જામનગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કોરોના વેક્સિનેશન અંગે બેઠક યોજાઇ
gujarati.oneindia.com |
જામનગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કોરોના વેક્સિનેશન અંગે બેઠક યોજાઇ
gujarati.oneindia.com |
જામનગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કોરોના વેક્સિનેશન અંગે બેઠક યોજાઇ
તુતીકોરિનમાં વેદાંતાની સ્ટરલાઈટ ફેક્ટરીમાં વર્ષ 2018માં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અંગે રજનીકાંતને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ સમન્સ રજનીકાંતને તપાસમાં મદદ માટે મોકલવામાં આવ્યું છે. રજનીને કમિશનની 24મી સિટિંગમાં બોલાવવામાં આવ્યા છે. આ બેઠક જાન્યુઆરી, 2021માં યોજાશે.
ઉલ્લેખનીય છે કે આ કેસ ભારતનો સૌથી જોખમી પર્યાવરણ પ્રોટેસ્ટનો છે. આ વિરોધ પ્રદર્શન તુતીકોરિનમાં વેદાંતાના સ્ટરલાઈટ કોપર પ્લાન્ટ બનવાના સમાચાર બાદ યોજાયું હતું. વિરોધ પ્રદર્શનમાં 13 લોકોના મોત થયા હતા. રજનીકાંતે તુતીકોરિનમાં પોતાના પ્રવાસ દરમિયાન આ અંગે વાત કરીને અસામાજિક તત્વોને જવાબદાર ગણાવ્યા હતા.
આ કેસમાં અત્યાર સુધી રજનીકાંત સાથે શું થયું?
રજનીકાંત ઘટના બાદ તરત જ તુતીકોરિન ગયા હતા અને સ્ટરલાઈટ ફેક્ટરને બંધ કરવા માટે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસામાં ઘાયલ કેટલાંક લોકોની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે નિવેદન આપ્યું હતું. આ નિવેદન પર ફેબ્રુઆરી 2020માં રજનીકાંતને જસ્ટિસ અરૂણ જગદીશન કમિશન તરફથી સમન્સ મળ્યું હતું. રજનીએ 25 ફેબ્રુઆરીએ કમિશન સમક્ષ હાજર થવાનું હતું. તે સમયે રજનીકાંતે એમ કહ્યું હતું કે તેમના આવવાથી જનતાને બહુ જ મુશ્કેલીઓ પડશે.
586 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા
વેબ પોર્ટલ ક્વિન્ટના અહેવાલ પ્રમાણે, કમિશન તરફથી અરૂલ વેદિવલ છે અને રજનીકાંત તરફખી ઈલામ ભારતીએ કહ્યું હતું કે આ વખતે રજનીકાંત તમામ સવાલોના જવાબ આપશે. ન્યાયિક કમિશનની અત્યાર સુધી 23વાર બેઠક યોજાઈ અને તેમાં 586 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. તો 775 દસ્તાવેજ જમા કરાવવામાં આવ્યા છે. આ સાક્ષીઓ મોટાભાગે ફાયર ફાઈટર્સ તથા પોલીસ જવાન છે.
ફિલ્મ પ્રોડ્યૂસર કરન જોહરનો વકીલ તથા તેના માટે કામ કરતાં 3 અન્ય લોકો મુંબઈ સ્થિત NCB ઓફિસમાં પૂછપરછ માટે આવ્યા છે. ગુરુવાર (17 ડિસેમ્બર)ના રોજ NCBએ ફિલ્મ પ્રોડ્યૂસરને સમન્સ પાઠવીને તેના ઘર 2019માં યોજાયેલી પાર્ટીની માહિતી આપવા માટે બોલાવ્યો છે. જોકે, એજન્સીએ કરનને રાહત આપતા એમ કહ્યું હતું કે કરન પોતાના પ્રતિનિધિને મોકલીને સવાલોના જવાબ આપી શકે છે. સૂત્રોના મતે, આજની પૂછપરછ પછી NCB નક્કી કરશે કે કરન જોહરને પૂછપરછ માટે બોલાવવો કે નહીં? હાલમાં કરનના ચાર માણસો NCBના સવાલોના જવાબ આપે છે.
ઘરે યોજાયેલી પાર્ટીને ક્લીન ચિટ મળી છે
વીડિયોનો પહેલો ફોરેન્સિક રિપોર્ટ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં NCBને મળ્યો હતો. આ રિપોર્ટમાં વીડિયોને સંપૂર્ણપણે અસલી ગણાવવામાં આવ્યો હતો. સાથે જ તેમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ થયું હોવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર FSLના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વીડિયોમાં જે સફેદ રંગની ઈમેજ જોવા મળે છે તે રિફ્લેક્શન ઓફ લાઈટ (રોશનીને કારણે બનેલી ઈમેજ) છે. FSLએ ક્લીન ચિટ આપતા પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે વીડિયોમાં ડ્રગ્સ જેવો કોઈ પણ માદક પદાર્થ યુઝ કરવામાં આવ્યો નથી.
2019માં કરનના ઘરે પાર્ટી થઈ હતી
28 જુલાઈ 2019માં કરણ જોહરે પોતાના ઘરે પાર્ટી યોજી હતી, જેમાં દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરૂણ ધવન, ઝોયા અખ્તર, વિકી કૌશલ, અયાન મુખર્જી અને રણબીર કપૂર સહિતના સેલેબ્સે હાજરી આપી હતી. પાર્ટીનો વીડિયો વાઈરલ થયા બાદ આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવાના આક્ષેપો થયા હતા.
વિધાયક સિરસાએ ફરિયાદ કરી હતી
શિરોમણી અકાલી દળના ધારાસભ્ય મનજિંદરસિંહ સિરસાએ ગત વર્ષે મુંબઈ પોલીસ કમિશનરને એક પત્ર લખીને આક્ષેપ મૂક્યો હતો કે કરન જોહરની પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. તેમણે કરન જોહર અને પાર્ટીમાં હાજર અન્ય લોકો વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થ અધિનિયમ 1985 અંતર્ગત કેસ દાખલ કરવાની માગ કરી હતી.
આ વર્ષે જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મોત પછી બોલિવુડમાં ડ્રગ્સનો મામલો ઉછળ્યો તો સિરસાએ NCBના પ્રમુખ રાકેશ અસ્થાનાને મળીને તેમને કરન જોહર અને અન્ય કલાકારો વિરૂદ્ધ ડ્રગ પાર્ટી કરવાના મામલે ફરિયાદ કરી હતી. જે બાદ NCBએ વીડિયોની તપાસ હાથમાં લીધી હતી અને તેની ફોરેન્સિક તપાસ પણ કરાવી હતી.
કોરોનાકાળમાં પોતાનાં સેવાકીય કાર્યો માટે ચર્ચામાં આવેલી અભિનેત્રી શિખા મલ્હોત્રાને ગુરુવારે પેરાલિસિસનો અટેક આવ્યો છે. તેને કારણે એના શરીરનો જમણો ભાગ ખોટો પડી ગયો છે અને તે બોલી પણ શકતી નથી. તેની સારવાર માટે આ અભિનેત્રીને મુંબઈની કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ધીમે ધીમે રિકવર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હજુ ઑક્ટોબર મહિનામાં જ આ અભિનેત્રી કોરોનાવાઇરસના ચેપનો ભોગ બની હતી. ગુરુવારે રાત્રે તેનું શુગર લેવલ અચાનક ભયજનક રીતે ઘટી ગયું અને તેને સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ હવે તે પેરાલિસિસનો ભોગ બની છે.
આ અભિનેત્રીના પબ્લિસિસ્ટ અશ્વની શુક્લાએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે ડૉક્ટરોના મતે શિખાને હજી થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે. અશ્વની શુક્લાના કહેવા પ્રમાણે સ્ટ્રોક આવ્યા પછી તરત જ શિખાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં ઇલાજનો ખર્ચો અતિશય વધારે હોવાથી તેને ત્યાંથી કૂપર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી.
કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં ખુદ ચેપગ્રસ્ત થઈ
શાહરુખ ખાન સાથે 'ફૅન', તાપસી પન્નુ સાથે 'રનિંગ શાદી ડોટ કોમ' અને સંજય મિશ્રા સાથે 'કાંચલી' જેવી ફિલ્મો કરીમાં કામ ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે શિખા મલ્હોત્રા પોતે પણ એક સર્ટિફાઇડ નર્સ છે. લૉકડાઉન વખતે શિખાએ પોતાની જવાબદારી સમજીને નર્સની કૅપ પહેરી લીધી હતી. એણે મુંબઈના જોગેશ્વરીમાં આવેલી 'હિંદુ હૃદયસમ્રાટ ટ્રોમા સેન્ટર'માં લાગલગાટ છ મહિના સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરી હતી. આ ફરજ બજાવવા દરમિયાન જ ઑક્ટોબર મહિનામાં તેને પોતાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને વીસ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.
બિગ બોસ'ના સૌથી વિવાદિત સ્પર્ધક રાહુલ મહાજન હાલની સિઝનમાં એન્ટ્રી લેશે. જોકે, રાહુલનું જીવન 'બિગ બોસ'માં જેટલું વિવાદાસ્પદ હતું તેટલું જ બહાર પણ હતું. તેની બંને પૂર્વ પત્નીઓ શ્વેતા સિંહ તથા ડિમ્પી ગાંગુલીએ તેની પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂક્યો હતો. આ પહેલાં તે ડ્રગ સ્કેન્ડલમાં ફસાયો હતો. હવે રાહુલ આધ્યાત્મની રાહ પર છે. તેણે રશિયન યુવતી નતાલિયા ઈલિના સાથે લગ્ન કર્યાં છે. નતાલિયા કઝાકિસ્તાનની છે.
લગ્નમાં અડચણ ના આવે એટલે બેલેન્સ બનાવીને રાખ્યું છે
ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં રાહુલે કહ્યું હતું, 'અમે રેલવેના બે ટ્રેકની જેમ છીએ. અમે એકબીજાની બાબતોમાં બહુ દખલગીરી કરતા નથી અને દરેક જગ્યાએ એકબીજાની સાથે હોઈએ છીએ. અમે એકબીજાથી અલગ પણ નથી, પરંતુ અમે બેલેન્સ બનાવીને રાખીએ છીએ, જેથી અમારા લગ્ન યોગ્ય ટ્રેક પર રહે.'
ભગવાન શિવ-પાર્વતીનું ઉદાહરણ આપું છું: રાહુલ
રાહુલે વધુમાં કહ્યું હતું, 'તે રશિયન છે અને હવે તેણે હિંદુ ધર્મ અપનાવી લીધો છે. હું તેને હંમેશાં ભગવાન શિવ તથા પાર્વતીનું ઉદાહરણ આપું છું. પતિ-પત્નીના સંબંધો શિવ-પાર્વતી જેવા હોઈ જોઈએ. અમે અમારા સંબંધમાં શિવ-પાર્વતીને આદર્શ માનીએ છીએ. હું તેને ભગવદ ગીતા શીખવું છું. અમે સાથે ધાર્મિક પુસ્તકો વાંચીએ છીએ. મને લાગે છે કે તમને એક યોગ્ય સાથી તથા પરિવાર માટે એક સારા ભાગ્યની જરૂર છે.'
ઘરમાં મહિલાઓથી દૂર રહેશે
રાહુલે 'બિગ બોસ'માં જતા પહેલાં કહ્યું હતું કે તે નતાલિયા સાથે હેપી મેરિડ લાઈફ જીવે છે. આથી જ તે 'બિગ બોસ'ના ઘરમાં મહિલાઓથી દૂર રહેશે. તે ઘરમાં પહેલાં લિંકઅપ કરી ચૂક્યો છે અને હવે તે ઘરમાં કોઈ ફૅક ફ્રેન્ડશિપ કરવા માગતો નથી.
રાહુલની મેરિડ લાઈફ આવી હતી
રાહુલે પહેલા લગ્ન નાનપણની મિત્ર શ્વેતા સિંહ સાથે ઓગસ્ટ, 2006માં કર્યાં હતાં. બીજા લગ્ન ડિમ્પી ગાંગુલી સાથએ 2010માં કર્યાં હતાં. 2014માં રાહુલ તથા ડિમ્પીએ ડિવોર્સ લીધા હતા. ત્રીજી પત્ની નતાલિયા પતિ રાહુલ કરતાં 18 વર્ષ નાની છે. 20 નવેમ્બર, 2018ના રોજ મંદિરમાં લગ્ન કર્યાં હતાં.
gujarati.oneindia.com |
ગુજરાત : દિવાળી પછી સ્કૂલ-કોલેજ થશે શરુ, કેવી રીતે શરૂ કરાશે તે અંગે કહી આ વાત
થોડાં દિવસ પહેલા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ અનેક મોટા નામો સામે આવ્યા છે. આ દરમિયાન NCBએ જયા સાહાની બે દિવસ પૂછપરછ કરી હતી અને આ પૂછપરછમાં અનેક મહત્ત્વના ખુલાસા સામે આવ્યા હતા. સાહાએ તપાસ એજન્સીને કહ્યું હતું કે તેણે શ્રદ્ધા કપૂર માટે ઓનલાઈન ઓર્ડર કરીને CBD ઓઈલની વ્યવસ્થા કરી આપી હતી.
પૂછપરછ દરમિયાન NCBએ જયાને શ્રદ્ધા સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોર્ટ્સ બતાવ્યા હતા અને અનેક સવાલ કર્યા હતા. જયાએ શ્રદ્ધા માટે CBD ઓઈલની વ્યવસ્થા કરી આપી હોવાનું સ્વીકાર્યું હતું. આ ડ્રગ ભારતમાં બૅન છે.
અનેક સેલેબ્સને CBD ઓઈલ આપ્યું હોવાની વાત સ્વીકારી
ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, પૂછપરછમાં જયા સાહાએ સ્વીકાર્યું છે કે શ્રદ્ધા કપૂર ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, ફિલ્મમેકર મધુ મન્ટેના તથા પોતાના માટે CBD ઓઈલની વ્યવસ્થા કરતી હતી. NCBએ જયાને નમ્રતા શિરોડકર સાથેની ચેટ અંગે સવાલ કર્યો હતો તેણે કહ્યું હતું કે તે ચેટ તેની જ છે પરંતુ શેના વિશે હતી, તે તેને યાદ નથી.
આ પહેલા EDએ રિયા ચક્રવર્તી તથા જયા સાહા વચ્ચે થયેલી ડ્રગ્સ ચેટનો ખુલાસો કર્યો હતો. જયાએ રિયાને કહ્યું હતું કે તે સુશાંતની ચા કે કૉફીમાં CBD ઓઈલના કેટલાંક ટીપાં નાખી શકે છે. 30-40 મિનિટ પછી કિક મળશે.
NCBએ કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ સમન પાઠવ્યું
NCBએ દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશને સમન પાઠવ્યું હતું. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેણે 25 સપ્ટેમ્બર પછી આવવાની વાત કરી હતી. કરિશ્મા તથા જયા સાહા એક જ ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે.
અનેક એક્ટ્રેસ સકંજામાં
ડ્રગ્સ કેસની તપાસમાં અત્યાર સુધી અનેક એક્ટ્રેસના નામ સામે આવ્યા છે, જેમાં સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, નમ્રતા શિરોડકર તથા ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા સામેલ છે.
બોટમેન સારા-રકુલ-શ્રદ્ધાનું નામ લીધું હતું
પૂછપરછ દરમિયાન લોનાવલાના એક બોટમેને કહ્યું હતું કે સુશાંતની સાથે તેના પાવના ફાર્મહાઉસમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તથા રકુલ પ્રીત સિંહ પાર્ટી કરવા આવતા હતા. અહીંયા થતી પાર્ટીમાં ગાંજો તથા દારૂનો ઉપયોગ સામાન્ય હતો.
દીપિકાનું નામ સામે આવ્યું
ડ્રગ્સ કેસમાં હવે દીપિકાનું નામ સામે આવ્યું છે. દીપિકા તથા તેની મેનેજર કરિશ્માની ચેટ સામે આવી છે. આ ચેટ 28 ઓક્ટોબર, 2017ની છે. આ ચેટમાં દીપિકાએ કરિશ્મને પૂછ્યું હતું, 'માલ હૈ ક્યા?'
NCB દીપિકા, સારા તથા રકુલને બોલાવી શકે છે
NCBના એક અધિકારીએ નામ જાહેર ના કરવાની શરતે કહ્યું હતું કે પહેલા કરિશ્મા પ્રકારની પૂછપરછ થશે. જો જરૂર પડી તો દીપિકાને પણ સમન મોકલવામાં આવશે. દીપિકા ઉપરાંત સારા તથા રકુલને પણ સમન મોકલાય તેવી શક્યતા છે.
લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયક 13 દિવસ બાદ હોસ્પિટલમાંથી આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ ડિસ્ચાર્જ થયા હતા. 75 વર્ષના ઘનશ્યામ નાયક છેલ્લા બે મહિનાથી ગળાના દુખાવાથી પીડાતા હતા અને થોડાં દિવસ પહેલા જ રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. ત્યારે ગળામાં આઠ ગાંઠો હોવાની જાણ થઈ હતી અને સર્જરી કરાવી હતી. હાલમાં જ દિવ્ય ભાસ્કરે ઘનશ્યામ નાયકના દીકરા વિકાસ નાયક સાથે વાત કરી હતી.
આ મુશ્કેલીમાંથી જલ્દીથી બહાર આવીશું
વિકાસ નાયકે કહ્યું હતું, 'આ વર્ષ અમારા પરિવાર માટે થોડું મુશ્કેલ-ભર્યું રહ્યું છે. વર્ષની શરૂઆતમાં (ફેબ્રુઆરી) મારી માતાને હોસ્પિટલમાં 10 દિવસ માટે એડમિટ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ મે મહિનામાં મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું 10 દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો. જોકે, થોડાં મહિના બાદ પિતાની બીમારી અંગે જાણ થઈ હતી. તેમણે ગળાનું મોટું ઓપરેશન કરાવ્યું. આ એક મુશ્કેલ-ભર્યો સમય છે પરંતુ પિતાએ અમને નાનપણથી જ શીખવ્યું છે કે મુશ્કેલ ઘડીનો પણ હસીને સામનો કરવો જોઈએ. અમે આ જ રીતે કરીએ છીએ. આશા છે કે આ મુશ્કેલ સમયમાંથી ટૂંક સમયમાં બહાર આવી જઈશું.'
થોડા મહિના હજી સારવાર ચાલશે
ઘનશ્યામ નાયકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ અંગે વિકાસે કહ્યું હતું, 'તેમને આજે (15 સપ્ટેમ્બર) જ રજા મળી છે પરંતુ તેમની સારવાર પૂરી થઈ નથી. રિપોર્ટ પ્રમાણે હજી થોડાંક મહિનાઓ સારવાર ચાલશે. એટલે આગામી થોડા મહિનાઓ સુધી અમે હોસ્પિટલમાં આવતા-જતા રહીશું.'
કેન્સરનો ડર જરૂર હતો પરંતુ હવે આ ડર નીકળી ગયો
હાલમાં જ વિકાસ નાયકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં વિકાસે પિતાના ગળામાં મેલિગ્નન્ટ (મેડિકલ ટર્મમાં કેન્સર) હોવાની વાત કહી હતી. ઘનશ્યામ નાયકની સર્જરી મુંબઈના જાણીતા ઓન્કોલોજિસ્ટ (કેન્સર સર્જન)એ કરી હતી. વિકાસને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું, 'જુઓ, હાલમાં આ અંગે કંઈ પણ કહેવું બહુ જલ્દી હશે. હું નથી ઈચ્છતો કે આ માહિતી પબ્લિક પ્લેટફોર્મ પર આવે. હા, જે વાતનો ડર હતો તેને ગળામાંથી કાઢી દેવામાં આવ્યો છે. તેમની ફોલો અપ ટ્રીટમેન્ટમાં અમારે માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તે બીમારી ઊથલો ના મારે. હા, કેન્સરનો ડર જરૂર હતો પરંતુ હવે આ ડર નીકળી ગયો છે. હવે તેમનું ઘણું જ ધ્યાન રાખીશું.'
'તેઓ શૂટિંગ અંગે ઘણાં જ ઉત્સાહિત છે'
વાતો-વાતોમાં વિકાસે કહ્યું હતું કે ઘનશ્યામ નાયક ફરીથી શૂટિંગ પર જવા અંગે ઘણાં જ ઉત્સાહિત છે. વિકાસે કહ્યું હતું, 'પિતા તેમના નિર્ણયો જાતે લે છે અને અમે ક્યારેય તેમને ના પાડતા નથી. અમને ખ્યાલ છે કે તેઓ શૂટિંગ કરવા માટે ઘણાં જ ઉત્સાહિત છે. જો બધું જ વ્યવસ્થિત થયું તો તેઓ આવતા મહિને શૂટિંગ કરવાનું શરૂ કરશે.'
વિકાસ નાયકની વાત કરીએ તો તેઓ એક ઈન્ફર્મેશન ટેક્નોલોજી કંપનીમાં સીનિયર મેનેજર તરીકે કામ કરે છે. આ ઉપરાંત છેલ્લા 20 વર્ષથી ગુજરાતી અખબારમાં કોલમ લખે છે.
વિકાસ નાયકે પિતાની તબિયત અંગે શું પોસ્ટ કરી હતી?
વિકાસ નાયકે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'પપ્પાને દોઢેક વર્ષ અગાઉ આંખમાં પાંપણ ઉપર એક ગાંઠ વારંવાર થતી હતી. ત્રણેક વાર એ સામાન્ય ડોક્ટર પાસે કઢાવ્યા બાદ ચોથી વાર તે સર્જરી દ્વારા કઢાવી અને તે વાંધાજનક (મેલિગ્નન્ટ) હોવાનું નિદાન થયું હતું. જોકે તે સંપૂર્ણ રીતે કાઢી નાખવામાં આવી હતી અને અમે ધાર્યું હતું કે એ પ્રકરણ પૂરું થઈ ગયું છે. આ સર્જરી કરનાર કુશળ યુવા ડોક્ટર નિરવ રાઈચૂરાએ ખૂબ કુશળતાથી અને સારી રીતે આંખની પાંપણ પરની એ ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી હતી અને આ દરમ્યાન તેમણે પપ્પાના ડાબા ગાલના કાન પાસેના ભાગ પર થોડો ઉપસેલો ભાગ જણાતાં તેનો ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું, જેનો હિસ્ટોપેથ રિપોર્ટ એ વાંધાજનક ન હોવાનું સૂચન કરતો હતો, જેને મેડિકલ ભાષામાં 'બીનાઇન' કહેવામાં આવે છે. ત્યારે તેમણે બીજો અભિપ્રાય લેવા હિન્દુજા હોસ્પિટલ પણ મોકલ્યા અને અન્ય એક આંખ નિષ્ણાત એવા મહિલા ઓપ્થોસર્જન ડો. સાંવરી પાસે ચેક અપ કરાવ્યું. તેમણે પેટસ્કેન કરાવવાનું સૂચન કર્યું, જેમાં આખા શરીરની ચકાસણી થાય છે અને કોઈ પણ મેલિગ્નન્ટ ગાંઠ કે કેન્સર જેવું તત્ત્વ શરીરમાં હોય તો તેનું સચોટ નિદાન થાય છે. હવે આ ટેસ્ટ થોડો ભારે હોય અને એમાં શરીરમાં કિરણોત્સર્ગ કરવામાં આવતો હોવાથી હું થોડો અચકાતો હતો અને પપ્પાએ પણ ત્યારે આ બાબત ગંભીરતાથી ના લીધી અને અમે આ ટેસ્ટ ન કરાવ્યો. આ ઘટનાના દોઢેક વર્ષ બાદ ડાબા ગાલ પાસેની પેલી કાન નજીકની ગાંઠ સહેજ મોટી બની અને પપ્પાને થોડું દુખવા પણ માંડ્યું. એટલે એ ગયા સૂચક હોસ્પિટલ. ત્યાં એ ગાંઠ પર વધુ સંશોધન થાય એ પહેલાં કોણ જાણે ક્યાંથી હર્પીસ નામના ચેપી વિષાણુએ ડાબા ગાલ પર જ હુમલો કર્યો અને પપ્પાનો ડાબો ગાલ અને તેની નીચે ગળા સુધીનો ભાગ પીડાદાયક ફોલ્લાંથી ભરાઈ ગયો. તેની ટ્રીટમેન્ટમાં વીસેક દિવસ નીકળી ગયાં. આ પીડાએ પણ જોકે પપ્પાનું મનોબળ ડગાવ્યું નહીં.
એક તો કોરોના લોક ડાઉન નો કપરો કાળ, કામધંધો પાંચ – છ મહિનાથી બંધ, પંચોતેર વર્ષની ઉંમર – પણ આ વામન કદના માનવીનું મનોબળ, હકારાત્મકતા કોઈ યુવાનને પણ શરમાવે એવા હોઈ તેમની વિરાટતાના દર્શન થયાં. હર્પીસ ગાયબ થયા બાદ ફરી સૂચક હોસ્પિટલના ચક્કર શરૂ થયાં. આ હોસ્પિટલ મલાડમાં આવેલી પચાસ વર્ષ કરતાં પણ જૂની, અન્ય પૈસા છાપવાના મશીન ગણાતી પ્રોફેશનલ હોસ્પિટલ કરતાં ઘણી જુદી અને સારી છે. તેના સ્થાપક ડો. અનિલ સૂચકના પત્ની આભાબેનના પિતા જૂના જમાનાના એક ખૂબ સારા અભિનેતા હતાં અને આ તેનું બીજું પાસું જેના કારણે પપ્પાને આ હોસ્પિટલ ખાસ્સી આત્મીય લાગે છે. અગાઉ તેમનો એક અકસ્માત થયો હતો ત્યારે પણ તેઓ અહીં જ સાજા થયાં હતાં, તેમની અન્ય પણ નાની મોટી સર્જરી અહીં ભૂતકાળમાં સફળ રીતે પાર પડી હતી, તેથી તેઓ અહીં આવવામાં બિલકુલ અચકાતા નહોતા. મને કોરોનાના કારણે અત્યારે ઘરની બહાર નીકળવામાં પણ જોખમ જણાતું પણ તેઓ વિના કોઈ ડર કે સંકોચ સાથે અહીં આવતા અને થોડાં ઘણાં જરૂરી ટેસ્ટ કર્યા બાદ જાણ થઈ કે તેમની ડાબા ગાલ પાસેની પેલી ગાંઠ વાંધાજનક છે.
અલબત્ત પેટ સ્કેન અને અન્ય ટેસ્ટમાં જણાયું કે આ ગાંઠની આસપાસ અન્ય નાની મોટી ગાંઠ પણ હોઈ શકે છે જે બીનાઇન કે મેલિગ્નન્ટ પણ હોય અને એ વહેલામાં વહેલી તકે કઢાવી નાખવી જોઈએ. કોરોના પ્રભાવિત આવા કપરા કાળમાં અન્ય કોઈ, આ પ્રકારનું નિદાન જાણી ગભરાઈ જાય, પણ ઘનશ્યામ નાયક જેનું નામ! અતિ હળવાશ અને નિર્ભયતાથી તેઓ ડોક્ટરને પૂછે છે ક્યારે કાલે થઈ શકે આ ઓપરેશન?! મારો સ્વભાવ થોડો અલગ, હકારાત્મકતા તો જાણે મને પણ વારસામાં જ મળી છે પણ હું અઢાર ગળણે પાણી પીવામાં માનનારો માણસ. બીજો ઓપિનિયન લેવો જોઈએ? મોટી હોસ્પિટલમાં જવું જોઈએ? ઓપરેશન થતી વેળાએ કોરોના લાગી જાય તો? ઓપરેશન અત્યારે જ કરાવવું જોઈએ? આવા અનેક પ્રશ્નો મને સતાવતા હતાં. પણ પપ્પાએ તો નિર્ણય લઈ લીધો કે સૂચક હોસ્પિટલમાં જ તેઓ શક્ય એટલી જલદી શસ્ત્રક્રિયા કરાવી પેલી વણજોઈતી, વાંધાજનક ગાંઠોને દૂર કરાવશે અને ગત શનિવારે તેઓ હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયા!
સદનસીબે અતિ કુશળ એવા યુવાન ઓંકો સર્જન યોગેન છેડા અને તેમના પત્ની અલકનંદાએ સાથે મળી ગત સોમવારે પપ્પાના ગળા પાસે વાઢકાપ કરી સૂચક હોસ્પિટલમાં જ શસ્ત્રક્રિયા દ્વારા આઠેક નાની મોટી ગાંઠ બહાર કાઢી. પપ્પાના આત્મીય એવા સૂચક હોસ્પિટલના ડો. શર્મા પણ સતત ચાર કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં તેમની સાથે રહ્યાં. ભગવાનની પરમ કૃપા થકી આ ઓપરેશન સફળ રહ્યું અને અગાઉ જે ભયની મેં ડોક્ટર છેડા સાથે ચર્ચા કરી હતી તે બધાં દૂર થયાં. આ ગાંઠ લાળગ્રંથિની અતિ નજીક આવેલી એક નસ પાસે હતી જે મગજ, આંખ, ગાલ, જીભ-મોઢા અને ગળા જેવા પાંચ અવયવો સાથે જોડાયેલી હોય છે અને અતિ પાતળી અને સંવેદનશીલ એવી આ નસ પર શસ્ત્રક્રિયા સમયે જો અસર પહોંચે તો તેની સીધી અસર આ પાંચ અવયવો કે તેમની કામગીરી પર પડી શકે છે. પપ્પા નું દાયકા અગાઉ બાય પાસ ઓપરેશન પણ થયું હતું અને ડાયાબીટીસ અને પ્રેશરની ગોળીઓ પણ તેઓ નિયમિત લે છે. આ બધી પરિસ્થિતિ ને લઈને હું ભારે ચિંતિત હતો પણ ગાંઠ દૂર કરવાની સર્જરી વિના વિઘ્ન પાર ઉતરી.
છેલ્લાં અઠવાડિયા થી હું પપ્પાની સાથે જ હોસ્પિટલમાં છું અને અન્ય કેટલીક મજેદાર વાતો મને અહીં કરવી ગમશે. જેમકે ઓપરેશન થયા બાદ પપ્પાને બે – ત્રણ દિવસ આઈ. સી. યુ. માં રાખવાના હતાં, પણ બીજે જ દિવસે સવારે તેઓ તેમનાં માટે ફાળવેલા અલાયદા રૂમમાં આવી ગયા. મને કહે “એક બુઢ્ઢો બાજુ માં હતો એ આખી રાત લોહી પી ગયો! તેણે સતત બડ બડ કરી મને અને અન્ય ડોક્ટરોને પરેશાન કરી મૂક્યા. એટલે હું અહીં આવી ગયો.” મારી આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ. હજી ઓપરેશન ને એક દિવસ થયો છે, તેમને આઈ. સી. યુ. માં રાખવાનું સૂચન થયું હતું અને તેમણે ડોકટરને મનાવી પણ લીધા, તેમને શિફ્ટ કરવા! જો કે તેમની રિકવરી ઘણી સારી અને ઝડપી હોવાથી જ આ શક્ય બન્યું. હવે ઓપરેશન તાજું હોવાથી તેમણે ખોરાક મોઢે થી ચાવી ને લેવાનો નહોતો અને તેમનાં નાકમાંથી એક નળી પસાર કરી સીધી અન્ન નળી સાથે જોડી હતી જેના વાટે તેમને પ્રવાહી ખોરાક લેવાનો હતો. પણ આ ભારે અસુવિધા ભર્યું હતું એટલે જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પૂછે 'આ ગણપતિ બાપા ની સૂંઢ ક્યારે દૂર કરવાની છે?!' તેમને સતત ચાલતા રહેવાની આદત, બેસવું તો ગમે જ નહીં. ઓપરેશન દરમ્યાન અને ત્યાર બાદ પેદા થતું ખરાબ લોહી નીકળી જાય એ માટે એક નળી ગળામાંથી બહાર કાઢી તેનો બીજો છેડો એક થેલી જેવા પાત્ર સાથે જોડેલો હોય એટલે ઉભા થઈ ચાલવું હોય તો આ થેલી સતત હાથમાં પકડી ઉભું થવું પડે કે ચાલવું પડે. જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પોતાના કોમેડી સ્વભાવ મુજબ પૂછે, 'હવે આ વરરાજાના સતત હાથમાં રાખવા પડતાં નાળિયેર ને ક્યારે છોડો છો?!' નર્સ અને ડોક્ટર હસતાં હસતાં રૂમમાંથી બહાર જાય!
તેમને વાતો કરવાનો ભારે શોખ. દવા આપવા જ્યારે પણ જુદી જુદી નર્સ આવે એ દરેક સાથે અચૂક અલક મલકની વાતો કરે. એક નર્સ નું નામ ઉર્વશી એટલે તેને કહે, 'હવે તું અહીં રંભા ને પણ બોલાવી લાવ એટલે ઈન્દ્રસભાનું આયોજન કરીએ!' તેમને કસરત કરાવવા ફિઝિઓથેરાપીસ્ટ એવા યુવા ડો. પ્રતીક શાહ આવે એટલે એમની સાથે પણ જુદા જુદા વિષયો પર ગોષ્ઠી માંડે. ડો. જયેશ શાહ પણ તેમનું બી. પી. અને સુગર ચેક કરવા આવે ત્યારે તેમને પેલી સૂંઢ અને વરરાજાના નાળિયેર વળી વાત કરી હસાવે! ઓપરેશન પછી ત્રીજા દિવસે પેલી સૂંઢમાંથી મુક્તિ મળી અને છઠ્ઠા દિવસે પેલી વરરાજાના નાળિયેર સમી થેલી પણ ડોક્ટરે દૂર કરી! હવે તેઓ બધો ખોરાક પણ લઈ શકે છે અને થોડાં દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. નર્સો કહે છે 'કાકા, અમે તમને મિસ કરીશું!'
હવે તેમની ગાંઠનો વિગતપૂર્વકનો રિપોર્ટ આવી ગયા પછી આગળની ટ્રીટમેન્ટ નક્કી થશે. એકાદ મહિનો હજી આરામ કરવાનું ડોક્ટરોએ સૂચવ્યું છે. ત્યારબાદ, નવરાત્રિ સુધી કે નવરાત્રિના શુભ દિવસો દરમ્યાન તેમના પ્રાણવાયુ સમા શો તારક મહેતામાં તેઓ ફરી એન્ટ્રી મારે એવી તેમની ઈચ્છા છે. પ્રાર્થના કરીએ કે નટુકાકાની આ ઇચ્છા પણ અંબામા પૂરી કરે!' – વિકાસ ઘનશ્યામ નાયક