Gujarati

નિક્કી તંબોલીનો એક્સ બોયફ્રેન્ડ શહનવાઝ આલમ 'બિગ બોસ 14'માં એન્ટ્રી લઇ શકે છે, તેની યાદમાં બોક્સર ઈસ્ત્રી કરતી જોવા મળી એક્ટ્રેસ

www.divyabhaskar.co.in |

ટીવીના સૌથી વિવાદિત શો 'બિગ બોસ 14'માં ટૂંક સમયમાં અમુક નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. શહજાદ દેઓલ અને સારા ગુરપાલ બેઘર થયા બાદ આ અઠવાડિયે 'FIR' ફેમ ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક અને 'કુમકુમ ભાગ્ય' ફેમ એક્ટ્રેસ નૈના સિંહ શોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે આવી ગયા છે. આ સિવાય શોમાં ટીવી એક્ટર શાર્દુલ પાંડે પણ આવી રહ્યો છે. એવી પણ ચર્ચા છે કે શોને વધુ એન્ટરટેનિંગ બનાવવા માટે હવે આ સીઝનની સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલીના એક્સ બોયફ્રેન્ડ શહનવાઝ આલમને શોમાં લાવવાની તૈયારી છે.

હાલમાં જ સ્પોટબોયે સૂત્રોના હવાલે લખ્યું હતું કે, નિક્કી તંબોલીનો એક્સ બોયફ્રેન્ડ શહનવાઝ આલમ શોમાં ટૂંક સમયમાં એન્ટ્રી લઇ શકે છે. મેકર્સ તેની સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને જો બધું ઠીક રહ્યું તો તે શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે જોવા મળશે.

શરૂઆતના અઠવાડિયામાં ખુદ નિક્કી તંબોલીએ શોમાં તેના એક્સ બોયફ્રેન્ડ શહનવાઝનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં બીબી મોલમાંથી 7 આઈટમ લેવા દરમ્યાન નિક્કીએ તેના એક્સની બોક્સર લેવાની જીદ કરી હતી. આ જીદનું કારણ એ હતું કે નિક્કીને તેની યાદ આવી રહી હતી અને તેને કારણે બાકીના લોકોએ તેમના જરૂરી સામાનને છોડવો પડ્યો હતો. નિક્કીના આવા નિર્ણયથી ઘરવાળા ઘણા નારાજ થયા હતા. આ સિવાય તે ઘણીવાર બોયફ્રેન્ડની યાદમાં તેના બોક્સરને ઈસ્ત્રી કરતી જોવા મળી છે.

View this post on Instagram

#happysunday

A post shared by Shahnawaz Alam (@shahnawazalam553) on Oct 10, 2020 at 11:04pm PDT

કવિતા કૌશિક, નૈના સિંહ, શાર્દુલ પાંડે સિવાય પવિત્રા પુનિયાના એક્સ બોયફ્રેન્ડ પ્રતીક સહજપાલને પણ ઘરમાં લાવવાની તૈયારી થઇ રહી છે. શોમાં શહનવાઝ આલમ અને પ્રતીક સહજપાલની એન્ટ્રી ઘણી રસપ્રદ અને TRP માટે ઘણી ફાયદાકરક થઇ શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Nikki Tamboli’s Ex Boyfriend Shahnawaz Alam To Be Enter In Bigg Boss 14, She Has Iron His Boxer Many Timesin The Show

Source

શું પૂનમ પાંડે બાદ શર્લિન ચોપડાએ પણ કરી લીધા લગ્ન? Video વાયરલ

gujarati.oneindia.com |
મુંબઈઃ પૂનમ પાંડેના લગ્ન બાદ શર્લિન ચોપડાના લગ્ન ચર્ચાઓએ વેગ પકડ્યો છે. આવુ એટલા માટે કારણકે શર્લિન ચોપડાએ ખુદ એક વીડિયો શેર કરીને ફેન્સને હિંટ આપી છે. જેને જોયા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે આ હૉટ હસીનાએ પણ ફેસ્ટીવ

Source

રિતેશ દેશમુખ આજે પણ પત્ની જેનેલિયા પાસેથી રૂપિયા લે છે, કહ્યું, ‘તેણે મારાથી વધારે કમાણી કરી છે અને મને આ વાત પર ગર્વ છે’

www.divyabhaskar.co.in |

ધ કપિલ શર્મા શોમાં બોલિવૂડનું ફેમસ કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા પહોંચ્યા હતા. શોમાં કપિલ શર્મા સાથે વાતચીત દરમિયાન બંનેએ એકબીજાની કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે.

ચર્ચા દરમિયાન કપિલે જેનેલિયાને પૂછ્યું કે, મસ્તી ફિલ્મમાં તેણે રિતેશની પત્નીનો રોલ પ્લે કર્યો હતો, તો શું આ ડિરેક્ટરનો વિચાર હતો? આ પ્રશ્ન પર રિતેશે તરત જ જવાબ આપ્યો કે, 'ના, હકીકતમાં મિલાપ ઝાવેરી (લેખક)એ ઇન્દુજી (ડિરેક્ટર ઇન્દ્ર કુમાર) સાથે મળીને અમને કાસ્ટ કર્યા હતા. નવાઈની વાત એ હતી કે, વર્ષ 2002માં અમે ડેટ કરવાનું શરુ કર્યું અને 2003માં શૂટિંગ દરમિયાન એક સિક્વન્સ આવે છે જેમાં અમારા લગ્ન થાય છે. એ બહુ વિચિત્ર સ્થિતિ હતી કે રિલેશનશિપના એક વર્ષમાં જ અમે સાથે બેઠાં હતાં અને લગ્ન કરી રહ્યાં હતાં.'

આ વાત પર જેનેલિયાએ કહ્યું કે, ‘ત્યારે અમને લાગતું હતું કે ભવિષ્યમાં શું થશે તેની ખબર નથી આથી આ જ પળને માણીએ.’ વધુમાં રિતેશે કહ્યું, ‘અમને ત્યારે ખબર નહોતી કે રિલેશનશિપ લગ્નમાં બદલશે કે નહિ પરંતુ તે પળ અમારા માટે ઘણી સારી હતી.’

કપિલે આગળ પૂછ્યું કે કે, ‘તે ફિલ્મમાં તમે બધી કમાણી તમારી પત્ની(જેનેલિયા)ના હાથમાં આપી દેતા હતા, રિયલ લાઈફમાં પણ આવું કરો છો?’ રિતેશે કહ્યું કે, ‘તેણે મારા કરતાં વધારે કમાણી કરી છે અને મને આ વાત પર ગર્વ છે કે મારી પત્નીએ મારાથી વધારે કમાણી કરી છે. આથી હું મહિનાનો પગાર લઈને કામ ચલાવી લઉં છું.’

જેનેલિયા ફિલ્મમાં કમબેક કરશે
વાતચીત દરમિયાન જેનેલિયાએ જણાવ્યું કે, ‘ફિલ્મોમાં કમબેક કરવાનું પ્લાનિંગ છે. મેં બાળકોને જન્મ આપ્યો ત્યારે મેં વિચાર્યું કે હું તેમના પર સરખું ધ્યાન આપું. હવે મને લાગે છે કે તેઓ 5 વર્ષના થઈ ગયાં છે અને સતત મારી દેખરેખની જરૂર નથી. તેમના મિત્રો છે અને આખો દિવસ સ્કૂલમાં જાય છે. તો ધીમે-ધીમે હું કામ શરુ કરી શકું છું.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Ritesh Deshmukh Still Takes Money From Wife Genelia D’Souza, Saying, “She Has Made More Than Me And I Am Proud Of It”

Source

સલમાન ખાન આજે નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કવિતા કૌશિક અને નૈના સિંહનો પરિચય કરાવશે

www.divyabhaskar.co.in |

ટીવી રિયાલિટી શો બિગ બોસ 14માં ટૂંક સમયમાં ઘણા બધા ફેરફાર આવવાના છે કારણ કે ઘરમાં બે નવા મેમ્બરની એન્ટ્રી થવાની છે. FIR શોમાં ચંદ્રમુખી ચૌટાલાનું કેરેક્ટર પ્લે કરતી કવિતા કૌશિક આ વર્ષે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી બનીને આવી રહી છે તેનો પરિચય આજે સલમાન ખાન ‘વીકેન્ડ કા વાર’માં કરાવશે. આ ઉપરાંત કુમકુમ ભાગ્ય એક્ટ્રેસ નૈના સિંહ પણ શોમાં એન્ટ્રી લેવાની છે.

કલર્સ ચેનલે એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે તેમાં બંને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીનું પર્ફોર્મંસ દેખાઈ રહ્યું છે. નૈના અને કવિતાએ શોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. નૈનાએ સિલ્વર ગાઉન અને કવિતાએ વ્હાઈટ ફ્લોર ગાઉન પહેરીને ડાન્સ કર્યો.

ઘણા પૂર્વ કન્ટેસ્ટન્ટ અને દર્શકોનું માનવું છે કે, બિગ બોસની આ સીઝનના કન્ટેસ્ટન્ટ ફિક્કા છે, TRP લિસ્ટમાં પણ શોને જગ્યા મળી નથી. તેવામાં કવિતાની એન્ટ્રીને લીધે ફાયદો થઇ શકે છે. નૈના સિંહે પણ રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં જોરદાર પર્ફોર્મંસ આપ્યું હતું હવે આ શોમાં પણ વધારે મસાલો ઉમેરાશે તેવું લાગી રહ્યું છે.

આ ટીવી એક્ટર પણ શોમાં એન્ટ્રી લઇ શકે છે
નૈના સિંહ અને કવિતા કૌશિક ઉપરાંત અન્ય ત્રણ મેમ્બર પણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી શકે છે. તે માટે એક્ટર શાર્દુલ પંડિત, એક્ટ્રેસ રશ્મિ ગુપ્તા અને પવિત્ર પુનિયાનો એક્સ બોયફ્રેન્ડ પ્રતિક સહજપાલનું નામ ચર્ચાઈ રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bigg Boss 14: Salman Khan Will Introduce New Wild Card Entry Kavita Kaushik And Naina Singh Today, First Glimpse Of Performance Revealed

Source

United Nations Day : વિશ્વ શાંતિ હાંસલ કરવાના હેતુ સાથે કાર્ય કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે યુનાઇટેડ નેશન્સ

gujarati.oneindia.com |
United Nations Day : વિશ્વ શાંતિ હાંસલ કરવાના હેતુ સાથે કાર્ય કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે યુનાઇટેડ નેશન્સ

Source

કરીનાએ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો, સેકન્ડ પ્રેગ્નન્સી અને ચોથીવાર પિતા બનવા પર સૈફે શું કહ્યું હતું

www.divyabhaskar.co.in |

કરીના કપૂર ખાન બીજીવાર માતા બનવાની છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ વાતની જાહેરાત કરી હતી કે તે અને સૈફ આવતા વર્ષની શરુઆતમાં બીજા બાળકનું વેલકમ કરશે.

હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું કે ગુડ ન્યૂઝ સાંભળીને પતિ સૈફે શું રિએક્ટ કર્યું હતું તેના જવાબમાં કહ્યું કે, ‘અમારા ઘરમાં કઈ પણ ફિલ્મી થયું નથી કારણકે સૈફ ઘણો નોર્મલ અને રિલેક્સ હતો. તે ખુશ હતો, મેં પહેલાં પણ કહ્યું હતું કે અમે બેબી પ્લાન કર્યું નહોતું પરંતુ હવે અમે આ વાતને સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને એકબીજા સાથે આ સુંદર પળ જીવી રહ્યા છીએ.’

ચોથીવાર પિતા બનશે
આમ જોવા જઈએ તો આ કરીના-સૈફની બીજું બાળક છે પણ સૈફ 50 વર્ષની ઉંમરે ચોથીવાર પિતા બનશે. અમૃતા સિંહ સાથે લગ્ન પછી તે સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાનનો પિતા બન્યો હતો. 3 મહિનાના ડેટિંગ પછી સૈફ અને અમૃતાએ વર્ષ 1991માં છુપાઈને સિક્રેટ વેડિંગ કર્યા હતા, કારણકે બંને પોતાના ઘરવાળાના રિએક્શનથી ડરતા હતા. તેનું કારણ હતું સૈફ અને અમૃતા વચ્ચે ઉંમરનું અંતર. અમૃતા સૈફ કરતાં આશરે 12 વર્ષ મોટી હતી.

લગ્નના 13 વર્ષ પછી અલગ થયા
13 વર્ષ સુધી એકબીજાનો સાથ આપ્યા પછી વર્ષ 2004માં કપલ અલગ થઇ ગયું હતું. અમૃતા સાથે અલગ થયા પછી 3 વર્ષ સુધી સ્વિસ મોડેલ રોસા કેટલાનો સાથે સૈફે ડેટિંગ કર્યું, પરંતુ આ રિલેશનશિપ લાંબા સમય સુધી ના ટક્યું અને બ્રેકઅપ થઇ ગયું. વર્ષ 2007માં ફિલ્મ ટશનના સેટ પર સૈફ અને કરીના મળ્યા. બંને 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને 16 ઓક્ટોબર, 2012ના રોજ લગ્ન કર્યા. હાલ બંને દીકરા તૈમૂરના પેરેન્ટ્સ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


This Is Show Saif Ali Khan Reacted On Wife Kareena Kapoor Khan’s Second Pregnancy

Source

કંગનાએ કહ્યું, ‘ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તેલી; CM ઉદ્ધવ ઠાકરેએ સત્તા માટે પોતાના પિતાના સિદ્ધાંત વેચ્યા’

www.divyabhaskar.co.in |

એક્ટ્રેસ કંગના રનૌતે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું છે. શનિવારે સવારે એક ટ્વીટ કરીને કહ્યું કે, ‘CM ઉદ્ધવ ઠાકરે પોતાના પિતાના સિદ્ધાંતોને ભૂલી ગયા છે.’ એક્ટ્રેસે થોડા દિવસ પહેલાં રિપબ્લિક ટીવી પર કાર્યવાહીને લઈને કહ્યું કે, ‘ધિક્કાર છે આ સરકારને જે પત્રકારો પર અત્યાચારો કરે છે.’

BMCએ ઓફિસ પર બુલડોઝર ચલાવ્યાના કેસમાં એક્ટ્રેસ છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્ર સરકાર, BMC, મુંબઈ પોલીસ અને સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ગુસ્સો ઠાલવી રહી છે. આ દરમિયાન મુંબઈ પોલીસ અને એક ધર્મ વિશેષ વિરુદ્ધ વિવાદજનક ટ્વીટ કરવા પર 23 ઓક્ટોબરે અંધેરી કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદની સુનાવણી 10 નવેમ્બરે થશે.

26 ઓક્ટોબરે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કંગનાને બોલાવી
આ પ્રકારના વધુ એક ધર્મ વિશેષ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી પછી એક્ટ્રેસ કંગના અને તેની બહેન રંગોલી પર બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ થયો છે. પૂછપરછ માટે કંગનાને 26 ઓક્ટોબર અને તેની બહેન રંગોલીને 27 ઓક્ટોબરે બોલાવી છે. હાલ નાના ભાઈનાં લગ્નમાં સામેલ થવા માટે બંને બહેનો હિમાચલ પ્રદેશમાં ભામ્બલામાં છે. જો તેમની વિરુદ્ધ પુરાવા મળશે તો તેમની ધરપકડ પણ થઇ શકે છે.

આ કલમ હેઠળ કેસ નોંધાયો
બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય. ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની કલમ 156 (3) હેઠળ FIR નોંધવાના આદેશ આપ્યા હતા. તેની પર એક્શન લઇ પોલીસે કંગના અને તેની બહેન વિરુદ્ધ CRPCની કલમ 153 A, 295 A, 124 A અને 34 હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana Ranaut Uddhav Thackeray News Update: Manikarnika Actress Hit Out At Maharashtra CM Over Mumbai Police Register FIR Against Republic TV Editorial Team

Source

error:
Scroll to Top