અભનત

BMCએ સોનુ સૂદને ગણાવ્યા નિયમો તોડનાર, શરદ પવારને મળવા પહોંચ્યા અભિનેતા

gujarati.oneindia.com |
Sonu Sood meets Sharad Pawar: BMCએ નોટિસ મળ્યા બાદ ફિલ્મ અભિનેતા સોનુ સૂદે એનસીપી ચીફ શરદ પવાર સાથે આજે મુલાકાત કરી. વાસ્તવમાં ગેરકાયદે નિર્માણ માટે બીએમસીએ સોનુ સૂદને નોટિસ મોકલી છે અને તેમને વારંવાર નિયમો તોડનાર ગણાવ્યા છે. ત્યારબાદ સોનૂ સૂદે

Source

ફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ સની દેઓલ કોરોના પૉઝિટિવ, આરોગ્ય સચિવે આપી માહિતી

gujarati.oneindia.com |
નવી દિલ્લીઃ જાણીતા ફિલ્મ અભિનેતા અને ગુરદાસપુરથી ભાજપ સાંસદ સની દેઓલ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થીએ મંગળવારે અભિનેતાના કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ટિ કરીને કહ્યુ છે કે સની છેલ્લા અમુક દિવસોથી કુલ્લુમાં જ હતા. તેમની હાલમાં

Source

અક્ષય કુમાર 362 કરોડ રૂપિયા કમાણી કરીને વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો, સલમાન, શાહરૂખ પાછળ છે

www.divyabhaskar.co.in |

અક્ષય કુમાર બોલિવૂડને દર વર્ષે સૌથી વધુ ફિલ્મો આપીને ફેન્સનું દિલ જીતી લે છે. તે સાથે અક્ષય કુમારે દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા એક્ટર્સના લિસ્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે. તાજેતરમાં આવેલા ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનારા ટૉપ 10 એક્ટરના લિસ્ટમાં 48.5 મિલિયન ડૉલર (362 કરોડ રૂપિયા) વાર્ષિક કમાણી કરીને અક્ષયે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં તેમણે ગ્લોબલ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાનને પાછળ છોડી દીધા છે. જાણો બોલિવૂડના સૌથી વધારે કમાણી કરતા એક્ટર-

અક્ષય કુમાર- બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષયની ફિલ્મ 'લક્ષ્મી' તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર VIP પર રિલીઝ થઈ છે. રેકોર્ડ બ્રેક કરતાં આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ વખત જોવાયેલી ફિલ્મ બની છે. આ ફિલ્મ ઉપરાંત એક્ટર ટૂંક સમયમાં કૃતિ સેનનની સાથે 'બચ્ચન પાંડે', સારા અલી ખાન અને ધનુષની સાથે 'અતરંગી રે', વાણી કપૂરની સાથે 'બેલ-બૉટમ' અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની સાથે 'પૃથ્વીરાજ' ફિલ્મ લઈને આવી રહ્યો છે. ફિલ્મો ઉપરાંત અક્ષયની મોટાભાગની કમાણી પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ દ્વારા થાય છે.

સલમાન ખાન- સુપરસ્ટાર સલમાન ખાન દર વર્ષે ઈદના પ્રસંગે પોતાની ફિલ્મથી ફેન્સને ભેટ આપે છે જો કે, આ વર્ષે કોરોના અને થિયેટરો બંધ થવાથી આવું થઈ શક્યું નહીં. આ વર્ષે સલમાનની ફિલ્મ 'રાધે' અને 'કભી ઇદ કભી દિવાલી' રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મોનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. લોકડાઉન ખૂલતાં જ રાધે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું પરંતુ મેકર્સ હજી પણ સંપૂર્ણ રીતે થિયેટરો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. 2020માં એક પણ ફિલ્મ રિલીઝ ન થઈ હોવા છતાં સલમાન ખાન બોલિવૂડનો બીજો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. દર ફિલ્મમાંથી 100 કરોડ રૂપિયા ફી લેનાર એક્ટરે બિગ બોસ 14 માટે 450 કરોડ રૂપિયા ફી લીધી છે.

શાહરૂખ ખાન – બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી નહોતી. ત્યારબાદથી અભિનેતા સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાનાં લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ફિલ્મો ઉપરાંત શાહરૂખનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટટ વેબ મૂવીઝ અને સિરીઝ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. અભિનેતાએ તાજેતરમાં જ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'પઠાણ' પર કામ શરૂ કર્યું છે.

આમિર ખાન- વર્ષમાં એક પણ હિટ ફિલ્મ ન આપનાર આમિર ખાન કરીના કપૂર સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' લઇને આવી રહ્યો છે. લોકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું, જો કે, અભિનેતાએ શૂટિંગ કરવાની મંજૂરી મળ્યા બાદ ફિલ્મનું કામ ફરી શરૂ કરી દીધું છે. આ વર્ષે આમિરની કોઈ ફિલ્મ રિલીઝ નહીં થવા છતાં અભિનેતા આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાના લિસ્ટમાં ચોથા નંબરે છે.

અજય દેવગણ- વર્ષ 2020ની શરૂઆતમાં જ બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'તાન્હાજી' આપીને અભિનેતા અજય દેવગન બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારો પાંચમો અભિનેતા બની ગયો છે. અજય દેવગણની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દીપિકાની ફિલ્મ 'છપાક' સાથે ક્લેશ થઈ હતી. તેમ છતાં, આ ફિલ્મે સારું પ્રદર્શન કરીને લગભગ 277 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

આ છે વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર
87.5 મિલિયન ડૉલરની કમાણી સાથે ડ્વેન જોનસન આ લિસ્ટમાં પહેલા નંબરે છે. આ ઉપરાંત, રાયન રેનોલ્ડ (71.5 મિલિયન ડૉલર), માર્ક વાહલબર્ગ (58 મિલિયન ડૉલર), બેન એફ્લેક 55 મિલિયન ડૉલર) અને વિન ડીઝલ 54 મિલિયન ડૉલર) સૌથી વધુ કમાણી કરનારા 5 અભિનેતાઓનાં લિસ્ટમાં સામેલ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Akshay Kumar becomes world’s sixth highest earning actor with Rs 362 crore, behind Salman, Shah Rukh

Source

દિગ્ગજ અભિનેતા અને ટીવી સ્ટાર વરૂણ બડોલાના પિતા વિશ્વ મોહન બડોલાનું નિધન

www.divyabhaskar.co.in |

દિગ્ગજ અભિનેતા અને થિયેટર વ્યક્તિત્વ વિશ્વ મોહન બડોલાનું 23 નવેમ્બર 2020ના રોજ ઉંમર સંબંધિત બીમારીના કારણે નિધન થયું. પ્રખ્યાત કલાકારે ઘણી ફિલ્મો, ટેલિવિઝન સિરિયલ, અને સૌથી વધારે થિયેટરમાં કામ કર્યું છે. લોકપ્રિય ટીવી એક્ટર વરૂણ બડોલા, અલકા કૌશલ અને RJ કાલિંદી તેમના બાળકો છે.

વીએમ બડોલાના મૃત્યુના સમાચારની પુષ્ટિ વરૂણ બડોલાની પત્ની રાજેશ્વરી સચદેવે કરી. તેમના અવસાનથી પરિવાર આઘાતમાં છે અને પરિવારે મોત પર શોક વ્યક્ત કરતા કહ્યું, તેમના જવાથી ઘણી મોટી ખોટ પડી છે.

વિશ્વ મોહન બડોલાએ શોબિઝની દુનિયામાં દાયકાઓ સુધી કામ કર્યું. અભિનય અને થિયેટરના ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.

સ્વદેશ, જોધા અકબર, પ્રેમ રતન ધના પાયો, અને મુન્ના ભાઈ એમબીબીએસ જેવી ફિલ્મોમાં તેમને કામ કર્યું છે.

2018માં તેઓ તબ્બુ સ્ટાર ‘મિસિંગ’માં જોવા મળ્યા હતા. તે ઉપરાંત તેઓ જોલી LLB 2 અને જલપરીઃ ધ ડેઝર્ટ મરમેડમાં તેમના અભિનય માટે જાણીતા છે. તેમના મૃત્યુથી જે ખોટ પડી છે તે ક્યારેય પૂરી નહીં થઈ શકે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Veteran actor and TV star Varun Badola’s father Vishwa Mohan Badola passes away

Source

ભારતીય રેડિયો જોકી, અભિનેતા અને ટીવી હોસ્ટ તરીકે જાણીતા અપારશક્તિનો આજે જન્મ દિવસ

gujarati.oneindia.com |
ભારતીય રેડિયો જોકી, અભિનેતા અને ટીવી હોસ્ટ તરીકે જાણીતા અપારશક્તિનો આજે જન્મ દિવસ

Source

85 વર્ષીય દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીનું અવસાન, લાંબા સમયથી બીમાર હતા

www.divyabhaskar.co.in |

દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીનું અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા. છેલ્લા એક મહિનાથી તેમની હાલત ગંભીર હતી. 40 દિવસ અગાઉ તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ તેમની પાછળ પત્ની, પુત્ર અને પુત્રીને છોડી ગયા છે. તા. 6 ઓક્ટોબરે કોરોના થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનામાંથી મુક્ત થયા પછી તેમને અન્ય બીમારી લાગુ પડી હતી. દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ચેટરજીએ સત્યજીત રાયની ફિલ્મ અપુર સંસારથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.

શનિવાર, 14 નવેમ્બરના રોજ ડૉક્ટર્સની ટીમે આ માહિતી આપી હતી. એક્ટરને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. 15 નવેમ્બરના રોજ બપોરે 12.15 વાગે સૌમિત્ર ચેટર્જીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે સૌમિત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 6 ઓક્ટોબરના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ કોરોના નેગેટિવ આવ્યા હતા પરંતુ કોવિડ એન્સેફૈલોપેથીને કારણે અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત સૌમિત્ર ચેટર્જીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી. તેમની સારવાર કરતાં એક ડૉક્ટર્સે કહ્યું હતું, 'અમારા તમામ પ્રયાસો બાદ પણ તેઓ ફિઝિયોલોજિકલ સિસ્ટમને કોઈ રિસ્પોન્ડ કરતાં નથી. તેમની હાલત પહેલાં કરતાં વધારે ખરાબ છે. તેમને દરેક પ્રકારના સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે અને તે જીવન માટે ઝઝૂમી રહ્યા છે.'

સમાચાર એજન્સી 'PTI'ના પ્રમાણે, ડૉક્ટર્સે કહ્યું હતું, 'કોરોનાને કારણે તેમની નર્વસ સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ હતી અને તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા હતા. અમે તેમને સ્ટેરોયડ, ઈમ્યુનોગ્લોબુલિન, કાર્ડિયોલોજી, એન્ટિ વાઈરલ થેરપી, ઈમ્યુનોલોજી બધું જ કરવાનો પ્રયાસ કર્યો હતો.' છેલ્લાં 40 દિવસથી ન્યૂરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ક્રિટિકલ કૅર મેડિસિનના એક્સપર્ટની એક ટીમ સૌમિત્ર ચેટર્જીની સારવાર કરી હતી.

ડૉક્ટર્સે કહ્યું હતું, 'અમને દુઃખ છે કે તેઓ કોઈ પ્રતિક્રિયા આપતા નથી. અમે છેલ્લીવાર પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યાં સુધી કે તેમના પરિવારે પણ એ વાત સ્વીકારી લીધી છે કે તેમની હાલતમાં હવે કોઈ સુધારો થશે નહીં.'

ડૉક્ટર્સે કહ્યું હતું કે તેમની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. સિટી સ્કેન પણ કરવામાં આવ્યો હતો. EEG કરવામાં આવ્યો હતો પરંતુ તેમના મગજની અંદર બહુ જ ઓછી ગતિવિધિ નોંધાઈ હતી. ઓક્સિજનનું પ્રમાણ વધી ગયું હતું. કિડની યોગ્ય રીતે કામ કરતી નહોતી. સૌમિત્રને ગયા ગુરુવારના (12 નવેમ્બર) રોજ પહેલીવાર પ્લાસ્મફેરેસિસ આપવામાં આવ્યું હતું અને પછી ટ્રેકોસ્ટોમી કરવામાં આવી હતી.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા હતા. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' હતી. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

  • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
  • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
  • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


85-year-old Bengali actor Soumitra Chatterjee is in critical condition and has been admitted to hospital for the last 40 days.

Source

error:
Scroll to Top