એક રોડ એક્સિડેન્ટ પછી કોમામાં ગયા બાદ'આશિકી ગર્લ'ની યાદશક્તિ જતી રહી હતી, હવે ઝૂંપડીમાં જઈને યોગ શીખવે છે

www.divyabhaskar.co.in |

બોલિવૂડ એક્ટ્રેસ અનુ અગ્રવાલ 52 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 11 જાન્યુઆરી, 1969ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. અનુને 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'એ રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ પછી તે ઘણી બીજી ફિલ્મોમાં દેખાયા પણ 'આશિકી' જેવી પોપ્યુલારિટી ન મળી. હવે ગ્લેમર વર્લ્ડથી દૂર અનુ ઝૂંપડીઓમાં જઈને ગરીબ બાળકોને ફ્રીમાં યોગ શીખવે છે.

21 વર્ષની ઉંમરે બ્રેક મળ્યો
અનુ અગ્રવાલે દિલ્હી યુનિવર્સિટીથી સમાજશાસ્ત્ર સ્ટડી કર્યું. સ્ટડી દરમ્યાન જ અનુને મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ 'આશિકી'માં પહેલો બ્રેક આપ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી લેનારા અનુએ આ ફિલ્મથી ઓડિયન્સના ખૂબ વખાણ મેળવ્યા અને રાતોરાત સ્ટાર બની ગયા.

ત્યારબાદ તે 'ગજબ તમાશા', 'ખલનાયિકા', 'કિંગ અંકલ', 'કન્યાદાન', 'બીપીએલ ઓયે' અને 'રિટર્ન ટુ જ્વેલ થીફ' જેવી ફિલ્મોમાં દેખાયા હતા પણ કોઈપણ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહીં. અનુએ તમિળ ફિલ્મ 'થિરૂદા – થિરૂદા' અને શોર્ટ ફિલ્મ 'ધ ક્લાઉડ ડોર'માં પણ કામ કર્યું છે. સાથે જ તે થોડા દિવસ MTV વીજે પણ રહ્યા હતા.

29 દિવસ કોમામાં રહ્યા હતા અનુ
1996 પછી ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગયેલા અનુએ યોગ અને અધ્યાત્મ તરફ પ્રયાણ કર્યું હતું. આ વચ્ચે 1999માં થયેલા એક રોડ એક્સિડેન્ટમાં અનુની લાઈફ બદલી ગઈ. આ ઘટનામાં તેમની યાદશક્તિ જતી રહી હતી અને તે પેરેલાઈઝ્ડ પણ થઇ ગયા હતા.

લગભગ 29 દિવસ સુધી કોમામાં રહ્યા બાદ અનુ ભાનમાં આવ્યા તો ખુદને સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. આ તેમના માટે પુર્નજન્મ જ હતો કે લગભગ 3 વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રીટમેન્ટ પછી તેમની યાદશક્તિ પરત આવી. અનુએ પોતાની સ્ટોરીને આત્મકથા સ્વરૂપે 'અનયુઝઅલ: મેમોઇર ઓફ અ ગર્લ વ્હુ કેમ બેક ફ્રોમ ડેડ'માં રજૂ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


‘Aashiqui Girl’ Anu Aggarwal Life Takes A Twist After Road Accident, Know What Happened To Her

Source

Related
બનાસકાંઠામાં ટેનિસ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન, સરકારી શાળામાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
હિંમતનગરમાં આગની ઘટના, એન.જી સર્કલ પાસે ભીષણ આગ
અમરેલી : ચેક રિટર્ન કેસમાં બગસરા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો
વિધુ વિનોદ ચોપડાની બુક 'અનસ્ક્રિપ્ટેડ'ને અમિતાભે વખાણી
ભરૂચમાં નવી નગરી પારડી રોડ ખાતે સર્વરોગ નિદાન શિબિર યોજાઈ
અમદાવાદ : કોરોનાકાળ દરમિયાન શહીદ પામેલા ગુજરાત પોલીસના 17 અધિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
રાજકોટ : દિલ્હી ટ્રેક્ટર રેલીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો પણ હતા સામેલ
પક્ષપલટુઓથી પરેશાન કોંગ્રેસે ઉમેદવારો માટે ઘડી ખાસ રણનીતિ
ભરૂચ : અલ નૂર હોલ ખાતે સંગઠનલક્ષી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
મહેસાણામાં 15 પરિવારો પાકિસ્તાનથી આવી વસ્યા, ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારો માટે ખુશીનો પ્રસંગ
'બિગ બોસ' કન્નડની પૂર્વ સ્પર્ધક જયશ્રી રામૈયાએ આત્મહત્યા કરી
પાટણના યુવાનોએ ચીતર્યો છે નવો ચીલો... ઉતરાયણની દોરીઓ ભેગી કરી ઉજવે છે હોળી...
છોકરાએ લાલ દુપટ્ટા સોંગ પર લગાવ્યા એવા મસ્ત ઠુમકા કે પુરુષો પણ થયા ફિદા...
Today in History : આજે 26 જાન્યુઆરી, જાણો ઇતિહાસમાં આજના દિવસનું મહત્વ
અમદાવાદ : કમલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી દરમિયાન શહીદ થયેલા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે
Happy Republic Day 2021 : જાણો પ્રજાસત્તાક દિવસ કેમ 26 જાન્યુઆરીએ જ મનાવવામાં આવે છે…
મા ભોમની રક્ષા કરતા જવાનોને ઢોલીવુડ કહી રહ્યું છે આભાર, રજૂ થયું સોંગ 'વંદે માતરમ્'
કચ્છ : 'દાદા-દાદી જીવનસાથી પરિચય' સંમેલન, કુકમા ખાતે યોજાઇ નવતર પહેલ
અંબાજીમાં તિરંગા યાત્રા નીકળી, યુવાનોએ ઝીરો પોઈન્ટ સુધી તિરંગા યાત્રા કરી
કિયારા બાદ સારા અલી ખાનનો માલદીવ બીચ પર હોટ અંદાજ, શેર કરી તસવીરો
જુનાગઢ : વંથલીના કણઝાધર લોકો વિકાસની સુવિધાથી વંચિત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા છતાં હિંમતનગર વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જામનગરમાં ભાજપ દ્વારા સેન્સ લેવાઈ
પાટણ પ્રાંત અધિકારીએ ચૂંટણી સંદર્ભે છાત્રાલયમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ
error:
Scroll to Top