર્થ શુક્લા, બિગ બોસ-7ના વિનર ગૌહર ખાન અને બિગ-11ની ફર્ટ રનર અપ હિના ખાન પણ ભાગ લઈ રહ્યા છે. આ ત્રણેયને સ્પેશિયલ રોલ મળ્યો છે. સિદ્ધાર્થ બેડ રૂમ, હિના પર્સનલ ચીજો તથા ગૌહર કિચનને કન્ટ્રોલ કરશે.

બિગ બોસ સિઝન 14 અપડેટ્સ…..

  • ટીવી લવર બોય તરીકે ઓળખ ધરાવતા એઝાઝ ખાન પ્રથમ કન્ટેસ્ટન્ટે તેરા બાપ આયા સોંગ પર પરફોર્મ કર્યું.
  • હિના, સિદ્ધાર્થ અને ગૌહરે પણ શોમાં એન્ટ્રી સાથે સિઝલિંગ પર્ફોમન્સ આપ્યું.
  • થોરનો હથોડો લઈ શોમાં આવ્યો સલમાન. વર્ષ 2020ને ચેલેન્જ કર્યું.
  • સલમાને તેની ફિલ્મોના ડાંસ નંબર્સ પર પર્ફોમન્સ આપી એન્ટ્રી લીધી

સલમાન સૌથી મોંઘો હોસ્ટ

સલમાન ખાન આ સંપૂર્ણ સિઝન માટે રૂપિયા 450 કરોડ લઈ રહ્યા છે. તેને દરેક એપિસોડ માટે રૂપિયા 20 કરોડ મળશે. ત્રણ મહિનાની સંપૂર્ણ ડીલ રૂપિયા 450 કરોડમાં થઈ છે. સલમાન આ સિઝનમાં પ્રત્યેક સપ્તાહ માંડ એક સપ્તાહ એક દિવસ જ શૂટ કરશે, જેમા એક સાથે બે એપિસોડનું શૂટિંગ હશે. એટલે કે સલમાન એક દિવસના શૂટના રૂપિયા 40 કરોડ રૂપિયા લઈ રહ્યા છે. જ્યારે ગત બિગબોસ સિઝન-13માં સલમાન ખાનને રૂપિયા 200 કરોડ મળ્યા હતા.

આ વખતે કન્ટેસ્ટેન્ટની ફી પણ વધારે

રાધે માં આ વખતે સૌથી વધારે ફી મેળવનારી હાઉસ મેમ્બર હશે. તેને પ્રત્યેક સપ્તાહ 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સિદ્ધાર્થને પ્રત્યેક સપ્તાહ આશરે 32 લાખ રૂપિયા મળશે. જોકે, તે ફક્ત 14 દિવસ માટે જ ઘરમાં હશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Salman Khan entered with Thor’s hammer, saying- Lockdown enlightened the people; Last season’s winners Siddharth, Gauhar and Hina will give new members third degree

Source

28 સપ્ટેમ્બરે લતા મંગેશકરનો 91મો જન્મદિન, દુનિયાને હજારો ગીત આપ્યાં, પરંતુ એક સમયે લતાદીદી પિતા સામે ગાતાં પણ ડરતાં હતાં

www.divyabhaskar.co.in |

‘પિતાજી જીવિત હોત તો કદાચ હું ગાયિકા ના હોત…’ આવું માનનારાં મહાન ગાયિકા લતા મંગેશકરે ઘણા સમય સુધી પિતા સામે ગાવાની હિંમત પણ નહોતી કરી. પછી તો પરિવાર સંભાળવા માટે તેમણે એટલા બધાં ગીતો ગાયાં કે, 1974થી 1991 સુધી સૌથી વધુ ગીત ગાનારાં ગાયિકા તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમનું નામ નોંધાયું.

લતા માને છે કે, પિતાના કારણે જ તેઓ આજે ગાયિકા છે કારણ કે, લતાને સંગીત તેમણે જ શીખવ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે લતાના પિતા દીનાનાથ મંગેશકરને ઘણા સમય સુધી ખબર ન હતી કે તેમની પુત્રી ગાઈ પણ શકે છે. લતાને તેમની સામે ગાતાં પણ ડર લાગતો હતો. તે રસોઈમાં માતાને મદદ કરતાં અને ઘરની મહિલાઓને ગીતો સંભળાવતાં. એ વખતે માતા પણ તેમને ભગાડી દેતાં કારણ કે, લતાના કારણે એ મહિલાઓનું ધ્યાનભંગ થતું હતું.

એકવાર લતાએ પિતાના શિષ્ય ચંદ્રકાંત ગોખલે રિયાઝ કરી રહ્યા હતા અને દીનાનાથ કોઈ કામ માટે બહાર ગયા હતા. પાંચ વર્ષની લતા રમી રહી હતી. પિતા નહીં હોવાથી તે અંદર ગઈ અને ત્યાં જઈને ગોખલેને કહેવા લાગી કે, તેઓ ખોટું ગાઈ રહ્યા છે. ત્યાર પછી લતાએ ગોખલેને યોગ્ય રીતે ગાઈને બતાવ્યું. પિતા પાછા આવ્યા તો તેમણે લતા પાસે ફરી ગીત ગવડાવ્યું. લતાએ ગાયું અને ત્યાંથી ભાગી ગઈ. લતા કહે છે કે, મેં સાંભળીને જ ગાયકી શીખી, પરંતુ મારામાં એટલી હિંમત ન હતી કે, પિતા સામે કે તેમની સાથે ગાઈ શકું.ત્યાર પછી લતા અને તેમનાં બહેન મીનાએ દીનાનાથ પાસે સંગીત શીખવાનું શરૂ કર્યું. આ દરમિયાન લતાના નાના ભાઈ હૃદયનાથ ચાર વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું. તેમના પિતાએ પુત્રીને ભલે ગાયિકા બનતા ના જોઈ, પરંતુ લતાની સફળતાનો તેમને અંદાજ હતો. તે સારા જ્યોતિષ પણ હતા. લતાના કહેવા પ્રમાણે, તેમના પિતાએ કહી દીધું હતું કે, તે એટલી સફળ થશે કે કોઈ તેની ઊંચાઈઓને સ્પર્શી પણ નહીં શકે. આ સાથે લતા એમ પણ માને છે કે પિતા જીવિત હોત તો હું ગાયિકા ના બની શકી હોત કારણ કે, તેઓ મને ફિલ્મોમાં ગાવાની છૂટ ના આપત!

પિતાના મૃત્યુ પછી લતાએ પરિવારની જવાબદારી સંભાળી અને બહેન મીના સાથે મુંબઈ આવીને માસ્ટર વિનાયક માટે કામ કરવા લાગી. 13 વર્ષની ઉંમરે તેમણે 1942માં ‘પહિલી મંગલાગૌર’ ફિલ્મમાં અભિનય કર્યો. કેટલીક ફિલ્મોમાં તેમણે હીરો-હિરોઈનની બહેનની ભૂમિકા કરી, પરંતુ અભિનયમાં તેમને રસ નહોતો. બાદમાં તેમણે ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ માટે પહેલું રેકોર્ડિંગ કર્યું, પરંતુ આ ફિલ્મ અટકી ગઈ. આ દરમિયાન સંગીતકાર ગુલામ હૈદરે 18 વર્ષીય લતાને સાંભળી અને તેમણે લતાની મુલાકાત એ જમાનાના સફળ ફિલ્મ નિર્માતા શશધર મુખરજી સાથે કરાવી. મુખરજીએ સ્પષ્ટ કહી દીધું કે, લતાનો અવાજ ખૂબ તીણો છે, નહીં ચાલે. પછી ગુલામ હૈદરે જ લતાને ‘મજબૂર’ ફિલ્મમાં મુકેશ સાથે ‘અંગ્રેજી છોરા ચલા ગયા’ ગાવાની તક આપી. આ લતાનો પહેલો બ્રેક હતો. ત્યાર પછી લતાને અઢળક કામ મળ્યું. શશધર મુખરજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેમણે લતાને ‘અનારકલી’, ‘જિદ્દી’ જેવી ફિલ્મોમાં કામ આપ્યું.

કારકિર્દીના સુવર્ણ કાળમાં ગીતો રેકોર્ડ કરતા પહેલાં લતા આઈસક્રીમ પણ ખાતા. આ ઉપરાંત તેઓ અથાણું, મરચા પણ ખાતાં, પરંતુ તેમનો અવાજ કર્ણપ્રિય જ રહેતો. 1974માં લતા લંડનના રોયલ આલ્બર્ટ હૉલમાં પરફોર્મ કરનારાં પહેલાં ભારતીય બન્યાં. પોતાની સફર વિશે લતા કહે છે કે, શરૂઆતના દિવસોમાં રેકોર્ડિંગની રાતો મને હજુ યાદ છે. એ વખતે દિવસે શૂટિંગ થતાં અને રાતે સ્ટુડિયો ફ્લોર પર જ સવાર સુધી રેકોર્ડિંગ થતું. વળી, એ દિવસોમાં એસીના બદલે અવાજ કરતા પંખા હતા, જેથી મુશ્કેલીનો સામનો કરવો પડતો. ‘ભારત રત્ન’ લતા મંગેશકરે 36 ભાષામાં 50 હજારથી વધુ ગીત ગાયાં છે. લતા 75 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Lata Mangeshkar’s 91st birthday on September 28, gave the world thousands of songs, but at one point Lata was afraid to sing in front of her father

Source

3000 એપિસોડ પૂરા થતાં જેઠાલાલ ભાવુક થયા, ચાહકો અને ટીમનો આભાર માનતા કહ્યું- 'આ પાત્રે મને બહુ બધું આપ્યું છે, આ પાત્ર મારા માટે ભેટ સમાન'

www.divyabhaskar.co.in |

ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 24 સપ્ટેમ્બરના રોજ ત્રણ હજાર એપિસોડ પૂરા કર્યા હતા. ટીવી ઈન્ડસ્ટ્રીની આ બીજી સિરિયલ છે, જેના અત્યાર સુધી સૌથી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થયા છે. નંબર વન પર ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' છે. 'તારક મહેતા'ની ટીમે સેટ પર નાનકડું સેલિબ્રેશન રાખ્યું હતું. ત્યારબાદ જેઠલાલ એટલે કે દિલીપ જોષીએ ચાહકો તથા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જાણીતા રાઈટર તારક મહેતાનું આ પાત્ર ભજવવું તેમના માટે નસીબની વાત છે. નાનપણમાં તે આ વાર્તાઓ વાંચીને જ મોટા થયા છે.

શોના પહેલાં દિવસથી લઈ આજ સુધીના અનુભવ શૅર કરતા દિલીપ જોષીએ ઈન્સ્ટા પર લખ્યું હતું, 'ચિત્રલેખામાં લોકપ્રિય રાઈટર તારક મહેતાની વાર્તા 'દુનિયાને ઊંધા ચશ્મા' આવતી હતી. આ વાર્તામાં જેઠલાલનું પાત્ર આવતું હતું. હું જેઠાલાલના આ કાર્ટૂન સાથે મોટો થયો છું. તારકભાઈને હંમેશાં યાદ કરવામાં આવશે. અમે તમારા હાસ્યની સાથે આગળ વધી રહ્યાં છીએ. હું નસીબદાર છું કે મને અસિતજી મળ્યા. જૂના મિત્ર અને અનુભવી પ્રોડ્યૂસર છે. તેમની પર હું પૂરો વિશ્વાસ કરી શકું છે. હું તેમની સાથે પહેલા પણ કામ કરી ચૂક્યો છું. તેમણે મને આ સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ઓફર કર્યું. આભાર અસિતભાઈ.'

View this post on Instagram

(1 & 2 /6) It all began with Taarak Bhai’s iconic characters from his ‘Duniya Ne Undha Chashma’ stories in Chitralekha. This cartoon is of the Jethalal I grew up with. Thank you, Taarak Bhai. You are dearly missed. Your smile has kept us going. (3/6) Lucky for me, I had Asit Bhai, a longtime friend, and a seasoned producer who I trusted immensely and had worked with before, offer me the choice of playing Jethalal, adapted by him for television! Thank you, Asit Bhai. (4/6) Fast forward to look tests, a pilot episode, and finally, the first episode that aired on Sab TV on 28th July 2008. We were all given a glimpse into the world of Gokuldham Society for the very first time. We had absolutely no idea that more than a journey, this show would turn into a discovery! (5/6) It’s rightly said that it’s not work, if you love what you do, and the brilliant team that I work with day in day out, have made me fall in love with my work more than ever. To teammates who have had to leave us during the run, we miss you everyday and for me, you will always be an equal part, infact every department of this blessed production is responsible for this achievement today. So, thank you, Team TMKOC. (6/6) Playing this character is a gift that keeps giving. And a huge chunk of the credit goes to the fans and well-wishers of the show who have welcomed us and allowed us to be a part of their lives in so many unimaginable ways! So, thank you to everyone who’s reading this right now. And last but never the least, thanking the Ultimate Maker of this show called Life, for giving us all the constant strength to carry on this mission of spreading smiles. Jay Swaminarayan 🙏🏻☺️ . . . . #taarakmehtakaooltahchashmah #tmkoc #3000happysodes #iloveyou3000 #gratitude #blessed

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi) on Sep 24, 2020 at 11:42am PDT

વધુમાં દિલીપ જોષીએ કહ્યું હતું, 'ઝડપથી લુક ટેસ્ટ થયો, એક પાયલટ ટેસ્ટ અને અંતે 28 જુલાઈ, 2008ના રોજ પહેલો એપિસોડ ટીવી પર પ્રસારિત થયો. અમે પહેલી જ વાર ગોકુલધામ સોસાયટીની ઝલક બતાવી હતી. અમને તે સમયે ખ્યાલ જ નહોતો કે આ શો આટલો લાંબો ચાલશે.'

કામને પ્રેમ કરો તો તે કામ લાગતું નથીઃ દિલીપ જોષી
કો-સ્ટાર્સ તથા ટીમનો આભાર વ્યક્ત કરતાં દિલીપ જોષીએ કહ્યું હતું, 'સાચું છે કે જો તમે કામને પ્રેમ કરવા લાગો તો તમને કામ લાગતું નથી. એક સારી ટીમ સાથે મેં હમેશાં કામ કર્યું છે. તેમણે મને કામ પ્રત્યે પ્રેમ કરતો કરી દીધો. આ ટીમમાંથી કેટલાંક અમને અધવચ્ચે છોડીને જતા રહ્યાં પરંતુ હું તેમને રોજ યાદ કરું છું. તમે બધા જ લોકો આ ટીમનો જ હિસ્સો છો. 'તારક મહેતા'ની ટીમનો આભાર.

આ પાત્ર ભજવવું ગિફ્ટ સમાન
દયાબેન ઘણાં સમયથી શોમાં નથી. આ સમયે જેઠલાલના ખભા પર જ સિરિયલનો ભાર છે. છેલ્લાં 12 વર્ષથી દિલીપ જોષી આ પાત્ર ભજવે છે. આ અંગે કહ્યું હતું, 'આ પાત્રને ભજવવું મારા માટે ગિફ્ટ સમાન છે. આ પાત્રે મને ઘણું બધું આપ્યું છે. આની ક્રેડિટ ચાહકો તથા શુભચિંતકોને જાય છે. ચાહકોએ અમારું સ્વાગત કર્યું અને તેમના જીવનનો હિસ્સો બનાવ્યા.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


After completing 3000 episodes, Jethalal got emotional, thanked the fans and the team and said, “This character has given me so much, this character is like a gift to me.”

Source

પાયલ ઘોષના આરોપ પર અનુરાગ કશ્યપે વકીલ મારફતે જવાબ આપ્યો, કહ્યું- ખોટા અને ખરાબ હેતુથી લગાવવામાં આવેલા આરોપથી ઘણા દુઃખી છે મારા ક્લાયન્ટ

www.divyabhaskar.co.in |

અનુરાગ કશ્યપ પર લાગેલા સેક્યુઅલ હેરેસમેન્ટના આરોપો પછી તેની વકીલ પ્રિયંકા ખીમાણીએ તેના વતી એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. તેમાં આ બધા આરોપોને ખોટા અને ખરાબ હેતુથી પ્રેરિત ગણાવીને કહેવામાં આવ્યું છે કે આનાથી મારા ક્લાયન્ટને ઘણો આઘાત લાગ્યો છે.

ફિલ્મમેકરે તેના વકીલના આ સ્ટેટમેન્ટને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. સ્ટેટમેન્ટ શેર કરી અનુરાગે લખ્યું, 'આ મારા તરફથી મારા વકીલ પ્રિયંકા ખીમાણીનું સ્ટેટમેન્ટ છે.. આભાર.'

ચરિત્ર હત્યા માટે આંદોલનનો ઉપયોગ થઇ રહ્યો છે
સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે, 'મારા ક્લાયન્ટ અનુરાગ કશ્યપને હાલમાં જ તેના પર લાગેલા જાતીય સતામણીના ખોટા આરોપથી ઘણું દુઃખ થયું છે. આ આરોપ સાવ ખોટા, ખોટા હેતુવાળા અને કપટવાળા છે. આ દુઃખદ છે કે એક #metoo આંદોલન જેટલા મહત્ત્વપૂર્ણ સામાજિક આંદોલનને અંગત સ્વાર્થ માટે વાપરીને તેને ચરિત્ર હત્યા માટે એક સાધન તરીકે સીમિત કરી દેવામાં આવ્યું છે.'

આંદોલનને આવા આરોપ નબળું બનાવી દે છે
'આ પ્રકારના કાલ્પનિક આરોપ ગંભીર રીતે આંદોલનને નબળા બનાવી દે છે અને અજાણતા જ જાતીય સતામણી અને ખરાબ વર્તનથી વાસ્તવિક પીડિતાના દર્દ અને આઘાત પર વેપાર કરવાની કોશિશ કરે છે. મારા ક્લાયન્ટને નિયમ હેઠળ જરૂરી અધિકાર અને ઉપચાર મળ્યા છે અને તેને આગળ વધારવાનો ઈરાદો છે.'

રૂપા ગાંગુલીએ સંસદ પરિષદમાં પ્રદર્શન કર્યું
બોલિવૂડમાં શોષણનો મુદ્દો સોમવારે સંસદ પહોંચી ગયો. જ્યારે ભાજપ સાંસદ રૂપા ગાંગુલી સંસદ પરિસરમાં ધરણા પર બેસી ગયા. તેમણે હાથમાં બેનર પોસ્ટર લઈને પ્રદર્શન કર્યા. રૂપા ગાંગુલીએ આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તે પહેલાં ભાજપ સાંસદ રવિ કિશને પણ બોલિવૂડમાં છોકરીઓના શોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરતા ગાંગુલીએ કહ્યું કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી લોકોને મારે છે, તેમને નશીલા પદાર્થની લત લગાવે છે અને મહિલાનું અપમાન કરે છે પરંતુ કોઈ કઈ નથી કરી રહ્યું. મુંબઈ પોલીસ આખા મુદ્દે શાંત છે. તેમણે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.

પાયલ ઘોષે અનુરાગ પર આરોપ લગાવ્યા હતા
અનુરાગ પર હાલમાં જ પાયલ ઘોષ નામની એક્ટ્રેસે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પાયલના જણાવ્યા મુજબ 2014-15 દરમ્યાન જ્યારે તે અનુરાગના યારી રોડ સ્થિત ઘર પર ગઈ હતી તો તેણે એની સાથે જબરદસ્તી સંબંધ બનાવવાની ટ્રાય કરી હતી. તે સમયે તે 'બોમ્બે વેલ્વેટ' ફિલ્મ બનાવી રહ્યા હતા. જોકે ફિલ્મમેકરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા આપીને આ બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

અનુરાગે આરોપોને નિરાધાર ગણાવ્યા હતા
અનુરાગે શનિવારે મોડી રાત્રે ઘણા ટ્વીટ કરીને લખ્યું, 'શું વાત છે, આટલો સમય લઇ લીધો મને ચૂપ કરવાની ટ્રાયમાં. ચલો કઈ નહીં. મને ચૂપ કરાવતા કરાવતા આટલું ખોટું બોલી ગયા કે સ્ત્રી થઈને બીજી સ્ત્રીને પણ સાથે લઇ લીધી. થોડી તો મર્યાદા રાખો મેડમ. બસ એટલું જ કહીશ કે જે પણ આરોપ છે તે બધા આધાર વગરના છે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Anurag Kashyap Lawyer Update | Anurag Kashyap Lawyer Priyanka Khimani Respond To Payal Ghosh Over Allegations Of Sexual Misconduct

Source

ડ્રગ્સ કેસમાં નામ ચર્ચાતા મુકેશ છાબરાએ કહ્યું, બદલાની ભાવનાથી રિયાએ નામ લીધું છે, NCB એ કહ્યું રિયાએ કોઈ સેલેબ્સના નામ જ નથી આપ્યાનાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરવાની તૈયારીમાં છે. થોડા દિવસથી એવા સમાચાર ફેલાઈ રહ્યા હતા કે રિયા ચક્રવર્તીએ તેના સ્ટેટમેન્ટમાં 25 મોટા સેલેબ્સના નામ આપ્યા છે. તે લિસ્ટમાં સારા અલી ખાન, રકૂલ પ્રીત સિંહ, સિમોન ખંબાટા, મુકેશ છાબરાના નામ બહાર આવ્યા હોવાનો દાવો હતો. મુકેશ છાબરાએ આ બાબતે તેના મત રજૂ કર્યા છે. તેણે કહ્યું, રિયા બદલાની ભાવનાથી તેનું નામ આ કેસમાં લાવી રહી છે.

'દારૂ સિગરેટ ક્યારેય નથી લીધા'
બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મુકેશે કહ્યું, 'મેં ક્યારેય આલ્કોહોલ પણ નથી લીધું તો ડ્રગ્સની વાત તો જવા જ દો. રિયાએ મારું નામ માત્ર બદલો લેવા માટે જ લીધું છે. તેણે જેટલા પણ નામ લીધા છે તે એમ જ લઇ લીધા છે. તેને લાગે છે કે આવું કરવાથી તેને કેસમાં મદદ મળશે. પરંતુ આ ખોટું છે. મારા ડ્રગ્સ સાથે કોઈ સંબંધ નથી. મેં ક્યારેય સિગરેટ કે દારૂ નથી પીધું. તો હાર્ડ ડ્રગ્સનો તો સવાલ જ પેદા નથી થતો.'

રિયાને સલાહ આપી કે, આ કામ નહીં લાગે
મુકેશે આગળ કહ્યું કે, તે તેના નામ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. તે રિયા વિરુદ્ધ લીગલ એક્શન જરૂર લેશે. તેણે કહ્યું, 'અમે હાલ તો એ જોઈ રહ્યા છીએ કે શું કરવું વધુ યોગ્ય રહેશે. પરંતુ હું રિયાને સલાહ આપવા માગીશ કે તે ખુદ પરથી ધ્યાન હટાવીને બીજા કોઈપણનું નામ ન લે. આનાથી કોઈ મદદ નહીં મળે. હું અન્ય વિશે ન બોલી શકું પણ મારું નામ આ કેસમાં માત્ર બદલો લેવાની ભાવનાથી ખેંચવામાં આવ્યું છે.'

NCBએ કહ્યું, રિયાએ કોઈ સેલેબ્સના નામ નથી આપ્યા
તપાસ એજન્સીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, રિયાએ પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સિન્ડિકેટમાં કોઈ સેલેબ્સના નામ નથી આપ્યા. ‘ફ્રી પ્રેસ જર્નલ’ના રિપોર્ટ પ્રમાણે,NCBએ બનાવેલું લિસ્ટ ડ્રગ પેડલર્સ તથા ટ્રાફિકર્સનું છે. આનો સંબંધ SSR કેસ સાથે છે. આ લિસ્ટમાં એક પણ બોલિવૂડ સેલિબ્રિટીનું નામ સામેલ નથી. કેપીએસે કહ્યું હતું કે, તેણે કોઈ લિસ્ટ બનાવ્યું નથી. જે લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, તેમાં ડ્રગ્સનો બિઝનેસ કરતાં પેડલર્સ હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mukesh Chhabra Given Out His Reaction Why Rhea Took His Name In Drug Connection

Source

સાઉથ સ્ટાર સૂર્યાની NEET પરીક્ષા પરની કમેન્ટને મદ્રાસ હાઈકોર્ટના જજે કોર્ટનો અનાદર ગણાવ્યો, સોશિયલ મીડિયા એક્ટરની મદદે આપ્યુંસાઉથ એક્ટર સૂર્યાએ NEETની પરીક્ષાને કારણે આત્મહત્યા કરનારા વિધાર્થીના કેસમાં કોર્ટના ચુકાદાની નિંદા કરી હતી. તમિલનાડુમાં થયેલા આ મૃત્યુને એક્ટરે દુઃખદાયક ગણાવી ટ્વીટ કરી હતી. તેણે લખ્યું હતું કે, કોરોના ડરને કારણે જ્યારે જિંદગીનું જોખમ છે, કોર્ટ જે વીડિયો કોન્ફરન્સથી ન્યાય આપે છે તેણે ઓર્ડર આપ્યો કે વિધાર્થીઓ ડર રાખ્યા વગર જાય અને પરીક્ષા આપે.

હાઈકોર્ટના જજે કહ્યું, આ કોર્ટનું અનાદર કહેવાય
મદ્રાસ હાઈકોર્ટના જજ એસએમ સુબ્રમણિયમેં મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને લખ્યું કે, મારા મત મુજબ એક્ટરે જે કહ્યું તેનાથી માત્ર કોર્ટના માનનીય જજ અને ન્યાય વ્યસ્થાનું જ અનાદર નથી થયું પરંતુ લોકોના ન્યાય વ્યવસ્થા પરના ભરોસા પર પણ પ્રહાર થયો છે.

સૂર્યા અને જજના સ્ટેટમેન્ટ વર્ઝનમાં તફાવત
આ વાત તમિળમાં છે. જજ દ્વારા એક્ટરના સ્ટેટમેન્ટની જે વિવાદાસ્પદ વાત રજૂ કરવામાં આવી છે તે સૂર્યાના સ્ટેટમેન્ટમાં નથી. અમુક શબ્દો જે જજ દ્વારા યુઝ કરવામાં આવ્યા છે તે ખરેખર સૂર્યાના સ્ટેટમેન્ટમાં છે જ નહીં.

જ્યારે બીજી તરફ 6 પૂર્વ જજે મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ્ટને લેટર લખીને સૂર્યા વિરુદ્ધ એક્શન ન લેવા માટે કહ્યું. તેમણે લેટરમાં લખ્યું કે, 'આપણે સૂર્યાની હજારો ગરીબ બાળકોની મદદને ધ્યાનમાં રાખીને ઉદારતા બતાવવી જોઈએ. એક આર્ટિસ્ટિક વ્યક્તિના ઓવર રિએક્શનને આઉટ ઓફ કોન્ટેક્ટ્સ અને ગંભીરતાથી ન લેવા જોઈએ. અપીલ કરવાની આ અમારી ડ્યુટી છે જેથી કોર્ટ બિનજરૂરી કોન્ટ્રોવર્સીથી દૂર રહે.'

સોશિયલ મીડિયા પર એક્ટરને લોકોનો સપોર્ટ મળ્યો છે. તેના સ્ટેટમેન્ટને કારણે તેણે લોકોનું દિલ જીતી લીધું અને ટ્વિટર પર #TNStandsWithSuriya ટ્રેન્ડ થવા લાગ્યું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Madras HC Judge wants contempt proceedings against actor Suriya for his NEET statement

Source

error:
Scroll to Top